જો તમારા માતા-પિતા ફરવા જવા નથી આપતા રજા, તો અપનાવો આ ટિપ્સ

ઘણાખરા યુવાનો (ખાસ કરીને એકનાએક સંતાન) એટલા માટે બહાર યાત્રા કરવા માટે નથી નીકળતા કારણ કે તેઓને ઘરેથી બહાર જવાની પરવાનગી નથી મળતી. એનો અર્થ એ થાય કે કાં તો તે યુવાનના ઘરવાળાઓ તેને સમજી નથી શકતા અથવા તો તેને પોતાની નજર સામે જ રાખીને વધુ આનંદ મળે છે અને મનમાં વિવિધ શંકાઓ નથી ઉદભવતી. ટૂંકમાં કહીએ તો પોતાના વ્હાલસોયા સંતાનની સલામતીને લઈને ઘણાખરા માં-બાપ જરૂરથી વધુ ચિંતિત હોય છે.

image source

પરંતુ આ ચિંતાઓને કારણે યુવાઓને બહાર ફરવા જવા ન દેવા એ પણ યોગ્ય નથી અને ઘરવાળાઓને ભરોસો અપાવવો પણ જરૂરી છે. એટલા માટે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક ઉપયોગી અને સમજદારી ભર્યા નિર્ણયો વિશે જણાવીશું જેના કારણે તમે તમારા માંબાપ કે ઘરવાળાઓનો વિશ્વાસ જીતવામાં કદાચ સફળ થઈ જશો અને તેઓ તમને બહાર યાત્રા કરવાની પણ છૂટ આપી શકે છે.

મિત્રો સાથે મુલાકાત કરાવો

image source

તમે તમારા મિત્રો વિશેની માહિતી તમારા માતા પિતા સાથે શેયર કરો. તમારા સારા અને પારિવારિક મર્યાદા જાળવે તેવા મિત્રોને ઘરે બોલાવો અને તેમની તમારા માતાપિતા તેમજ ઘરવાળાઓ સાથે મુલાકાત કરાવો. આ દરમિયાન મિત્રોએ કરેલા ટીખળી કૃત્યોની ચર્ચા કરવાને બદલે તેઓ તમને અલગ અલગ સંજોગોમાં કઈ રીતે ઉપયોગી થયા હતા અને થયા છે તે બાબતે ચર્ચા કરો. ટૂંકમાં કહીએ તો તમે તમારા માતાપિતા અને ઘરવાળાઓને એ વિશ્વાસ અપાવો કે તમારા મિત્રો વ્યવહારુ, સાચા, ઈમાનદાર અને મિત્રતા નિભાવનાર વ્યક્તિ છે.

ભૂમિકા બનાવો

image source

એવું ન થવું જોઈએ કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો. કહેવાનો મતલબ એ કે તમારે યાત્રા કરવાની હોય તેના બે દિવસ પહેલા જ તમે ઘરવાળાઓ પાસે પરવાનગી માંગશો તો તેનો જવાબ ના જ હશે. એટલા માટે જ્યારે યાત્રાએ જવાનું હોય તેના એક બે મહિના પહેલાથી ઘરવાળાઓનો ભરોસો જીતવાનો પ્રયત્ન કરવો. ઘરમાં યાત્રાના વિષય અંગે ધીમે ધીમે ચર્ચા કરો. દાખલા તરીકે… ફલાણી જગ્યા બહુ સુંદર અને રમણીય છે દરેક માણસે જીવનમા એક વખત તો ત્યાં જવું જ જોઈએ, મારી પણ ઈચ્છા છે કે હું પણ ત્યાં એક વખત જાઉં.

વિશ્વાસ જીતો

image source

તમારા ઘરવાળાઓ અને માતાપિતાને એ વિશ્વાસ અપાવો કે તમે હવે નાના બાળક નથી રહ્યા પરંતુ સમજદાર વ્યક્તિ બની ચુક્યા છો. તેઓને સુરક્ષાની દ્રષ્ટિએ વિશ્વાસ અપાવો કે તમે કઈ જગ્યાએ રોકાવા માટે જઈ રહ્યા છો અને તમે અજાણ્યા શહેરમાં રાત્રે ફરવા માટે નહીં નીકળો, એ પણ કહો કે જો તમે ભાડાની ટેક્સીમાં બેસો તો તમારું લોકેશન પણ જણાવશો. એ પણ કહો કે તમે યાત્રામાં જઈ રહ્યા છો ત્યારે તમારી સાથે અન્ય અનુભવી વ્યક્તિ પણ સાથે છે જે જે – તે જગ્યા વિશે પહેલાથી જ માહિતી ધરાવે છે.

ફરિયાદની તક ન આપો

image source

નો તમારે યાત્રા કરવા માટે જવું છે તો તમે ઘરવાળાઓને કે માતાપિતાને એક મહિના પહેલાથી જ ફરિયાદ કરવાનો મોકો ન આપો. તેના બધા નાના મોટા કામો વ્યવસ્થિત અને સમયસર કરવાનો પ્રયાસ કરો અને તેના કામની ના તો બિલકુલ ના પાડતા. જ્યારે તમારા ઘરવાળાઓ કે માતાપિતા જોશે કે તમે તમારી આદતો સુધારવા લાગ્યા છો અને તેનું બધું કહ્યું પણ માનો છો તો શક્ય છે કે તે પણ તમારી યાત્રા કરવા જવાની વાત માની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત