તમને પણ છે મોડી રાતે ખાવાનું ખાવાની આદત તો થઈ શકે છે આ ગંભીર બીમારી, જાણો નુકસાન

અનેક લોકોને મોડી રાતે ખાવાનું ખાવાની આદત હોય છે. આ આદત તેમના સ્વાસ્થ્યને માટે જોખમ રૂપ બની શકે છે. યોગ્ય વાત તો એ છે કે તમારે રતે 8થી 9 વાગ્યાના સમયે ખાવાનું ખાઈ લેવું જોઈએ. આ પછી સવારે તમે ઉઠો છો તો તમે એનર્જેટિક અનુભવ કરો છો. યોગ્ય ઊંધ અને ભોજન કરવાથી તમે ખાસ અને હેલ્ધી અનુભવ કરશો.

image source

રાતે મોડેથી ખાવાનું ખાવાથી નુકસાન થવાના અનેક કારણો છે. રાતે બોડીના અનેક ફંક્શન સ્લો થઇ જાય છે. તેમાં ડાઇજેશન પ્રોસેસ, મેટાબોલિઝમ પણ સામેલ છે. લેટ નાઇટ ડિનરની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ એસિડ રિફ્લક્સ છે. જેના કારણે અન્ય અનેક બિમારીઓ પણ થવાની શક્યતા રહે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે લેટ નાઇટ ડિનર કરવાના 10 મોટા નુકશાન. જેનાથી તમારા શરીરને આ સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.

એસિડ રિફ્લ્ક્સ

image source

લેટ ડિનર કરીને સૂવાથી પેટના એસિડની નળીથી મોઢામાં આગ લાગે છે. તેનાથી બળતરા, એસિડિટી સિવાય અલ્સર અને કેન્સરની સમસ્યા થઇ શકે છે.

કેન્સર

એસિડ રિફ્ક્લ્ક્સને કારણે વારેઘડી ગળાની અંદરનો ભાગ અસર પામે છે. તેના કારણે ગળાની કે ખાવાની નળીનું કેન્સર પણ થઇ શકે છે.

જાડાપણું

રાતના સમયે ડાઇજેશન પ્રોસેસ ધીમી થાય છે. તેનાથી બોડીમાં ફેટ જમા થવા લાગે છે અને સાથે જાડાપણું પણ વધી શકે છે.

ડાયાબિટિસ

image source

રાતના સમયે મોડેથી જમાવાના કારણે શરીરનું મેટાબોલિઝમ પ્રોસેસ સારી રીતે કામ કરી શકતું નથી, તેનાથી શુગર લેવલ વધે છે અને ડાયાબિટિસ થઇ શકે છે.

ઊંઘની સમસ્યા

લેટ ડિનર કરવાથી ડાઇજેશન પ્રોસસ સ્લો થાય છે. પેટમાં ગેસ અને એસિડિટી થવાથી ઊંઘ આવવામાં તકલીફ થઇ શકે છે.

સ્ટ્રેસ

લેટ ડિનરને કારણે ઊંઘ સારી રીતે પૂરી થતી નથી. તેના કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યા થઇ શકે છે.

પેટ ફૂલવું

image source

લેટ ડિનર બાદ ડાઇજેશન સારી રીતે થઇ શકતું નથી. ગેસને કારણે પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે.

યૂરિન સમસ્યા

ડાઇજેશનની પ્રોસેસમાં યૂરિન આવે છે. પણ તે સમયે ઊંઘમાં હોવાના કારણે તમે બાથરૂમ જવાનું અવોઇડ કરતા હોવ છે. તેના કારણે યૂરિનની સમસ્યા થઇ શકે છે.

ગળાની તકલીફ

લેટ નાઇટ ડિનર પછી પેટનો એસિડ ખાવાની નળીની મદદથી ગળા અને મોઢામાં આવે છે. તેનાથી ગળાની તકલીફ, કફ, અસ્થમા થઇ શકે છે.

હાઇ બીપી

image source

લેટ નાઇટને કારણે બોડીમાં ફેટ જમા થવા લાગે છે. આ ફેટ લોહીની નળીઓને સાંકડી કરે છે અને સાથે હાઇ બીપીની સમસ્યા રહે છે.