તારક મહેતા..ના પોપટલાલ અસલ જીવનમાં છે કરોડપતિ, વસૂલે છે અધધધ…ફી, આવી જીવે છે જલસાની જીંદગી

ફેમસ ટેલિવિઝન સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી ભારતીય દર્શકોને હસાવવાનું કામ કરે છે. શો ના દર્શકો માટે હવે સિરિયલના કોઈ પાત્ર અજાણ્યા નથી રહ્યા. આ સીરિયલમાં ઘણા પાત્રો પતિ પત્ની તરીકે રહે છે પરંતુ એક પાત્ર એવું છે જે લગ્ન કરવા માટે ઉત્સુક છે અને તેના લગ્ન નથી થઈ રહ્યા અને તે પાત્ર એટલે પોપટલાલ. સીરિયલમાં પોપટલાલનું પાત્ર ભજવતા કલાકારનું અસલી નામ શ્યામ પાઠક છે અને રિયલ લાઈફમાં તેની જિંદગી સાવ અલગ જ છે. ત્યારે આજના આ લેખમાં આપણે તેના અંગત જીવન અને ફી વિશે જાણીશું.

બનવું હતું CA અને બની ગયા કલાકાર

असली में ऐसी है 'Taarak Mehta Ka Ooltah Chashmah' के पोपटलाल की जिंदगी, लेते हैं इतनी मोटी फीस
image source

શ્યામ પાઠકે પહેલા તેનું કેરિયર કોઈક અલગ ક્ષેત્રમાં જ બનાવવાનું વિચાર્યું હતું. તેઓએ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો.હતો પરંતુ એક એક્ટિંગમાં તેને રસ જાગતા તેનો CA નો કોર્ષ અધુરો રહી ગયો હતો અને તેઓએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લઈ લીધું.

એક્ટિંગના ક્ષેત્રમાં જ મળ્યા જીવનસાથી

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં લગ્ન કરવા માટે કોઈપણ જોખમ ખેડી લેતા પોપટલાલના રિયલ જીવનમાં જ્યારે તેઓ એક્ટિંગની દુનિયામાં પ્રવેશી જ રહ્યા હતા ત્યારે રેશમી તરફ આકર્ષાયા હતા જે આગળ ચાલીને તેની પત્ની બની હતી.

રિયલ લાઈફમાં બાળકોના પિતા છે પોપટલાલ

image source

પોપટલાલ અને રિયલ લાઈફમાં શ્યામ પાઠક અને તેમના પત્ની રેશમી પહેલા મિત્ર બન્યા અને બાદમાં જીવનસાથી બન્યા હતા. બન્નેએ લવ મેરેજ કર્યા હતા અને લગ્નજીવનમાં તેમને ત્રણ બાળકો છે. એક દીકરો પાર્થ, એક દીકરી નિયતિ અને એથી નાનો દીકરો શિવમ છે.

એક એપિસોડ માટે આટલી ફી લે છે પોપટલાલ

image source

અહેવાલ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલ એક એપિસોડમાં કામ કરવા માટે મોટી રકમ લે છે. એવું કહેવાય છે કે તેઓ એક એપિસોડ માટે 60,000 રૂપિયા ફી લે છે જો કે આ માહિતીને સત્તાવાર સમર્થન પ્રાપ્ત નથી. એ ઉપરાંત તેઓ અનેક જાહેરખબરમાં પણ નજરે પડે છે.

મર્સીડિઝ કારમાં ફરે છે પોપટલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પોપટલાલને ભલે એક કંજૂસ પાત્ર દેખાડવામાં આવે પરંતુ રિયલ લાઈફમાં શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ પાસે પોતાની લકઝરી કાર છે. સમાચાર મુજબ તેની પાસે લગભગ 50 લાખ રૂપિયાની મર્સીડિઝ કાર અને એક ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર પણ છે. નોંધનીય છે કે શ્યામ પાઠક સોશ્યલ મીડિયા પર પોતાના પરિવારની બહુ જૂજ તસવીરો જ જાહેર કરે છે.

વર્ષ 2008 થી થઈ રહ્યું છે પ્રસારણ

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલ સોની સબ ચેનલ પર પ્રસારિત થનારા સૌથી લોકપ્રિય શો પૈકી એક છે જે જુલાઈ 2008 માં પ્રથમ વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને ત્યારથી આ ટેલિવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શો એક ગુજરાતી સાપ્તાહિક કોલમ ” દુનિયા ને ઊંધા ચશ્મા ” પર આધારિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!