ટાલિયાપણાંની સમસ્યામાંથી છૂટકારો મેળવવા અજમાવો આ ઉપાય, 100 ટકા છે અસરકારક

આજના સમયમાં દરેક છોકરો અને છોકરી વાળ ખરવાને લઈને પરેશાન છે. ઓછી વયમં જ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેનુ મુખ્ય કારણ છે બદલતી લાઈફસ્ટાઈલ, ખોટી ખાનપાનની ટેવ અને વાળ ની યોગ્ય રીતે દેખરેખ ન કરવી. ધૂળ અને પ્રદૂષણે કારણે પણ આપણા વાળ નબળા અને બેજાન થઈ જાય છે.

આજકાલ ની બદલાતી લાઇફસ્ટાઇલ ને કારણે મહિલાઓ અને પુરૂષોમાં ખરતા વાળ ની સમસ્યા જોવા મળે છે. જેથી કેટલી બ્યુટી ટ્રીટમેન્ટ અને બજારમાં મળતા શેમ્પુ નો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ ફરક જોવા મળતો નથી. પરંતુ આજે અમે તમારા માટે ખરતા વાળ ની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા માટે ઘરેલું નુસખા લાવ્યા છીએ. તો આવો જોઇએ કેટલાક એવા ઘરેલું નુસખા.

image source

તેલ માલિશ

અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ વાળમાં તેલ માલિશ કરવી જોઇએ. નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ તેમજ બદામના તેલ ને મિક્સ કરીને તેનાથી માલિશ કરો. જેનાથી તમને ખૂબ ફાયદો થઇ શકે છે. ખરતા વાળ ની સમસ્યા દૂર થવાની સાથે વાળમાં ચમક પણ આવી જશે.

નારિયેળ

નારિયેળ ને પીસીને તેનો રસ નીકાળી અને રોજ તેનાથી વાળ અને સ્કેલ્પની માલિશ કરો. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થવાની સાથે ટાલિયા પણાની સમસ્યા દૂર થઇ શકે છે.

image source

આંબળા

આંબળામાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. જેનાથી વાળ ઝડપથી વધે છે. આંબળા ની પેસ્ટ બનાવીને તેમા લીંબુ નો રસ મિક્સ કરી લો અને નિયમિત રીતે તેને સ્કેલ્પ પર લગાવો. જેથી વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.

મેથી

મેથી થી વાળ વધારવા ના હોર્મોન વધે છે. જેથી તેનું સેવન વાળ માટે ફાયદાકારક છે. તેની પેસ્ટ બનાવીને આખી રાત રાખી મૂકો. તે પછી સવારે આ પેસ્ટ ને એક કલાક લગાવ્યા પછી વાળ ને શેમ્પુ કરી લો.

image source

મેંદી

હિના એટલે કે મહેદી નો ઉપયોગ હેર કલરિંગ અને કન્ડિશનર તરીકે થાય છે. પરંતુ, વાળ ખરતા અટકાવવામાં પણ મહેંદી ખૂબ ફાયદાકારક છે. સરસવના તેલમાં મિક્સ કર્યા પછી તેને વાળ પર લગાવવાથી વાળ ને શક્તિ મળે છે, અને વાળ ખરતા અટકે છે. તેના ઉપયોગ માટે બાઉલમાં 250 મિ.લી. તેમાં સાઠ ગ્રામ સુકા રોઝમેરી ના પાન સરસવ ના તેલ થી ઉકાળો. પછી તેને ગાળી લો. ઠંડુ થયા પછી બરણીમાં તેલ ઉમેરીને રાખો. તેને દરરોજ લગાવો, તે વાળ ખરવાનું બંધ કરશે.

ખજૂર

આ દિવસોમાં શિયાળાની સીઝન આવી ગઈ છે, અને આ મોસમમાં ખજૂર ખાવાની મજા જુદી છે. ખજૂર માત્ર સ્વાદ ને જ વધારતી નથી, તે તમારા વાળ માટે પણ ખૂબ સારી છે. દરરોજ બે થી ત્રણ ખજૂર ખાવાથી વાળ મજબૂત અને આરોગ્યપ્રદ બને છે. ખજૂર નું તેલ પણ વાળ ખરતા અટકાવે છે. ખજૂરનું સેવન કરવાથી વાળ લાંબા, જાડા અને નરમ બને છે.

ડુંગળી

ઘણીવાર દરેક જણાવે છે કે જો તેમના વાળ ખરી રહ્યા છે તો ડુંગળી નો ઉપયોગ કરો, હકીકતમાં એવું કહેવામાં આવે છે ડુંગળી ડેન્ડ્રફ દૂર કરે છે. આવી સ્થિતિમાં, જો તમે વાળ ખરવા ની સમસ્યાથી પણ પરેશાન છો, તો પછી એક વાટકીમાં ડુંગળીનો રસ કાઢ્યા પછી, તેને સીધા માથા પર પચીસ થી ત્રીસ મિનિટ સુધી લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!