પ્લેનમાં જવાનુ વિચારી રહ્યા છો? તો જાણો હવે કેટલા કલાક પહેલા પહોંચવુ પડશે એરપોર્ટ પર

કોરોનાકાળની વધુ એક હાડમારી: પ્લેનમાં મુસાફરી કરનાર મુસાફરોએ ડોમેસ્ટિક ફ્લાઇટના બે કલાક અગાઉ એરપોર્ટ ઉપર પહોંચવું પડશે

image source

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન દેશની અટકી ગયેલી અર્થ વ્યવસ્થાને સરકાર ધીમે ધીમે વેગ આપવા માંગે છે. લૉકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકારે રેલવે બાદ હવે ડ઼ોમેસ્ટિક ફ્લાઈટની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સરકાર દ્વારા દેશના તમામ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરલાઈન્સને આ મે મહિનાની ૨૫ તારીખ અગાઉ તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે.

image source

આ પહેલાં સરકારે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌ પ્રથમ ફક્ત એસી ટ્રેન ચલાવવામાં આવી હતી અને હવે રેલવે દ્વારા નોન એસી ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ૧ જૂનથી શરૂ થઈ જશે. રેલવેની જેમજ પ્લેનમાં મુસાફરી કરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમ જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ ગાઈડલાઈનના પાલન ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે.

image source

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનસેવા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી છે. તેમના કહેવા મુજબ ડોમેસ્ટિક પ્લેનમાં મુસાફરી કરવા માટે અગાઉ પિસ્તાળીસ મિનિટ વહેલું પહોંચવું જરૂરી હતું તેની બદલે હવેથી બે કલાક અગાઉ પહોંચવું જરૂરી છે. સામાન્ય નાગરિકને લાગશે કે અમારી હાડમારીમાં વધારો થયો પણ આ નિર્ણય તમારી પોતાની અને દેશની સુરક્ષા માટે જરૂરી છે. યઅ ઉપરાંત બીજા અમુક નિયમ છે જેમ કે કન્ટેન્મેન્ટ ઝોનના પેસેન્જરને ફ્લાઈટમાં પ્રવેશ નહીં મળે, ફક્ત ૧૪ વર્ષ કે તેથી ઓછી ઉમરના બાળકોને બાદ કરતા તમામ યાત્રીઓ માટે આરોગ્ય સેતૂ એપ જરૂરી

image source

ન્યુ દિલ્હી,એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોમવારે ફરીથી શરૂ થઈ રહેલી ડૉમેસ્ટિક ફ્લાઈટો માટે એક નવી નિયમાવલી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ૧૪ વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન રાખવી જરૂરી નહી હોય. બાકી તમામના મોબાઇલમાં યઅ એપ હોવી આવશ્યક છે.

image source

આ ઉપરાંત તે સૂચિમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરોને દરેક એરપોર્ટના ટર્મિનલમાં પ્રવેશ કરતા પહેલા ફરજિયાતપણે થર્મલ સ્ક્રીનિંગ ઝોનમાંથી પસાર થવું પડશે તો જ તેમણે પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ એરપોર્ટના અધિકારીઓએ જવાબદારીપૂર્વક ટર્મિનલ ભવનમાં પ્રવેશ પહેલા મુસાફરોના તમામ સામાનના સેનેટાઈઝેશનની યોગ્ય અને પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત