નાનું બાળક પણ ના કરે એવું આ મહાશયે કર્યું, મોંઢુ ધોતા ધોતા બ્રશ ગળી ગયો આ યુવક, જાણો કેટલા ડોક્ટરોની ટીમે કરી સર્જરી

તમે કલ્પના પણ નથી કરી શકતા કે કોઈ વ્યક્તિ કેટલી મોટી ભૂલ કરી શકે છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક યુવકે એવડી મોટી ભૂલ કરી કે જેવી કદાચ પહેલા કોઈ બીજાએ કરી હશે. હકીકતમાં, મહારાષ્ટ્રમાં, એક યુવાન દાંત સાફ કરતી વખતે ટૂથબ્રશ ગળી ગયો હતો. દરેક લોકોને જાણીને આશ્ચર્ય થયું કે કોઈ વ્યક્તિ ટૂથબ્રશ કેવી રીતે ગળી શકે છે. મળતી માહિતી મુજબ, 33 વર્ષીય વ્યક્તિ દાંત સાફ કરતી વખતે આકસ્મિક રીતે ટૂથબ્રશ ગળી ગયો હતો.

image source

તેની હાલત ગંભીર થઈ ગઈ

image source

તમને જણાવી દઈએ કે ચોંકાવનારી ઘટના ઔરંગાબાદ સરકારી મેડિકલ કોલેજમાં સામે આવી છે. એક વ્યક્તિ બ્રશ કરતા સમયે ટૂથબ્રશ ગળી ગયો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. જોકે, ઓપરેશન બાદ તેની તબીયત સ્થિર થઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજય જનાર્ધન જાધવ નામનો યુવક 26 ડિસેમ્બરે સવારે બ્રસ કરતા સમયે મોંઢું ઉપર કર્યું તો આ દરમિયાન આખો ટૂથબ્રશ તેના પેટમાં જતો રહ્યો હતો. ત્યારબાદ તેના પેટમાં જોરદાર દુઃખાવો ઉપડ્યો હતો. અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ એક્સરે કરાવ્યો પરંતુ તેના પેટમાં બ્રેશ જોવા મળ્યો નહીં. ત્યારબાદ તેનું સીટીસ્કેન કરાવ્યું હતું. જેમાં તેના પેટમાં બ્રશ ફંસાયેલો દેખાયો હતો.

ડોક્ટરોના કારણે તેને બીજી જીંદગી મળી

image source

આ જોઈને ડોક્ટરો પણ હેરાન થઈ ગયા હતા. સીટીસ્કેન રીપોર્ટ આવ્યા બાદ 8 ડોક્ટરોની એક ટીમે તેની સર્જરી કરીને ટૂથબ્રશને પેટમાંથી બહાર કાઢ્યુ હતુ. ત્યારબાદ વિજય જનાર્ધન હવે ઠીક છે અને ડોક્ટરોના ઓબ્ઝર્વેશનમાં છે. વિજય જનાર્ધન જાધવનું કહેવું છે કે ડોક્ટરોના કારણે તેને બીજી જીંદગી મળી છે. હવે તે પહેલા કરતા સારું મહેસૂસ કરે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વિજય જનાર્ધન જાધવ હવે સંપૂર્ણ પણે સાજો થયો છે. તેના પેટમાં ફંસાયેલું ટૂથબ્રશ કાઢવામાં આવ્યું છે. અને ગભરાવવાની કોઈ વાત નથી.

15 વર્ષ પહેલાં પણ આ હોસ્પિટલમાં આવી જ સર્જરી કરવામાં આવી હતી

image source

તમને જણાવી દઈએ કે દર્દીને બાદમાં બીજા વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની પત્ની અને ભાઈએ કહ્યું હતું કે જાધવ ટૂથબ્રશ કેવી રીતે ગળી ગયો છે તેના વિશે તેઓને ખબર નથી. ડો.શેખે કહ્યું કે, દર્દીની હાલત હવે સ્થિર છે. તે 5-6 દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવશે, જ્યારે આપણે ટાંકાઓ કાઢી નાખીશું, તમને જણાવી દઈએ કે 15 વર્ષ પહેલાં પણ આ હોસ્પિટલમાં આવી જ સર્જરી કરવામાં આવી હતી, જ્યારે એક દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના પેટમાંથી ચમચી કાઢવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત