આ ખાસ કારણે સલમાન મુંબઇ આવીને જતો રહ્યો ફટાફટ પાછો આ જગ્યાએ…કારણ છે જોરદાર
સલમાનખાન 60 દિવસના લૉકડાઉન પછી મળ્યા પોતાની ફેમીલીને. જાણો કેમ આવ્યા હતા સલમાન ખાન મુંબઈ?

મિત્રો તમે તો જાણો જ છો કે કોરોનાના કહેરના લીધે બે મહિના સુધી ભારતમાં લૉકડાઉન રહ્યુ. હજી પણ કેટલું લાબું ચાલશે અને ખુલશે તો કેટલી છૂટ આપવામાં આવશે તે પ્રશ્નનો જવાબ સમય આવશે ત્યારે આપણી સામે આવશે. આ લોકડાઉનની સ્થિતિમાં આપણા દબંગખાન પણ ઘરથી દૂર પોતાના પનવેલ સ્થિર ફાર્મહાઉસમાં ફસાયેલા છે. હા, તમે સાચું જ સાંભળ્યું. લોકડાઉનમાં ખાલી તમને અને મને જ તકલીફો નથી પડી રહી. પણ ફિલ્મી સ્ટારો પણ પોતાના ઘરથી દૂર રહીને તકલીફો ભોગવી રહ્યા છે.

60 દિવસ પછી પોલીસની પરવાનગી લઈને સલમાનખાન તેમની ફેમીલીને મળ્યા. કોરોનાની આ મહામારી દરમિયાન સલમાન ખાનને પણ તેમની ફેમીલીની ચિંતા થઈ રહી હતી. મીડિયાના રિપોર્ટ મુજબ સલમાન ખાન મુંબઈ પોલીસની પરવાનગી મેળવીને પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવ્યા. તે દરમિયાન તેમણે પૂરતી સાવધાનીઓ વર્તી હતી. સલમાન ખાન આ 60 દિવસ લૉકડાઉન દરમિયાન તેમના પનવેલ ફાર્મહાઉસમાં રહ્યા.

સલમાન મુંબઈ આવીને સીધા જ પોતાની ફેમેલીને મળ્યા. ત્યાં થોડા સમય રોકાયા બાદ તરત પાછા પોતાના ફાર્મહાઉસ પર ગયા. તે દરમિયાન તેમણે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું હતું. પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાન એકલા ફસાયા નહોતા. તેમના સિવાય તેમની બહેન અર્પિતા, તેમના બનેવી આયુષ શર્મા, ભાણેજ આહિલ, ભત્રીજો નિર્વાણ સહિત સલમાનખાનના દોસ્તો અને અભિનેત્રી જૈકલીન ફર્નાડીઝ, વલુશ્ચા ડિસોઝા અને યુલિયા વંતુર પણ ફસાયેલ છે.

સલમાન ખાને એક નિવેદનમાં જણાવ્યુ કે તે બે દિવસ માટે પોતાના ફાર્મહાઉસ પર આવેલા તે દરમિયાન લોકડાઉન લાગુ થયુ હતુ. તમને જણાવી દઉ કે સલમાનખાનની ટીમ રોકડીયા મજૂરોની મદદ માટે આગળ આવી છે. સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 3 હજારથી પણ વધારે રોકડીયા મજૂરોને મદદ કરી રહ્યા છે. તે લોકડાઉન દરમિયાન આજીવિકા માટે ઝુઝમતા રહ્યા. તેવા સમયે તેમની વારે આવ્યા આપણા દબંગખાન.
પનવેલ આજુબાજુના 1000 પરિવારોને પણ રાશન આપી રહ્યા છે સલમાન ખાન

લોકડાઉનના આ ફ્રી સમય દરમિયાન સલમાન ખાને લોકોને સુરક્ષા બાબતે અપીલ કરતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુક્યા છે. તેમના ચાહકોને કાનૂનના પાલન કરવાની સલમાનખાને અપીલ કરી છે. લોકડાઉન દરમિયાન આખા ભારતના ધંધા ઠપ થઈ ગયા છે. આ ફ્રિ સમયનો ઉપયોગ કરતા સલમાનખાને તેમના બે સોંગ પણ રિલીઝ કર્યા છે. જેને સલમાન ખાને તેના દોસ્તોની મદદથી ફાર્મહાઉસ ઉપર જ સૂટ કર્યા હતા. તે પછી સોશિયલ મીડિયા પર ખબર ફેલાઈ કે સલમાન ખાન તેની નવી ફિલ્મ ઉપર કામ કરી રહ્યા છે. જેના માટે તેમણે લોકડાઉન દરમિયાન જ કાસ્ટિંગ શરૂ કરી દીધી છે. એટલે જ તે થોડા સમય માટે મુંબઇ આવી ચાલ્યા ગયા તેવા અનુમાનો પણ લગી રહ્યા છે.
View this post on Instagram
પણ, સલમાન ખાને આ સમાચાર ફેલાતાં જ તેના મૂળિયા ઉખેડી નાંખ્યા. આ અફવા પર નિવેદન આપતા સલમાન ખાને લખ્યું કે ‘હું કે સલમાનખાન ફિલ્મ્સ અત્યારે કોઈ પણ ફિલ્મ પર કાસ્ટિંગ નથી કરી રહ્યા’ તેણે તેના ચાહકોને પણ અપીલ કરી કે કોઈ આવી ખોટી અફવાઓ ના ફેલાવે અને આવા કોઈપણ મેસેજનો વિશ્વાસના કરે જે અફવાઓ હોય. તેમણે ધમકીના સ્વરે ચેતવણી પણ આપી છે કે સલમાનખાન કે સલમાનખાન ફિલ્મ્સના નામે કોઈ ખોટી અફવાઓ ના ફેલાવે નહિ તો સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
source : oneindia
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત