મુંબઈમાં ખાસ ઘરમાં રહે છે તાપસી પન્નૂ, ફોટોઝ જોઈને તમે પણ ચોંકી જશો

બોલિવૂડની જાણીતી એવી એક્ટ્રેસ તાપસી પન્નૂ અનેક લોકોના દિલ પર રાજ કરી રહી છે. આ સિવાય તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે પોતાની લાઈફ સ્ટાઈલને લઈને પણ અનેકવાર ચર્ચામાં આવી ચૂકી છે. તે પોતાના ઘરના ફોટોઝને અનેક વાર સોશ્યલ મીડિયા પર શેર કરે છે.

image source

ફિલ્મોની વાત કરીએ તો પોતાની એક્ટિંગને લઈને પણ તાપસી સતત ચર્ચામાં રહે છે. મુંબઈમાં અંધેરીમાં 2 BHKના ફ્લેટમાં રહેતી તાપસી પન્નૂએ પોતાના ઘરને શાનદાર રીતે સજાવ્યું છે. તેની બહેન શગુન પન્નૂએ પણ તેના ઘરના અનેક ફોટો શેર કર્યા છે. મળતી માહિતી અનુસાર તાપસી 2018માં આ ઘરમાં શિફ્ટ થઈ હતી.

image source

તાપસી અનેક વાર એક્સરસાઈઝ અને યોગા કરી રહી હોય તે પ્રકારના પોઝ શેર કરે છે. બેક ગ્રાઉન્ડને માટે તેમના ઘરની સુંદર ડિઝાઈનિંગ જોતા જ તમારું મન મોહી જશે. ઘરની ખાસિયતની વાત કરીએ તો તાપસીના ઘરમાં giant wall clock છે. ખાસ કરીને તે આ જગ્યાએ ફ્રેન્ડ્સ અને ફેમિલિ સાથે પોઝ આપતી જોવા મળે છે. આ ઘડિયાળ તેના ઘરને સુંદર બનાવે છે.

image source

તાપસી પન્નૂએ ઘરની સાથે બાલ્કનીને પણ ખાસ પ્રકારના છોડથી સજાવી છે. તેની બાલ્કનીના ફોટોઝ પણ અનેક વાર સોશ્યલ મીડિયા પર જોવા મળી રહે છે. આ સિવાય તાપસીને પેઈન્ટિંગનો પણ શોખ છે.

image source

બેડરૂમની વાત કરીએ તો તાપસીએ બેડરૂમને અલગ થીમથી સજાવ્યો છે., અહીં તેણે પોતાના બેડની પાસે અલગ અલગ ફોટોઝ લગાવ્યા છે અને લાઈટ કલરની સાથે બેડરૂમને કુલ લૂક આપ્યો છે. જેનાથી સ્ટ્રેસમાં પણ રાહત મેળવી શકાય છે.

અનેક વાર તાપસી અને અનુરાગ રહ્યા છે ચર્ચામાં

image source

અનુરાગ અને તાપસી દેશમાં ચાલી રહ્યાં મુદ્દાઓ પર નીડરતાથી પોતાની વાત રાખવા માટે જાણીતા છે.તાપસી કિસાન આંદોલનનું સમર્થન કરે છે. આ આંદોલન પર પોપ સ્ટાર રિહાનાએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી તો જવાબમાં બોલિવુડ અને ખેલ જગતની અનેક હસ્તિઓએ સરકારના પક્ષમાં ટ્વીટ કર્યા હતા. તાપસીએ આ સેલિબ્રિટિઝ વિરૂદ્ધ પોતાનું મંતવ્ય આપ્યું હતું. તો અનુરાગ કશ્યપ CAA જેવાં મુદ્દે મોદી સરકારને ઘેરી ચુક્યા છે.

આ ફિલ્મોમાં તાપસીએ કર્યો છે ખાસ અભિનય

image source

તાપસીએ મિશન મંગલ, ગેમ ઓવર, સાંડકી આંખ અને થપ્પડમાં અભિનય કર્યો હતો. આ પાંચમાં ચાર ફિલ્મો 2019માં રિલીઝ થઈ હતી. થપ્પડ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ સિવાય તાપસીએ બેબી ફિલ્મમાં પણ ટૂંકો રોલ નિભાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!