ચા બનાવ્યા પછી વધેલી પત્તીને કચરામાં ફેંકતા પહેલા આ ફાયદા જાણી લો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

ચા બનાવ્યા પછી મોટાભાગના લોકો ચાની પત્તીને કચરામાં ફેંકી દે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચાની ઉકાળેલી પત્તીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. કારણ કે ઉપયોગ કરેલી ચાની પત્તી ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેનો ઉપયોગ તમારા ઘરની અન્ય ઘણા કાર્યોમાં સરળતાથી થઈ શકે છે.

image source

ચા બનાવ્યા બાદ બચેલી ચા પત્તીને ફેંકવાની બદલે પર તેને એકવખત સારી રીતે સાફ કરી લો. ચા પત્તીને એવી રીતે સાફ કરો કે જેમાંથી ખાંડનો મીઠો સ્વાદ કાયમ માટે ચાલ્યો જાય. પછી તમે આ ચા પત્તીને જુદા જુદા અનેક કામમાં ઉપયોગ કરી શકો છો અને ફાયદો મેળવી શકો છો.

ઉકાળેલી ચાની પત્તીના ફાયદા

image source

સવારે ચા બનાવ્યા પછી ચાની પત્તીને ગાળીને ધોઈ લો, ત્યારબાદ તેને ફરીથી પાણીમાં નાખીને ઉકાળો, ત્યારબાદ તે પાણીને ઠંડુ કરીને તમારા વાળ સાફ કરો. દરરોજ આમ કરવાથી તમારા વાળની ચમક વધશે. ચા પત્તીના સારી રીતે સાફ થઇ ગયા બાદ તેનો કુદરતી કંડિશનરના રૂપમાં તમે એનો ઉપયોગ કરી શકો છો.

image source

જો તમારી આંખની નીચે ધીમે ધીમે ડાર્ક સર્કલ થઇ ગયા છે કે પછી તમારી આંખ ઘણી થાકેલી-થાકેલી દેખાવા લાગે છે તો પણ ઠંડી ટી બેગ્સનો ઉપયોગ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. તેમાં રહેલુ કૈફીન આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવામાં સહાય કરે છે અને આંખનો થાક પણ સરળતાથી દુર કરે છે.

ચા બનાવ્યા પછી તેની પત્તીને ગાળી લો અને ફરી તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ તે ચાના પાણીથી તમે ઘી અને તેલના ડબ્બા સાફ કરી શકો છો. જેનાથી કેનમાં રહેલી દુર્ગંધ જતી રહેશે.

જો કોઈ જગ્યાએ માખીઓ વધુ બેસતી હોય, તો તે માખીઓથી બચવા માટે તમારે ઉકાળેલી ચાનીપત્તીને ભીની કરીને તે જગ્યાએ તેને ઘસી દો. આમ કરવાથી માખીઓ ત્યાંથી ભાગી જશે.

image source

ચા બનાવી લીધા પછી વધેલી પત્તીને બીજી વખત ઉકાળી લો. ત્યારબાદ તેના પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી ફર્નિચરની સફાઈ કરો, તેનાથી ફર્નિચર ચમકી ઉઠશે. આ ઉપરાંત તેનો ઉપયોગ ખાતર ના રૂપે પણ કરી શકાય છે.

તમને ખ્યાલ હશે કે કાબુલી ચણા કે પછી દેશી ચણાને તમે જ્યારે પણ બાફવા માટે રાખો છો ત્યારે તેમાં થોડી ઉકળેલી ચા પત્તી નાખી દો. ચણા બાફતી સમયે ઉકળેલી ચા પત્તી નાખવાથી તેમાં સુંદર સ્મેલ આવે છે. આની જોડે જ કાબુલી ચણા બાફતી વખતે તેમાં ઉકળેલી ચા પત્તી નાખવાથી તેનો રંગ પણ સાવ જુદો જ આવે છે.

ચાની પત્તીમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હાજર હોય છે. તેથી ઈજા અથવા ઘા પર ઉકાળેલી ચાની પત્તીનીપેસ્ટ લગાવવાથી લોહી વહેવું બંધ થઈ જાય છે. અને સાથે ઘા પણ ઝડપથી ભરાઈ જાય છે.

image source

આ ઉપરાંત કાચ ચમકાવવા માટે તેના પર ઉકળેલી ચા પત્તી એક બેસ્ટ ઉપચાર છે. આ ઉપાય કરવા માટે પહેલા ઉકળેલી ચા પત્તીને ઠંડા પાણીમાં મૂકીને તેને બરાબર ભેગુ કરી લો અને ત્યારપછી આ પાણીને ગરણીથી ગાળી લો. હવે આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને તેની સહાયથી કાચ એકવખત સાફ કરો. જો તમે આ રીતે કાચ સાફ કરશો તો કાચ ચમકવા લાગશે.

જો તમારા પગમાંથી વધુ પડતી દૂર્ગંધ આવે છે તો પણ ચાની પત્તની ઉપયોગ અવશ્ય કરો. ચાની પત્તીને પાણીમાં એક વખત ઉકાળો. જ્યારે પાણી ઠંડુ થઇ જાય ત્યારે તેને ટબમાં મૂકો. પગને થોડીવાર પાણીમાં રાખો. આમ કરવાથી પગની દૂર્ગંધ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત