તારક મહેતા..ના કલાકારો આ ચહેરાની એન્ટ્રી જોઇને થઇ જશે સ્તબ્ધ, જે જેઠાલાલને કરશે…

ટીવી શો ‘ઈશ્કબાઝ’માં જોવા મળેલ નવીના બોલેની લાંબા મેટરનીટી બ્રેક પછી ધમાકેદાર વાપસી કરી છે. નવીના બોલે પોપ્યુલર સિટ- કોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી શોમાં જોવા મળી શકે છે.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં નવીના બોલેનો એક કેમિયો છે. જેમાં નવીના બોલે સાયકાયટ્રીસ્ટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. જે જેઠાલાલની ઊંઘ આવવાના ડીસઓર્ડરનો ઉપચાર કરશે. જો કે, નવીના બોલે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફક્ત ૨- ૩ એપિસોડમાં જ જોવા મળશે. કેટલાક દિવસ પહેલા જ નવીના બોલેએ એના માટે શુટિંગ કરી હતી.

image source

પહેલા પણ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કર્યું છે નવીના બોલેએ :

એના પૂછવામાં આવ્યું ત્યારે નવીના બોલેએ કહ્યું છે કે, ‘હા મેં શો કર્યો હતો. મેં પહેલા પણ આ શોમાં કામ કરી લીધું છે. ઉપરાંત જયારે પણ હું આ શોમાં કામ કરું છું તો ડોક્ટર જ બનીને રોલ પ્લે કરવાનો હોય છે. છેલ્લી વાર હું ફિટનેસ કોચ બની હતી અને આ વખતે હવે હું સાયકાયટ્રીસ્ટનો રોલ પ્લે કરવાની છું.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સાથે જોડાઈને મને હંમેશા જ સારું લાગે છે. આ એક સારો, સાફ- સુથરો અને એન્ટરટેનિંગ શો છે. આ શો ખુબ જ પોપ્યુલર પણ છે અને એટલા માટે પાછા ફરવા માટે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એકદમ પરફેક્ટ છે.’

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન શૂટ માટે તૈયાર હતી નહી નવીના બોલે.:

image source

અભિનેત્રી નવીના બોલે દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન શુટિંગ કરવાને લઈને મૂંઝવણ અનુભવી રહી હતી. કેમ કે, તેના ઘરે નાનું બાળક પણ છે. આ વિષે અભિનેત્રી નવીન બોલે કહે છે કે, પહેલા હું શુટિંગને લઈને મૂંઝવણમાં હતી કેમ કે, મારા ઘરે નાનું બાળક પણ છે.

image source

પરંતુ મેં સાંભળ્યું હતું કે, શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સેટ પર ખુબ જ સાવધાની અને સુરક્ષા રાખી રહી છે. મારા મેકઅપ દરમિયાન પણ મેકઅપ ટીમએ પીપીઈ કીટ પહેરી રાખી હતી. શુટિંગ દરમિયાન બધું જ ખુબ જ સારી રીતે થઈ ગયું. મેં દસ દિવસ સુધી શુટિંગ કર્યું તેમ છતાં હું આજે એકદમ સ્વસ્થ છું.

જગજીત સિંહના મ્યુઝીક વિડિયોઝમાં જોવા મળી હતી.:

image source

અભિનેત્રી નવીના બોલેએ પોતાના કરિયરની શરુઆત મોડલિંગથી કરી હતી. ત્યાર બાદ નવીના બોલે જગજીત સિંહ, ગુલામ અલી, આબિદા પરવીનના મ્યુઝીક વિડિયોઝમાં જોવા મળી હતી. મ્યુઝીક વિડિયોઝ સિવાય પણ કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ જોવા મળી છે. ટીવી શો ‘ઈશ્કબાઝ’, ‘મિલે જબ હમ તુમ’, ‘યહાં મેં ઘર ઘર ખેલી’ અને કોમેડી શો ‘સજન રે ઝૂઠ મત બોલો’ જેવા કેટલાક ટીવી શો કર્યા છે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત