હેવાનિયતની હદ: પતિએ પત્ની પર આડા સંબંધની શંકા કરી કાપી નાખી હાથની આંગળી, ગુજરાતનો આ કિસ્સો વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

કપરાડાના અંભેટી ખાતે રહેતા પતિએ વાપીના અંબાચ ગામે બે સંતાન સાથે એકલી રહેતી પોતાની પત્ની ઉપર અન્ય સાથે આડા સંબંધની શંકા કરીને એને ખૂબ માર માર્યો હતો એટલું જ નહીં આવો હુમલો કર્યા બાદ પતિએ તેની પત્નીની બે આંગળી છુટી કરી નાંખી હતી. એ બાદ આ પાષાણ હૃદયી પતિ તેની પત્નીને મારવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો અને સમગ્ર બનાવમાં ઘાયલ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે અંગે ડુંગરા પોલીસે ફરાર પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

image source

સમગ્ર ઘટનાનો ભોગ બનનાર સોનલબેન પટેલ તેમના બે સંતાનો સાથે વાપીના અંબાચ ચાર રસ્તા પાસે મનોજ પટેલની રૂમમાં રહે છે અને વાપી જીઆઇડીસી ખાતે ઇ-મેડિકલ કંપનીમાં નોકરી કરી પોતાનું તેમજ પોતાના બે સંતાનોનું ગુજરાન ચલાવે છે. તેમના પતિનું નામ નિતીન રમેશ પટેલ છે જે અગાઉ દુબઇમાં સેન્ટીંગ ફીટરનું કામ કરતો હતો અને ત્રણ મહિના પહેલા જ અંભેટીમાં પોતાના ઘરે પરત ફર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે નીતિન પટેલ છેલ્લા બે વર્ષથી તેની પત્ની સોનલ ઉપર ખોટો વહેમ કર્યા કરતો હતો અને દુબઇથી ફોન કરીને એના ઉપર ખોટા આક્ષેપ કરતો હતો. આથી પતિના આવા ત્રાસથી ત્રસ્ત થઈને 8 માસ પહેલા સોનલબેન પતિને છોડી બંને સંતાનોને લઇ અંબાચમાં રહેવા આવી ગયા હતા.

image source

રોજની જેમ જ મંગળવારે પણ સોનલબેન કંપનીમાંથી કામ કરી સાંજે ઘરે પહોંચ્યા હતા. થોડા સમય બાદ કપરાડાના અંભેટી ગામે રહેતો તેનો પતિ નીતિન પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અને નીતિને ગુસ્સામાં પોતાની પત્ની સોનલને કહ્યું કે “તારો બીજા પુરૂષ સાથે આડો સંબંધ છે તો કોની સાથે છે” એટલું કહી નીતિન સોનલબેનને બીભત્સ ગાળો બોલવા લાગ્યો તેમજ ઢીકમુક્કીનો માર માર્યો આ ઉપરાંત લોખંડના કોયતાથી માર મારતા સોનલબેનના ડાબા હાથની છેલ્લી બે આંગળીઓ કપાઇને છુટી પડી ગઇ હતી.

image source

આટલું ઓછું હોય એમ લોહીલુહાણ કર્યા બાદ નીતિન પટેલ પોતાની પત્નીને મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

image source

પત્નીએ ભારે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ સોનલ પટેલને એમ્બ્યુલન્સ મારફતે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે સોનલ પટેલની ફરિયાદના આધારે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત