કોરોના કાળમાં કાશ્મીર ના જવાય તો અચુક લેજો ગુજરાતના આ મીની કાશ્મીરની મુલાકાત, થઇ જશો એકદમ રિલેક્સ

વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગર તાલુકામાં આવેલા પોળો ફોરેસ્ટે જાણે નવવધુનાં શણગાર સજ્યા છે અને હાલ તેના આ શણગાર માણવા ગુજરાત સહિત રાજસ્થાનમાંથી હજારો પર્યટકો ઉમટી પડે છે.

image source

સાબરકાંઠા જીલ્લાનાં મીની કાશ્મીર એવાં વિજયનગરનાં પોળો ફોરેસ્ટમાં લીલાછમ વૃક્ષો, વહેતાં ઝરણા અને
ચો તરફ વેરાયેલી હરિયાળીનો નજારો જોવા મળે છે. અહીં પ્રકૃતિએ ખોબલે-ખોબલે સુંદરતા વેરી છે. અહીંનાં જંગલો હજારો વર્ષ જુનાં પ્રાચીન સ્થાપત્યોને રક્ષીને આજે પણ અકબંધ ઉભા છે. અહીંના  કલા, કોતરણી અને પ્રકૃતિના સુભગ સમન્વયને જોવા-માણવા માટે દરરોજ હજારો લોકો માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ ઉમટી પડે છે. આંખોને ઠારતા આ આરણ્યોમાં શિવ અને જીવનો પણ સમન્વય થયો છે. આ જંગલોની વચ્ચે વિરેશ્વર મહાદેવ અને સારણેશ્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ માસમાં અહી ભોળાનાથની ભક્તિ પણ થઇ જાય છે. તો સાથે-સાથે વહેતાં ઝરણાની સાથે સેલ્ફી પણ લેવાઈ જાય છે. ખાસ કરીને મોટાભાગના લોકો તો અહીં પ્રકૃતિ અને વન્યજીવોની ફોટોગ્રાફી કરવા માટે ખાસ ઉમટી પડે છે. તો અહીંના ડુંગરોમાં ટ્રેકિંગ અને ઘોડેસવારી કરતા લોકો પણ ઠેર-ઠેર જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે, માત્ર ચોમાસાની ઋતુમાં નહીં પણ બારેમાસ પર્યટકોનો ધસારો રહે છે અને તેના કારણે રાજ્ય સરકાર પણ આ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવી રહ્યું છે. જો તમે પ્રવાસના શોખીન હોવ
અને એમાંય કુદરતી સૌંદર્યમાં ફોટોગ્રાફી ગમતી હોય તો ઉપડી જાઓ પોળો.

image source

પોલો સિટી હર્ણાવ નદી બાજુમાં પથરાયેલું છે, એક પૌરાણિક પાણીનું માળખુ જેની પુરાણોમાં પણ નોંધ લેવામાં આવી છે. 10મી સદીમાં ઈડરના પરિહર રાજા દ્વારા નિર્માણ પામેલું અને તેને મારવાડના રાઠોડ રાજપૂતે જીત્યું હતું. પોળના નામ પરથી આ નામ પાડવામાં આવ્યું છે. મારવાડીની ભાષામાં તેને ‘ગેઈટ’ તરીકે ઓળખવામાં આવે છે જે લોકો રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે રહે છે.ડેમ ખરેખર હર્ણાવ નદીની બાજુમાં નિર્માણ પામ્યો છે, આ ડેમ એન નાનો ચેક ડેમ છે. બારેમાસ વહેતું નાનું ઝરણું. ત્યાં એક નાનો બ્રિજ છે જેને કોસ કરતા જ તમને સુંદર જંગલ તરફ લઈ જશે. આ બ્રિજ બાળકો માટે એક સારી અને નાની ટ્રીપ જેવું લાગે. ત્યાંથી પસાર થવાની મજાં આવી કેમ ક્યાં ત્યાં પાણીનો વહેતો ધોધ છે. ત્યાંથી માત્ર સો મીટર દૂરથી જ તમને પૌરાણિક મંદિરોનો નજારો દેખાઈ આવે.

image source

મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારો

ધુમ્મસ ભર્યા વાતાવરણથી પોળો ફોરેસ્ટમાં અદ્વભુત નજારો

પોળો ફોરેસ્ટની ગીરી કંદરાઓના શિખર ઠંકાયા

અરવલ્લીની ગીરીકંદરાઓમાં અને ઝરણાઓ મનમોહક વાતાવરણ

image source

ખળ ખળ ઝરણા વચ્ચે કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો

કયા સમયે અહીં જવું જોઈએ : નવેમ્બરથી જાન્યુઆરી

એક વાત યાદ રાખવી કે અહીં જાવ ત્યારે પીવા માટેનું પુરતું પાણી અને જમવાનું સાથે રાખવું. કારણ કે ઈડર બાદ વિજયનગર રોડ પર એકપણ હોટલની સુવિધા નથી જેનાથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

પોલો ફોરેસ્ટ નથી જોયું, તો કશું નથી જોયું…

image source

એક રાત તો વિતાવો પોલો ફોરેસ્ટ માં…

પ્રકૃતિ ના ખોળે કુદરતના સાનિધ્યમાં…

અદ્દભુત નજારો જોવા એકવાર તો અવશ્ય પધારો…

અહીં પહાડોની ગિરિમાળાઓ વચ્ચે પથરાયેલા છે

પવિત્ર ગુજરાતી સાહિત્યના વારસા સમાન

image source

વર્ષોથી અખંડ ઊભા રહેલા જુનવાણી અને મનમોહક મંદિરો

જે આપણી નજરોને આક્રષિત કરશે…

એકવાર જોવા જરૂર પધારો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત