શું તમારી કુંડળીમાં પણ છે આ યોગ? તો બની શકો છો તમે પણ કરજના શિકાર, આજે જ અજમાવો આ ઉપાય અને મેળવો રાહત

આજકાલની જે ભાગદોડ ભરેલી જિંદગી છે, તેનાથી માણસ ખુબ થાકી જાય છે. જીવનમાં દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે જેથી તે સારા પૈસા કમાઈ શકે, જેથી તે પોતાની અને તેના પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. જો કે ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ પૈસા મળતા નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જન્મકુંડળીમાં બેઠેલા કેટલાક ગ્રહો અથવા યોગ ના કારણે પણ આ બની શકે છે.

image soucre

ગ્રહણ યોગ રાહુની સાથે સૂર્ય અને ચંદ્ર જોડાય ત્યારે બને છે. જ્યારે કુંડળીમાં સૂર્ય અને રાહુ એકસાથે આવે અથવા ચંદ્રમા અને રાહુ એકસાથે હોય તો આ ગ્રહણ બને છે. ગ્રહણ યોગ વિપરિત પરિણામ આપનાર યોગ હોય છે. જ્યોતિષાચાર્ય અનુસાર જો કુંડળીમાં ગ્રહણ યોગ છે તો જે ભાવમાં આ યોગ બન્યો છે તે ભાવને પીડિત કરીને તે ભાવથી સંબંધિત વસ્તુઓ અથવા સુખમાં ઘટાડો થાય છે. ગ્રહણ યોગ જે ગ્રહ થી બને છે તે ગ્રહ પણ સ્વયં પીડિત થઇ જાય છે કારણ કે રાહુ, ચંદ્રમા અને સૂર્ય બંને પરમ શત્રુ છે. એવામાં રાહુ સૂર્ય અને ચંદ્રમા બંને ને પીડિત કરે છે.

image soucre

જ્યારે સૂર્ય અને રાહુના એકસાથે આવવાથી ગ્રહણનો યોગ બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં યશ પ્રાપ્ત થતો નથી. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આ વ્યક્તિ ભલે ગમે તેટલું સારું કામ કરે પરંતુ તેને પ્રશંસા પ્રાપ્ત થતી નથી. આ ગ્રહણ થી પીડિત વ્યક્તિને પિતા સુખની પણ કમી વર્તાય છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ જીવનમાં આવતી રહે છે.

image soucre

ચંદ્રમા અને રાહુના યોગથી બનતા ગ્રહણ યોગ થી વ્યક્તિને માનસિક રીતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારના લોકોને માનસિક શાંતિ મળી શકતી નથી. આ પ્રકારના વ્યક્તિ પર નકારાત્મક વિચારો હાવી થતા રહે છે. આ લોકો નાની-નાની બાબતોને લઇને ઘણા પરેશાન રહે છે.

image soucre

જ્યારે કુંડળીમાં ચંદ્રમા કોઈ સ્થાનમાં એકલા હોય તો અને એની આગળ એટલે કે બીજા અને પાછળ એટલે કે બાર મા સ્થાને કોઈ ગ્રહ ના હોય અને ના તેના પર કોઈ ગ્રહ ની દૃષ્ટિ હોય તો આ પરિસ્થિતિમાં કેમદ્રુમ યોગ સર્જાય છે. આ યોગ જે જાતકની કુંડળીમાં સર્જાય તેમને મુશ્કેલીઓ આવે છે. આ યોગને દૂર કરવા માટે ચંદ્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ.

કોઈ ભાવમાં ચંદ્રમાની સાથે રાહુ-કેતુ હોય તો આ સ્થિતિ કુંડળીમાં ગ્રહણ યોગ બને છે. આ યોગને કારણે જીવનમાં અસ્થિરતા આવે છે. વ્યક્તિ નોકરી-વેપારમાં અસ્થિરતા ને કારણે મુશ્કેલી આવતી રહે છે. આ અશુભ યોગના નિવારણ માટે જાતકોએ ચંદ્રના શાંતિ ઉપાય કરવા જોઈએ.

image soucre

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમા પાપી કે ક્રૂર ગ્રહ ની સાથે ત્રિક સ્થાન (છઠ્ઠા, આઠમા તથા બારમા) પર બેઠો હોય તો આ સ્થિતિ કુંડળીમાં અલ્પાયુ યોગનું નિર્માણ કરે છે. આ જાતકો પર હંમેશાં મોતનું જોખમ તોડાતું રહે છે. આથી આ દોષથી બચવા માટે જાતકોએ મહામૃત્યુંજય મંત્ર જાપ કરવો જોઈએ.

image soucre

લગ્નભાવના સ્વામી જો અષ્ટમ ભાવમાં કોઈ શુભ ગ્રહ ના હોય તો કુંડળીમાં ષડ્યંત્ર યોગનું નિર્માણ થાય છે. જે જાતકની કુંડળીમાં આ યોગ સર્જાય છે, તેનાથી ધન સંપત્તિ નષ્ટ થવાની આશંકા રહે છે. આ યોગને કારણે અનેક વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. આ યોગથી બચવા માટે ભગવાન શિવની આરાધના કરવી.