જો તમારે પણ કરવો.હોય તમારો સ્માર્ટફોન ફાસ્ટ, તો ફોનમાં કરી લો આ Setting

સ્માર્ટફોન જેમ પૂરા થાય તેમ તે સ્લો એટલે કે ધીમા ચાલવા લાગે છે. જો કે એનો અર્થ એ નથી કે તમારો સ્માર્ટફોન હવે કોઈનો નથી રહ્યો. પરંતુ જો તમે આ કારણે તમારા જુના ફોનને બદલે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અમારો આ આર્ટિકલ અચૂક વાંચી લેજો. કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી ટ્રીક જણાવીશું જેના કારણે તમે તમારા જુના ફોનને ફાસ્ટ કરી શકો છો. એટલે નવો ફોન ખરીદવાના હોવ તો ઘડીક થોભી જાવ અને આ આર્ટિકલ વાંચી લો.

સિસ્ટમ અને એપ અપડેટ

image soucre

સૌથી પહેલા તમે તમારા જુના સ્માર્ટફોનના સોફ્ટવેર પેકેજને અપડેટ કરો. ઘણી વખત અપડેટમાં બગ ફિક્સ સિવાય પરફોર્મન્સને પણ ઇનહેન્સ કરવામાં આવે છે. તમારા સ્માર્ટફોનમાં અપડેટ કરવા માટે તમે સૌથી પહેલા Setting માં જાવ અને ત્યાં System update માં જઈને download update પર ક્લિક કરો.

image socure

ત્યારબાદ અપડેટની ઇન્સ્ટોલ કરી લો. હવે એ ચેક કરો કે તમારા સ્માર્ટફોનમાં કઈ એપના ઉપયોગ દરમિયાન ફોન સ્લો ચાલે છે. એ એપ્સ વિશે જાણ્યા બાદ આ સરળ સ્ટેપ્સને ફોલો કરો.

  • >> Google play store માં જાવ.
  • >> Google play store માં ગયા બાદ તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો
  • >> ત્યારબાદ manage apps and device પર ટેપ કરો.
  • >> અહીં તમને આઉટ ડેટેડ એપ્સ વિશે મેસેજ દેખાશે.
  • >> હવે એ એપ્સને પણ અપડેટ કરી લો.

એનિમેશનને ડિસેબલ કરી દો

image source

ઘણા જુના સ્માર્ટફોન એન્ડ્રોઇડના એનિમેશન સરળતાથી હેન્ડલ નથી કરી શકતા. આ માટે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એનિમેશન ફિચરને ડિસેબલ કરી દો. આ માટે તમે તમારા સ્માર્ટફોનના setting માં જાવ અને ત્યાં આપેલા about phone વિકલ્પમાં જાવ. ત્યાં Build.number પર સાત વખત ટેપ કરો. તેનાથી તમારું ડેવલોપર મોડ ઓન થઈ જશે.

ત્યારબાદ Settings > Systems > Developer Options માં જઈને Drawing section સુધી સ્ક્રોલ કરો અને ત્યાં તમને Window Animation Scale માં જેક Animation ઓફ કરી દો.

ત્યારબાદ

અનવોન્ટેડ ફાઇલ્સ અને મીડિયા રિમુવ કરી દો

image soucre

ઘણી વખત આપણા ફોનમાં નકામી મીડિયા ફાઇલ્સ અને શોર્ટ રિલ્સની ફાઈલો જગ્યા રોકીને પડી હોય છે. આ ફાઇલ્સને હટાવી દો. એ સિવાય તમે તમારા સ્માર્ટફોનમાં વપરાશમાં ન હોય તેવી એપ્સ પણ હટાવી દો. આ માટે તમે Settings > Storage > Manage Storage માં જાવ.

image source

અહીં તમને એક વિકલ્પ દેખાશે Delete Unused Apps અને ત્યારબાદ તમે વપરાશમાં ન હોય તેવી એપ્સને સિલેક્ટ કરી ડીલીટ કરી દો. એ સિવાય તમે તમારા સ્માર્ટફોનને ફેકટરી રિસેટ પણ કરી શકો છો. તેનાથી તમારો સ્માર્ટફોન ફાસ્ટ તો થઈ જશે પરંતુ આ પ્રોસેસ કરતા પહેલા તમારી જરૂરી એપ્સ અને ડેટાનું બેકઅપ જરૂર લઈ લેવું.