હવે વેક્સિન લગાવવા નર્સની જરૂર નહીં પડે, તમે જાતે જ લગાવી શકશો

આગામી સમયમાં ઈન્જેક્શનના દુખાવામાં રાહત મળી શકે છે. શક્ય છે કે ભવિષ્યમાં સોય વગરની રસી આવે અને તેની ખાસ વાત એ છે કે આ રસી પણ વર્તમાન ઈન્જેક્શન કરતા વધુ અસરકારક રહેશે. હવે તમે વિચારતા હશો કે સોય વગર રસી કેવી રીતે લઈ શકાય? તો ચાલો જાણીએ કે સોય વગરની રસી કેવી રીતે કામ કરશે અને તેની વિશેષતાઓ શું છે.

સોયવાળા ઈન્જેક્શન કરતાં વધુ અસરકારક!

image source

વૈજ્ઞાનિકોએ નાની 3D પેચ પ્રિન્ટેડ માઇક્રોનીડલ વેક્સીન વિકસાવી છે. આ રસીને પીડાદાયક સોયના સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આ રસી પર સંશોધન કરવામાં આવ્યું છે. ઉંદર પર પરીક્ષણ દરમિયાન, આ ઇન્જેક્શનમાં ઇન્જેક્ટેબલ રસી કરતાં 10 ગણો વધારે રોગપ્રતિકારક પ્રતિભાવ અને 50 ગણો વધારે ટી-સેલ અને એન્ટિજેન-વિશિષ્ટ એન્ટિબોડી પ્રતિભાવ હોવાનું જણાયું હતું.

ડોક્ટર, નર્સેની રાહ જોવી નહીં પડે

image soure

એક અહેવાલ મુજબ, ખાસ વાત એ છે કે આ ઇન્જેક્શન આપવા માટે તમારે નર્સ કે ડોક્ટરની રાહ જોવી નહીં પડે, પરંતુ જરૂર પડે તો તમે તેને જાતે લઇ શકો છો. સોયવાળા શોટની તુલનામાં તે પીડારહિત હશે. સિક્કા કરતા નાના પોલિમર પેચની આ રસી માટે ઓછી માત્રાની જરૂર પડશે. જેમને ‘સોય ફોબિયા’ છે, તેમના માટે ઘણી રાહત થશે. સોય ફોબિયાને ટ્રાયપેનોફોબિયા કહેવામાં આવે છે, આ કારણે ઘણા લોકોને કોરોનાની રસી નથી લઈ રહ્યા. આવા સંજોગોમાં, આ રસી ખૂબ અસરકારક રહેશે.

મનુષ્યો પર ટ્રાયલ બાકી

image source

જોકે સંશોધકોએ હજુ સુધી માનવીઓ પર આ પેચની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી નથી. મનુષ્યો પર ક્લિનિકલ ટ્રાયલ પછી, તેના બજારમાં પ્રવેશવાનો માર્ગ ખુલશે. કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક જોસેફ એમ. ડેસિમોને જણાવ્યું હતું કે, ‘આ ટેકનોલોજી વિકસાવવામાં, ઓછી માત્રા, પીડા રાહત અને સલામતીની પદ્ધતિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર વિશ્વમાં ખૂબ જ અસરકારક બની શકે છે.

રસી પેચ કેવી રીતે કામ કરશે?

image soure

પોલિમર માઇક્રોનેડલ રસી પેચ CLIP પ્રોટોટાઇપ 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને છાપવામાં આવે છે. માઇક્રોનીડલ્સને રસી પ્રવાહી સાથે કોટેડ કરવામાં આવશે. ચામડીના સ્તરમાં પ્રવેશ્યા પછી, રસીનું પ્રવાહી ઓગળી જશે. આ રસી દ્વારા દવા સ્નાયુઓ સુધી પણ પહોંચી શકશે.