લોહીથી લથબથ હાલતમાં આ શખ્સ મદદ માંગતો રહ્યો પણ કોઈને ન આવી દયા, પાડોશીએ તો હદ વટાવી નાંખી

નાની નાની વાતમાં થયેલી દુશ્મની લોકો હવે લાંબા સમય સુધી યાદ રાખી રહ્યાં છે જેનાં પરિણામે ઘણી વખત વાત હત્યાં સુધી પહોંચી જતી હોય છે. કંઈ પણ કરીને બસ પોતાનો બદલો પૂરો કરવાનું ભૂત માણસના મગજમાં ઘર કરી જાય છે. આવો જ એક કિસ્સો ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે. આ કિસ્સો ઉજ્જૈન પાસેના નાગડામાં એક માણસે તેના જ પાડોશી પર છરી વડે હુમલો કર્યો હતો. પરંતુ તે પછી જે બન્યું તે વધુ શરમજનક છે.

image source

મળતી માહિતી મુજબ જે વ્યક્તિ પર હુમલો થયો હતો તે ખુબ જ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હતો. તેણે જ્યારે પડોશીઓની મદદ માંગી હતી ત્યારે તેઓએ તેને ઘરની બહાર લાત મારી અને કાઢી મૂક્યો હતો. તે હાથ જોડીને મદદની માંગ કરતો રહ્યો પણ કોઈને તેનાં માટે સહેજ પણ દયા આવી નહીં. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આ સાથે જાણવાં મળી રહ્યું છે કે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો જાણવા મળ્યુ છે કે નાગડાના પ્રકાશ નગરમાં રહેતા રાજેન્દ્ર ગુર્જર (50 વર્ષ) રાબેતા મુજબ કારખાનામાં જવા માટે પોતાનાં ઘરેથી નીકળ્યો હતો. રાજેન્દ્ર પ્રકાશ નગરની શેરી નંબર ચારમાં જ હતો અને તેની નજીકમાં રહેતા યોગેશ શર્મા રાજેન્દ્રને ત્યાં રોકાયો હતો. જેવો રાજેન્દ્ર ત્યાં ઉભો રહ્યો કે તરત જ યોગેશ તેને તીક્ષ્ણ છરીઓથી માર મારવા લાગ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ તેનો અવાજ સાંભળીને કેટલાક લોકો પણ બહાર આવી ગયા હતાં પણ કોઈ આગળ આવ્યું નહીં .

નવાઈની વાત એ છે કે કોઈ પણ પાડોશીએ મદદ ન કરી. આ દરમિયાન રાજેન્દ્રએ પોતાનો જીવ બચાવવા માટે એક ખૂલ્લું ઘર દેખાઈ રહ્યું હતું તે તરફ દોડ્યો અને ઘરમાં અંદર જઈને મદદ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાડોશીએ આ ઘાયલને ઘરની બહાર ધકેલી દીધો. આ પછી ઘરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. ગંભીર હાલતમાં રાજેન્દ્રને નાગડાની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવાં મળી રહ્યું છે. આ બાબતે જ્યારે રાજેન્દ્ર સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેણે કહ્યું કે આરોપી યોગેશે તેને રસ્તામાં અટકાવ્યો હતો અને કહ્યું કે તું તંત્ર ક્રિયા કરે છે અને પછી તેણે છરી વડે હુમલો કર્યો હતો.

આવી જ એક બીજી શરમજનક ઘટના ગઈકાલે પણ બની હતી. શનિવારે ઉજ્જૈન શહેરના ફ્રી ગંજમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક યુવકને ગોળી વાગતાં રસ્તા પર પડી ગયો હતો. આ સમય દરમિયાન લોકો બસ મુખદર્શક બનીને જોતાં રહ્યાં હતાં. ઘાયલ થયેલાં તે યુવાનને હોસ્પિટલમાં લઈ જવાને બદલે જોનારાઓ તેના ફોટા અને વીડિયો બનાવતાં રહ્યાં.

તે યુવક વિનંતી કરતો રહ્યો પરંતુ કોઈ તેની મદદ માટે આગળ આવ્યું ન હતું. આ અંગે મળતી માહિતી મુજબ કીર્તિ નગર નિવાસી લોકેશ ઉર્ફે કાજુ પિતા રામચંદ્ર ઠાકુરને આયુષ ઉર્ફે બાચા પાસેથી પિસ્તોલથી ગોળી મારી હતી. ગોળી લોકેશના પેટમાં લાગી. ઘટના સમયે લોકેશ ફ્રી ગંજમાં બાઇક પર બેઠો હતો તેવું સામે આવ્યું છે.

ગોળી વાગતાં જ લોકેશ પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો અને બાઇક લઇને ઝીરો પોઇન્ટ બ્રિજ થઈને દરગાહ મંડી ચોકડી પાસે પહોંચ્યો હતો. આ પછી ત્યાં પહોંચીને તે બેભાન થઈ ગયો અને રસ્તા પર પડી ગયો હતો. બંને હત્યાનાં કાવતરા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!