પાડોશીને મદદ કરતાં રાખો ધ્યાન, સૂર્યાસ્ત બાદ ન આપો આ 2 વસ્તુઓ, થઈ જશો બર્બાદ

ધાર્મિક માન્યતાઓ અનુસાર દાન આપવાથી પુણ્ય મળે છે પણ દાન દરેક સમયે શુભ હોતું નથી. ક્યારેક ખોટા સમયે કરાયેલું દાન તમારી બર્બાદીનું કારણ બની શકે છે. તો જાણી લો કઈ 2 વસ્તુઓને સૂર્યાસ્ત બાદ પાડોશીને આપવાથી પણ અટકવું જરૂરી છે.

image source

ભારતમાં વિવિધ સમુદાયના લોકો રહે છે. દરેક પોતાના ધર્મ અને વિશેષતાઓ સાથે રહે છે. પણ દરેકમાં એક સામાન્ય વાત છે દાન આપવાની. જરૂરિયાત મંદને દાન કરવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. જો તમે ઘરમાં બરકત લાવવા ઈચ્છો છો તો તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો તમે બર્બાદ થશો અને કારણ વિચારતાં પણ તમે આ ભૂલને પકડી શકશો નહીં.

દાન આપવાનો હોય છે ખાસ સમય

image source

ધાર્મિક માન્યતાઓ અનુસાર દાન આપવાથી પુણ્ય મળે છે પણ દરેક સમયે દાન કરવાનું શુભ હોતું નથી. ક્યારેક ખોટા સમયે અપાતું દાન પણ તમારી બરબાદીનું કારણ બને છે. કહેવાય છે કે સૂર્યાસ્તના સમય બાદ દાન કરવું નહીં. તે તમને પણ ડૂબાડી દે છે.

કેટલીક ચીજોનું દાન હોઈ શકે છે હાનિકારક

શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન કરવું શુભ હોય છે. પણ કેટલીક એવી ચીજો પણ છે જેને દાનમા આપવાનું હાનિકારક બને છે. આ ચીજનું દાન કરવાથી ઘરમાં ધન સંપત્તિ ઘટે છે. ભૂલથી પણ આવી ચીજનું દાન સાંજે ન કરવું જોઈએ. સાંજના સમયે કોઈને પણ દૂધ, દહીં, ડુંગળી ન આપો, માન્યતા છે કે તેનાથી ઘરની બરકત અને સુખ સમૃદ્ધિ ઘટે છે.

ચંદ્ર અને સૂર્યનો દૂધ સાથે છે ખાસ સંબંધ

image source

દૂધનો સૂર્ય અને ચંદ્ર સાથે ખાસ સંબંધ માનવામાં આવે છે. લક્ષ્મી અને વિષ્ણુજી સાથે પણ દૂધનો પ્રાચીન સમયથી સંબંધ છે. દિવસ અને રાતના સંધીકાલ સમયે દૂધ કે તેની કોઈ પણ ચીજનું દાન કરવું જોઈએ નહીં. કહેવાય છે કે સાંજના સમયે તેનું દાન કરવાથી ઘરની બરકત ઘટે છે.

દહીંનો શુક્ર સાથે છે સંબંધ

image source

જ્યોતિષમાં કહેવાયું છે કે શુક્રનો દહીં સાથે સંબંધ છે. દહીં સુખ અને વૈભવ આપે છે. આ માટે કહેવાય છે કે દહીં કોઈને પણ સૂર્યાસ્તના સમયે ન આપવું. આમ કરવાથી સુખ અને વૈભવની ખામી જીવનમાં આવે છે.

સાંજે ડુંગળી પણ ન આપો

image source

સાંજના સમયે ડુંગળીનું દાન ન કરો. ડુંગળીનો સંબંધ કેતુ ગ્રહ સાથે હોય છે. કેતુને ઉપરી તાકાતનો સ્વામી ગણવામાં આવે છે. કહેવાય છે તે આ સમયે ડુંગળીના દાનનો સંબંધ જાદુ -ટોના સાથે પણ હોઈ શકે છે.

પ્રાચીન પરંપરામાં જે વર્ષોથી ચાલી આવે છે તેને વિશ્વાસ અને આસ્થઆનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ