રોજ રાતે પીઓ આ ખાસ દૂધ, કોરોનામાં ઈમ્યુનિટી, ખાંસી, કફ અને પ્રેગન્સીમાં પણ મળશે લાભ

શરીરમાં દર્દ હોય કે ઈમ્યુનિટી મજબૂત કરવી હોય તો ડોક્ટર્સ ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. પ્રેગનન્સી સમયે પણ આ દૂધ ઘણો ફાયદો કરે છે. તેનાથી ગર્ભવતી મહિલાને કેલ્શિયમ મળે છે અને સાથે જ ગર્ભના બાળકને સ્કેલેટલની જરૂર પૂરી થાય છે અને વિકાસ માટે જરૂરી તત્વો પણ મળે છે. રોજ 1 ગ્લાસ આ ગોલ્ડન મિલ્કનો ઉપયોગ કરવાથી તેની અસર સારી રહે છે. તેનો વધારે પડતો ઉપયોગ નકારાત્મક અસર કરી શકે છે.

image source

ગોલ્ડન મિલ્ક કરે છે શરીરનું દર્દ દૂર

કોરોનામાં ઈમ્યુનિટી વધારવામાં કરે છે મદદ

પ્રેગનન્ટ મહિલાને જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરે છે

શરીરનો દુઃખાવો કરે છે ઓછો

image source

હળદરવાળા દૂધમાં અનેટી ઇન્ફેલેમેટરી ગુણ હોય છે. જે શરીરમાં થતા દર્દમાં અને સોજામાં રાહત આપે છે. પ્રેગનન્સીમાં શરીરમાં થતા હોર્મોનલ ચેન્જમાં પણ રાહત આપે છે. આ સમયે રોજ 1 ગ્લાસ હળદર વાળું દૂધ પીવામાં આવે તો રાહત મળે છે.

ઈમ્યુનિટી કરે છે મજબૂત

પ્રેગનન્સી સમયે હળદરવાળું દૂધ પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. આ માટે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જરૂરી છે. તે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સને હટાવીને ઈમ્યુનિટી મજબૂત કરે છે.

શરદી ખાંસીથી આપે છે રાહત

image source

હળદરવાળા દૂધમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફેલમેટરી ગુણ હોય છે. જે શરદી અને ઉધરસને ઘટાડે છે. આ સિવાય ગળાની ખરાશને પણ ઓછી કરે છે. એટલું નહીં તે ઠંડી અને ફ્લૂ સામે પણ રક્ષણ આપે છે.

પેટની સમસ્યામાં આપશે રાહત

image source

ગર્ભાવસ્થા સમયે કબજિયાતની સમસ્યા હંમેશા રહે છે. મલાશય પર વધતો ગર્ભાશયનો દબાવ કબજિયાત સર્જે છે. એવામાં આ હળદરવાળું દૂધ લાભદાયી રહે છે.

ડાયટમાં સામેલ કરો ગોલ્ડન મિલ્ક

image source

એક ચપટી હળદરને દૂધમાં મિક્સ કરીને પીઓ, શક્ય હોય તો ઓર્ગેનિક હળદરનો પ્રયોગ કરો. તેમાં કોઈ મિલાવટ હોતી નથી અને તે હેલ્થ માટે સારી રહે છે.