ઓ બાપ રે! આ મહિલાને કોરોનાને મ્હાત આપ્યા પછી થયુ કંઇક એવું કે…જાણો અને તમે પણ રહો સાવચેત નહિં તો…

મિત્રો, સમગ્ર વિશ્વમા લાખો લોકો કોરોના વાયરસના સંક્રમણથી પરેશાન છે. પ્રવર્તમાન સમયમા કરોડો લોકો આ કોરોના મહામારીની જંગ જીતી ચુક્યા છે ત્યારે સામાન્ય રીતે આપણા મનમા એવો વિચાર આવતો હોય છે કે, કોવિડ-૧૯ થી સાજા થયા બાદ બધુ પહેલા જેવુ સામાન્ય થઈ જાય છે, તો તમારો આ વિચાર આજનો આ લેખ ખોટો સાબિત કરી શકે છે.

image source

હાલ, જે લોકો કોરોનાને હરાવી ચુક્યા છે તેનામા પોસ્ટ કોવિડ પીરિયડ દરમિયાન શારીરિક ક્ષમતામાં ફેરફાર એટલે કે નબળાઇની ફરિયાદની સાથે ખાવા-પીવાનો સ્વાદ ભૂલવા અને સૂંઘવાની ક્ષમતા પ્રભાવિત થવાની ફરિયાદ સામે આવી રહી છે. આજે આ લેખમા અમે તમને બ્રિટનની એક એવી કોરોના યોદ્ધા સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેની મુશ્કેલી જાણીને તમે ચોંકી જશો.

image source

વાત છે ઈંગ્લેન્ડના કેન્ટની ૪૪ વર્ષીય સારા ગોવિયરની કે, જે મે માસમા કોરોના સંક્રમણનો શિકાર બની હતી. યોગ્ય સારવાર બાદ તે સાજી તો થઈ ગઈ પરંતુ, હવે તેને વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેણીએ જણાવ્યુ કે, કોરોનાથી સાજા થયા બાદ તે પોતાના ફેવરેટ ફૂડનો સ્વાદ લઈ શકતી નથી એટલે કે તેની સ્વાદગ્રંથી યોગ્ય રીતે કાર્ય કરી રહી નથી.

image source

તેણીનુ કહેવું છે કે, તે જે વસ્તુને ખાવાનુ પસંદ કરે છે તેમા તેને સુગંધની જગ્યાએ દુર્ગંધનો અનુભવ થાય છે. નોનવેજિટેરિયન ફૂડમા તેને પરફ્યૂમ જેવો અને ટૂથપેસ્ટમાંથી પેટ્રોલ જેવો સ્વાદ આવી રહ્યો છે. તે હાલ કોફીનો સ્વાદ પણ ભૂલી ચુકી છે.

image source

તેને કોફીનો સ્વાદ સિગારેટના ધુમાડા જેવો લાગી રહ્યો છે તથા ચોકલેટ અને કેકમાંથી પણ તેને વિચિત્ર સ્મેલ આવે છે. પોતાના પસંદગીના ફૂડનો ટેસ્ટ તો હાલ તે સાવ ભૂલી જ ચુકી છે અને તે વાતથી તે હાલ ખબ જ પરેશાન છે. તે હાલ વિચારી રહી છે કે, એવું તો તે શું ખાય કે, જે તેની જીભને પસંદ હોય.

મેડિકલ ભાષામા સારામા જોવા મળતા આ લક્ષણોને “પૈરોસ્મિયા” કહેવામા આવે છે જેમાં લોકો પસંદગીની વસ્તુને પણ નાપસંદ કરવા લાગે છે. ડોક્ટરોના મત મુજબ કોરોનાનો વાયરસ પીડિતના નાકના રિસેપ્ટર નર્વ એંડિંગ્સને સાવ નષ્ટ કરી દે છે. અહી જાણવા જેવી બાબત એ છે કે, નાકમાં રહેલ નર્વ એંડિંગ્સ જ મગજની સહાયતાથી કોઈ વસ્તુના સ્વાદની જાણકારી મેળવે છે.

image source

જ્યારે નર્વ એંડિંગ્સ ખરાબ થાય છે ત્યારે વ્યક્તિ પૈરોસ્મિયાના લક્ષણોનો શિકાર થાય છે. આનો અર્થ એવો છે કે વ્યક્તિ તેણી સુંઘવાની તથા સ્વાદ પારખવાની શક્તિ ખોય બેસે છે. સારાએ તેની આ તકલીફ વિષે સોશિયલ મીડિયામાં વાત કરતા જાણવા મળ્યું કે તેના જેવા હજારો લોકો છે જેની સાથે આ સમસ્યા થઈ રહી છે ત્યારે આ કોરોનાની સમસ્યા લોકો માટે હજુ પણ ક્યા નવા અનુભવ લાવે છે, તે જોવાનુ રહ્યુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત