ઐશ્વર્યા સાથે બ્રેકઅપ પછી મંત્રીની દીકરી પર આવ્યું હતું વિવેક ઓબરોયનું દિલ, 11 વર્ષ પહેલાં કર્યા હતા રોયલ વેડિંગ.

ઐશ્વર્યા સાથે બ્રેકઅપ પછી મંત્રીની દીકરી પર આવ્યું હતું વિવેક ઓબરોયનું દિલ, 11 વર્ષ પહેલાં કર્યા હતા રોયલ વેડિંગ.

વિવેક ઓબરોય પોતાની પ્રોફેશનલ લાઈફ અને અફેર્સને લઈને ઘણા ચર્ચામાં રહ્યા છે. જો કે સાચો પ્રેમ એમને પ્રિયંકા અલ્વાના રૂપે મળ્યો. વિવેકે પ્રિયંકા સાથે અરેન્જ મેરેજ કર્યા છે. પ્રિયંકા એક સોશિયલ વર્કર છે અને એ ઘણા એનજીઓ માટે કામ કરી ચુકી છે વિવેક અને પ્રિયંકા બન્ને જ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. પ્રિયંકા ભલે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી નથી પણ એ વિવેકના કામને સમજે છે અને એમને સંપૂર્ણ સ્પોર્ટ પણ કરે સીબે. તો વિવેક, પ્રિયંકાના એનજીઓ મેટરમાં એમને સ્પોર્ટ કરે છે. લગ્નના લગભગ ત્રણ વર્ષ પછી બન્નેને એક દીકરો થયો અને પછી એના બે વર્ષ બાદ દીકરી.

image source

વિવેક ઓબરોય બોલિવુડના એ એક્ટર્સમાંથી એક છે જેમને પોતાની પહેલી જ ફિલ્મની વખાણ મેળવ્યા. વિવેકનો જન્મ 3 સપ્ટેમ્બર 1976માં હૈદરાબાદમાં થયો હતો. એ જાણીતા એકટર સુરેશ ઓબરોયના દીકરા છે. એમની પહેલી ફિલ્મ રામગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કંપની હતી. એ માટે એમને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ મેલનો એવોર્ડ પણ મળ્યો હતો.

જો કે બોલીવુડમાં એન્ટ્રી દરમિયાન વિવેકની એક્ટિંગ તો બધાને ગમી પણ એમની અમુક ફિલ્મો કઈ ખાસ હિટ ન્ થઈ. ફિલ્મોની સાથે સાથે વિવેક ઐશ્વર્યા સાથેના અફેરની ખબરોને કારણે પણ ચર્ચામાં રહ્યા. ખબરોનું માનીએ તો સલમાન ખાને વિવેકને ધમકાવ્યા હતા એ પછી વિવેકનું ઐશ્વર્યા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.

image source

ઐશ્વર્યા પછી વિવેકની કોઈપણ એક્ટ્રેસને ડેટ કરવાની ખબર નથી આવી. એટલું જ નહીં એ થોડા સમય માટે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. વિવેકે એશ સાથે બ્રેકઅપ થઈ ગયા પછી અરેન્જ મેરેજ કર્યા વિવેકની પત્ની પ્રિયંકા અલ્વા કર્ણાટકના પૂર્વ મંત્રી દિવંગત જીવરાજ અલ્વાની દીકરી છે. વિવેક અને પ્રિયંકાની લવસ્ટોરી ઘણી જ રસપ્રદ છે. વિવેકના માતા પિતા ઈચ્છતા હતા કે વિવેક જલ્દી જ લગ્ન કરી લે જેનાથી એ પોતાનો વીતેલો સમય ભૂલી શકે. વિવેક એ સમયે લંડનમાં પોતાનો માતા યશોધરા ઓબરોય સાથે હતા.

image source

વિવેકની માતાએ એમને કહ્યું કે પ્રિયંકા ફ્લોરેન્સમાં છે અને એ એને મળી આવે પણ વિવેક પ્રિયંકાને મળવા તૈયાર નહોતા. એમને પોતાની માતાને કહ્યું કે જો પ્રિયંકા એમને ગમે છે તો પહેલા એક વર્ષ સુધી એને ડેટ કરશે અને પછી એના આગલા વર્ષે લગ્ન. વિવેકની માતા આ શરત માની ગઈ અને વિવેક પ્રિયંકાને મળવા ફ્લોરેન્સ ગયા. વિવેકને પ્રિયંકા એટલી ગમી ગઈ કે એમને એક વર્ષની પણ રાહ ન જોઈ અને વર્ષ 2010માં લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિવેક છેલ્લી વાર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના દેખાયા હતા, જેમાં એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોલ કર્યો હતો. હવે વિવેક હોરર થ્રિલર ફિલ્મ રોઝી ધ સેફરોન ચેપટરમાં દેખાશે. આ ફિલ્મમાં ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ દેખાશે. આ પલકની ડેબ્યુ ફિલ્મ છે.

image source

બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવતા વિવેક ફિલ્મો સિવાય ખુદનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. વિવેકે પ્રોડ્યુસર તરીકે પોતાની ડેબ્યુ ફિલ્મ Iti- Can You Solve Your Own Murderની ઘોષણા કરી હતી. એટલું જ નહીં એમને ઘણા સ્ટાર્ટ અપમાં પણ ઇન્વેસ્ટ કર્યું છે. એમાંથી મોટાભાગે હેલ્થ અને એજ્યુકેશન સાથે જોડાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!