વાનખેડે સ્ટેડિયમમાં થનારી ટેસ્ટ મેચને લઈને મોટો નિર્ણય, ખબર સાંભળીને તમે થઈ જશો ઉદાસ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝની સાથે ભારતમાં 8 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું. 17 નવેમ્બરથી ટી-20 સીરિઝ સાથે, ટીમ ઈન્ડિયા અને વિશ્વ ક્રિકેટના અન્ય સ્ટાર્સની ટક્કર ભારતીય મેદાન પર ફરી શરૂ થઈ ગઈ છે. આ સિરીઝની સાથે દર્શકો પણ ભારતીય સ્ટેડિયમોમાં પરત ફર્યા હતા. જયપુર, રાંચી અને કોલકાતામાં રમાયેલી T20 મેચોમાં સ્ટેડિયમમાં દર્શકો સંપૂર્ણ ક્ષમતા સાથે જોવા મળ્યા હતા અને કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ આ જ ચલણ ચાલુ છે. પરંતુ મુંબઈમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં આવું નહીં થાય. વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ માટે દરરોજ માત્ર 25 ટકા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી છે, જેણે ફેન્સ તેમજ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને નિરાશ કર્યા છે.

image soucre

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ રહેલી આ સિરીઝની બીજી મેચ 3 ડિસેમ્બરથી ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. આ મેચ સાથે પાંચ વર્ષની લાંબી રાહ બાદ મુંબઈમાં ટેસ્ટ ક્રિકેટ પરત ફરી રહ્યું છે. 2011 માં ભારતની વર્લ્ડ કપ જીતની સાક્ષી બનેલા આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ 2016 માં રમાઈ હતી, જેમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારથી અહીં ટેસ્ટ મેચની રાહ જોવાઈ રહી હતી. હવે આ રાહ પૂરી થઈ છે અને ભારતીય ટીમ ફરી આ મેદાન પર વાપસી કરી રહી છે. પણ એ સાથે જ દર્શકોના પરત ફરવની બાબતમાં થોડી નિરાશા હાથ આવી છે.

50 ટકાના પ્રયત્નમાં છે MCA

image soucre

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક મુંબઈમાં થનાર આ મેચને લઈને હજી પણ કોવિડની છાયા છે જ અને આ જ કારણ છે કે મહારાષ્ટ્ર સરકારે હાલમાં દર્શકોને સંપૂર્ણ ક્ષમતાથી પાછા ફરવાની મંજૂરી આપી નથી. એમસીએને પ્રેક્ષકોની ક્ષમતામાં 50 ટકા વધારો કરવાની પરવાનગી મળવાની આશા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એમસીએના એક અધિકારીને ટાંકીને કહ્યું, “મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવ દ્વારા હસ્તાક્ષર કરાયેલા સામાન્ય આદેશ મુજબ, અત્યાર સુધીમાં 25 ટકા પ્રેક્ષકોને વાનખેડે ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવશે.MCAને આશા છે કે એ 50 ટકા દર્શકોની પરવાનગી પણ આપી શકે છે.

કોહલી સાથે વાનખેડેમાં ક્રિકેટનું કમબેક

image soucre

વાનખેડે સ્ટેડિયમ, જે ભારતની ઘણી ઐતિહાસિક જીતનું સાક્ષી છે, તેમાં 30,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ મેચ સ્થળ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પણ પુનરાગમન થશે કારણ કે ગયા વર્ષે COVID-19 મહામારીને કારણે રમતગમતની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પણ આ મેચમાંથી મેદાનમાં પરત ફરશે. T20 વર્લ્ડ કપ 2021માં ટીમની શરૂઆતની હાર બાદ કોહલીએ થોડો સમય વિરામ લીધો હતો, જેના કારણે તે T20 સિરીઝ અને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો.

.