આ રીતે તમારો તકિયો પણ કરી શકે છે તમારી ઊંધ ખરાબ, જાણો કારણ

અેક વાર એવું બન્યું હશે કે તમે તમારા ફેવરિટ પિલો માટે ફાઈટ કરી હશે. પણ જ્યારે આખી રાત તમે તકિયા પર માથું રાખો અને તમને ઈંઘ ન આવે ત્યારે તમારે સમજી લેવું તે તમારા તકિયાની ઉંમર થઈ છે. તમારે તેને ચેન્જ કરવાની જરૂર છે. તકિયાનું કામ સૂતી સમયે તમારા પોશ્ચરને સારું રાખવાનું છે.

image source

જૂના અને ખરાબ ક્વોલિટીના તકિયા તમને મસલ્સ પેનની ફરિયાદનો શિકાર બનાવે છે. આ સમયે તમારે જાણી લેવું જોઈએ કે તમારે તકિયાને ક્યારે રિટાયર કરી દેવા જોઈએ.નવા તકિયા લાવીને તેને ફેવરિટ બનવાનો ચાન્સ આપો. તેનાથી તમને પણ રાહત મળી રહેશે.

image source

જ્યારે તમે તકિયા પર માથું રાખો અને તમને લાગે કે તેમાં ગાંઠ જેવું છે અથવા તો તમને કંઈ ખૂંચે છે તો તમે તકિયો ઉઠાવો અને અંદર ભરેલું રૂ કે ફોમ એક તરફ ખસવા લાગે તો તમારે તેને શેપમાં લાવવો પડે છે. આ રીતે તમને તેની જરૂર લાગે તો તમારે સમજી લેવું કે તમારો તકિયો ખરાબ થઈ ગયો છે. તમારે તેને બદલી લેવો જરૂરી છે.

image source

દરેક તકિયાની એક ખાસ લિમિટ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એક તકિયો 18-24 મહિના સુધી જ કામ કરે છે. આ માટે 2 વર્ષે તો તકિયો ચેન્જ કરી જ દેવો જોઈએ.

image source

જો તમને સમજ નથી પડતી કે તમારો તકિયો ખરાબ થયો છે કે નહીં તો તેને જાણવા માટે તમે એક સિમ્પલ ટેસ્ટ કરો. તમે મુશ્કેલથી 30 સેકંડમાં જાણી શકશો કે તમારો તકિયો બદલવાની જરૂર છે કે નહીં. આ માટે તમે તકિયાને વચ્ચેથી વાળો અને 30 સેકંડ સુધી દબાવીને છોડી દો. જો તકિયો ફરીથી જૂના શેપમાં નથી આવતો તો તમારે સમજી લેવું કે તમારો તકિયો બદલવાની જરૂર છે.

આવો હોવો જોઈએ તકિયો

image source

તકિયો એવો હોવો જોઈએ કે જેનાથી તમારી કરોડ રજ્જૂ યોગ્ય સ્થિતિમાં રહે અને તે સૂતી સમયે તમારી પીઠ અને ગરદનના ભાગને સહારો મળી રહે. કઠોર, નરમ કે વધારે લાંબા શેપના તકિયાનો ઉપયોગ ટાળવો યોગ્ય રહે છે. તે તમારી ગરદનને પૂરતો સપોર્ટ આપી શકતા નથી અને દર્દનું કારણ બને છે. તકિયો એવો હોવો જોઈએ જેનાથી માથું થોડું ઉંચું રાખતા તમારી ગરદન, પીઠ, માથું અને ખભાને સપોર્ટ મળી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત