શ્વેતા તિવારી મોટા વિવાદમાં ફસાઈ, વીડિયો રેકોર્ડિંગ સાથે અભિનવે લગાવ્યા ગંભીર આરોપ, સ્તનપાનને લઈ કહી ગંભીર વાત

છેલ્લા કેટલાક સમયથી અભિનવ કોહલી અને શ્વેતા તિવારી વચ્ચેવ બધુ બરાબર ચાલી રહ્યું નથી એ આખુ જગત જાણે છે. કારણ કે અવાર નવાર કોઈને કોઈ બબાલ સામે આવતી રહે છે. ત્યારે હવે ફરી એકવાર આ કપલ ભારે ચર્ચામાં છે અને આ વખતે અભિનવે શ્વેતા પર ગંભીર આરોપો નાંખ્યા છે. પતિ અભિનવ કોહલીએ તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો નિર્ણય લીધો છે. અભિનવના જણાવ્યા મુજબ શ્વેતા તેને તેના 4 વર્ષના દીકરા રેયાંશ કોહલીથી અલગ કરી રહી છે.

image source

અભિનવે હાલમાં એક ન્યૂઝ સાથે વાત કરીને તેની આપવીતી સંભળાવીવ હતી. અભિનવનું કહેવું છે કે, છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા મને રેયાંશને મળવા દેતી ન હતી. હાલમાં જ શ્વેતાને કોરોના થયો હતો. ત્યારબાદ તેણે રેયાંશને મારી પાસે મોકલી દીધો હતો. બીજે દિવસે જ તેને તાવના લક્ષણ દેખાવાના સ્ટાર્ટ થઇ ગયા, મેં વીડિયો કોલિંગ કરીને મારા ડોક્ટર સાથે વાત કરી તો તેણે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે રેયાંશ કોરોના પોઝિટિવ છે કારણકે તે શ્વેતા સાથે બે દિવસ રહ્યો હતો.

image source

અભિનવે વાત કરી કે શ્વેતાનો પહેલાં જ કોવિડ ટેસ્ટ થઇ ગયો હતો અને તેમ છતાં એવી હાલતમાં પણ સ્તનપાન કરાવ્યું હતું. હાલમાં નવેમ્બરમાં રેયાંશ 4 વર્ષનો થઈ જશે પરંતુ બધી મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા તેને સ્તનપાન કરાવવાની ટ્રાય કરે છે જેથી હું કસ્ટડીના કેસમાં કોર્ટ જાઉં તો કોર્ટમાં જણાવી શકે કે તે સ્તનના દૂધ પર છે. ઘણીવાર રેયાંશના બાળરોગ એક્સપર્ટ અને ડેન્ટિસ્ટે શ્વેતાને રેયાંશને સ્તનપાન ન કરાવવા માટે કહ્યું છે કારણકે આનાથી તેના આગળના દાંત ખરાબ થઇ ગયા છે, પરંતુ તેની સલાહનો કોઈ ફાયદો ન થયો. જો કે ભગવાનની દયાથી રેયાંશ થોડા જ દિવસમાં કોવિડ નેગેટિવ થઇ ગયો. તેના શરીરમાં ઘણી એલર્જી થઇ હતી.

image source

અભિનવે આરોપ લગાવ્યો કે, શ્વેતા પૈસા માટે જોન્સન એન્ડ જોન્સનના પ્રોડક્ટને પ્રમોટ કરે છે જે ઘણા બાળકો માટે હાનિકારક છે. જ્યારે મેં શ્વેતાને આ વાત કરી તો તેણે પણ આ સ્વીકાર્યું અને તેની પ્રોડક્ટ યુઝ કરતા અટકાવી. આગળ વાત કરી કે, જ્યારે શ્વેતાનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થયો ત્યારે રેયાંશની પાછા જવાની વાત આવી. હું દુઃખી થઇ ગયો. તેણે તેની માતાને બે અઠવાડિયાથી જોઈ ન હતી માટે તે પાછો જતો રહ્યો પરંતુ બીજે જ દિવસે તે એટલો બધો રડ્યો કે ઉઠ્યા બાદ થોડા જ સમયમાં તેને મારી પાસે લઇ આવ્યા. શ્વેતા તે સમય સુધી કામ માટે નીકળી ગઈ હતી. તે દિવસ પછીથી રેયાંશ શ્વેતાના ઘરે જવા માટે તૈયાર ન હતો. પરંતુ તેમ છતાં શ્વેતા તેને ફોસલાવીને પાછો લઈ જતી અને તે જતો રહેતો.

image source

અભિનવે કહ્યું કે પછી એવું બન્યું કે, 2-3 દિવસ પછી તેણે જવાનું બંધ જ કરી દીધું. તે તેને કોઈ રમકડાં દેખાડીને મનાવવાની ટ્રાય કરતી, પણ તે તેની સાથે જવા માટે તૈયાર ન હતો. મારી પાસે આ બધું રેકોર્ડ કરેલો વીડિયો છે. ત્યારે તે વેકેશન માણવા જવા ઇચ્છતી હતી. પછી તેણે પોલીસનો ઉપયોગ કર્યો. હું પોલીસ સ્ટેશન ન જઈ શક્યો કારણ કે મારો દીકરો મને એક ક્ષણ માટે પણ છોડવા તૈયાર ન હતો અને કોરોના કાળમાં મારા દીકરાને પોલીસ સ્ટેશન લઇ જવું મને ઉચિત ન લાગ્યું. પછી સાંજ સુધી તેણે એક પોલીસ ઓફિસરને મારા ઘરે એક અનઓફિશિયલ મેસેજ સાથે મને પોલીસ સ્ટેશન આવવા કહ્યું, પરંતુ મેં તેને પણ કહ્યું કે બાળક મને આવવા નહીં દે અને બાળકને ઓફિસરની સામે પૂછવામાં આવ્યું કે શું તે તેના મમ્મીના ઘરે જવા ઈચ્છે છે પરંતુ તેણે ના પાડી દીધી.

image source

અભિનવે મોટી વાત કરતાં કહ્યું કે, મેં આ બધી જ વાતો રેકોર્ડ કરેલી છે. પોલીસના ગયા બાદ શ્વેતા ઘરે આવી, જોકે મને ખબર હતી કે તેણે પોલીસ મોકલી હતી તેમ છતાં મેં તેને આવવા દીધી. તેણે એવો દેખાડો કર્યો જાણે કઈ થયું જ નથી અને તેણે રેયાંશને સમજાવવાની પૂરી ટ્રાય કરી પરંતુ તેણે તેની સાથે જવાની ના પાડી દીધી. મેં વિચાર્યું કે તે હવે તેની રજા પણ કેન્સલ કરી દેશે. પરંતુ મને આશ્ચર્ય થયું કે તે તેના ઘરના બધા લોકો સાથે રેયાંશને લીધા વગર વેકેશન પર જતી રહી. આ એક પ્રમોશનલ ટૂર હતી જ્યાં તે ફ્રીમાં ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ શ્વેતા થોડા દિવસ પછી ખોટું બોલીને રેયાંશને ફરી તેના ઘરે લઇ ગઈ.

image source

અભિનવ કોહલીએ કહ્યું આવું બધું થયું ત્યાર પછીથી અત્યારસુધી તેણે નથી મારી સાથે વાત કરી કે નથી રેયાંશ સાથે વાત કરાવી. હું ઘણીવાર તેના શોના સેટ પર પણ ગયો પરંતુ તે ત્યાં પણ મને ઇગ્નોર કરી રહી છે. બીજી વાત કરતાં કહ્યું કે, શ્વેતાએ મારી નકલી સહી કરીને રેયાંશના યુકેના વિઝા બનાવવાની ટ્રાય કરી હતી મારી પાસે તેનો લીગલ પુરાવો છે. શ્વેતાના એક મિત્રે મને તેનું પ્લાનિંગ જણાવ્યું હતું અને મને લાગ્યું જ હતું કે તે રેયાંશને અમેરિકા અથવા તો યુકે લઇ જવાના પ્લાનિંગમાં છે. આ બંને દેશના નિયમ મુજબ, બાળકનાં બંને પેરેન્ટ્સની સહી હોવી જોઈએ. મેં ક્યારેય NOC પર સહી નથી કરી. શ્વેતા એ મારી નકલી સહી કરી. નસીબદાર હતો કે મેં 15 દિવસ પહેલાં જ બંને દેશોને લેટર લખીને આ બાબતે જાણ કરી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત