Republic Day 2021: ગણતંત્ર પર ભારત કરશે શક્તિ પ્રદર્શન, આ વર્ષે પરેડમાં સામેલ થશે આ ખાસ વિમાન

આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડ (Republic day parade) માં વાયુસેનાના કુલ 38 વિમાન સામેલ થશે અને ચાર વિભાન ભારતીય થલ સેનાના હશે. મહત્વનું છે કે પાછલા વર્ષે ફ્રાન્સથી આઠ રાફેલ જેટ વિમાન ભારત આવ્યા છે.  આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં 15 લડાકૂ વિમાન ગર્જના કરશે તો 21 હેલિકોપ્ટર પણ પોતાનો દમ દેખાડશે. પરેડમાં કોઈ પણ ખામી ન રહે તે માટે વાયુસેનાના જવાનો રોજ 7-8 કલાકનો અભ્યાસ કરી રહ્યા છે.

image source

આ સાથે આ પરેડમાં રાફેલ વિમાનને પણ સામેલ કરવામાં આવશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં 15 લડાકૂ વિમાન અને 21 હેલિકોપ્ટર તેમની ગર્જના દેખાડશે. પરેડમાં કોઈ ખામી ન રહે તે મટે વાયુસેનાના જવાનો રોજ 7-8 કલાકની પ્રેકિટસ કરી રહ્યા છે. વાયુસેનાને 2011, 2012, 2013 અને ગયા વર્ષે બેસ્ટ માર્ચિંગનો પણ એવોર્ડ મળ્યો છે. વાયસેનાની કોશિશ છે કે આ વર્ષે તેમને બેસ્ટ માર્ચિંગનો એવોર્ડ મળે. ભારતીય વાયુસેનામાં હાલમાં સામલે થયેલા રાફેલ વિમાનને પણ આ વર્ષે પરેડમાં સામેલ કરાશે. ફ્લાઈપાસ્ટ સમાપન આ વિમાનના વર્ટિકલ ચાર્લી ફાર્મેશનમાં ઉડાન ભરવાથી થશે. વર્ટિકલ ચાર્લી ફાર્મેશનમાં વિમાનમાં ઓછી ઉંચાઈએ ઉડાન ભરવામાં આવે છે અને તે સીધું ઉપર જાય છે અને પછી કલાબાજી દેખાડીને એક ઉંચાઈએ સ્થિર થાય છે.

26 જાન્યુઆરીએ ફ્લાઈપાસ્ટમાં વાયુસેનાના કુલ 38 વિમાન અને થલ સેનાના 4 વિમાન  સામેલ થશે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફ્લાઈ પાસ્ટનું સમાપન રાફેલ વિમાનના વર્ટિકલ ચાર્લી ફાર્મેશનથી થશે. વાયુશક્તિ ક્ષમતામાં ત્યારે વધારો થયો જ્યારે 10 સપ્ટેમ્બરે ફ્રાંસના બનેલા 5 બહુ ઉદ્દેશીય રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થયા.

આ વર્ષે 26 જાન્યુઆરીએ ફ્લાઈપાસ્ટમાં વાયુસેનાના કુલ 38 વિમાન અને થલ સેનાના 4 વિમાન  સામેલ થશે. ફ્લાઈ પાસ્ટ પારંપરિક રીતે 2 ખંડમાં વિભાજિત થશે. પહેલું પરેડ સાથે10.04 વાગ્યાથી 10.20 વાગ્યા સુધી અને બીજા ખંડમાં 11.20થી 11.45 વાગ્યા સુધી રહેશે. પહેલાં ખંમાં 3 ફોર્મેશન રહેષે અને પહેલું નિશાન ફોર્મેશન હશે. તેમાં 4 એઆઈ17વી5 સામેલ કરાશે જે રાષ્ટ્રીય ધ્વડ અને સેનાના 3 અંગોને માટે ફ્લેગ લહેરાવશે. આ સાથે આર્મી એવિએશન કોરના 4 હેલિકોપ્ટર ધ્રૂવ ફોર્મેશન બનાવશે.

આવો રહેશે સમગ્ર કાર્યક્રમ

image source

મળતી માહિતી અનુસાર અંતિમ ફોર્મેશન રુદ્ર હશે જે 1971ની લડાઈમાં દેશની જીતની 50મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તેઓએ કહ્યું કે તેમાં એક ડકોટા વિમાન અને 2 એમઆઈ17વી5 હેલિકોપ્ટર સામેલ થશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે 1971માં યુદ્ધમાં પાકિસ્તાન પર પોતાના વિજયની જીત બાદ વર્ષભર ઉજવણી કરી હતી.

ત્યારબાદ બાંગ્લાદેશનું નિર્માણ થયું. ફ્લાઈ પાસ્ટના બીજા ખંડમાં 9 ફોર્મેશન હશે. જેમાં સુદર્શન, રક્ષક, ભીમ, નેત્ર, ગરુડ, એકલવ્ય, ત્રિનેત્ર, વિજય અને બ્રહ્માસ્ત્ર પણ સામેલ થશે. આ સિવાય ફ્લાઈપાસ્ટના બીજા ખંડમાં  એક રાફેલ, 2 જગુઆર અને મિગ 29 વિમાનની સાથે એકલવ્ય ફોર્મેશન રહેશે. આ સાથે સામાન્ય લડાકુ વિમાન તેજસ, હળવા લડાકૂ હેલિકોપ્ટર, સુખોઈ-30 એમકેઆઈ અને રોહિણી અને રડારના મોડલને પણ પ્રદર્શિત કરાશે.

અટારી બોર્ડર પર આ વર્ષે કોઈ સંયુક્ત પરેડ નહીં

image source

સમાચાર એજન્સી એએનઆઈના હવાલાથી જાણવા મળ્યું કે, આ વર્ષે અટારી બોર્ડર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સંયુક્ત કે શેર પરેડ થશે નહીં. આ પહેલા બંન્ને દેશ ગણતંત્ર દિવસના અવસર પર પોતાની સરહદોની બંન્ને તરફથી એક સાથે પરેડ કરતા હોય છે. કોવિડ-19ના પ્રતિબંધોને કારણે આ વર્ષે અટારી પર જનતાને ભેગા થવાની મંજૂરી આપવામાં આવી નથી. સીમા સુરક્ષા દળ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, ગણતંત્ર દિવસના અવસર પર કોઈ સંયુક્ત પરેડ થશે નહીં. હાલ સરહદ પર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી પાકિસ્તાને પોતાની જનતાને બોલાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન સાથે જારી તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતે વિભિન્ન અવસરો પર તેને મિઠાઈ આપવાનું બંધ કરી દીધુ હતું. બીએસએફના સૂત્રએ દાવો કર્યો કે, આ સપ્તાહે ગણતંત્ર દિવસના આયોજનને લઈને બંન્ને દેશો વચ્ચે બેઠક થવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત