પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા માટે WhatsApp વાપરતા સમયે રાખો આટલું ધ્યાન

Whatsapp ના સિક્યોરિટી ફીચર્સ ઘણા સારા હોવાથી સામાન્ય રીતે યુઝર્સના એકાઉન્ટ હેક થવાની શક્યતા બહુ ઓછી છે પરંતુ તમારી નાની એવી બેદરકારી પણ તમારો પર્સનલ ડેટા સરળતાથી હેકર્સ સુધી પહોંચાડી શકે છે

image source

તમારી સાથે પણ આવું ન બને તે માટે અને સુરક્ષિત રહેવા માટે whatsapp યુઝર પોતાની ગોપનીય માહિતી ને ગુપ્ત રાખવા સારું અમુક સેટિંગ્સ બદલી શકે છે. સાઈબર એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર whatsapp પર યુઝર સામાન્ય રીતે ટેક્સ મેસેજ, વિડિયો, ફોટો, પીડીએફ ફાઈલ શેર કરતા હોય છે. જો કોઈ યુઝર ઓટો download ને ચાલુ રાખે છે તો જે તે ફાઈલ જે તેના whatsapp પર મોકલવામાં આવી હોય તે આપોઆપ જ ડાઉનલોડ થઇ જાય છે. અને હેકર તેનો ફાયદો ઉઠાવીને મોબાઈલ અને એપ નો ડેટા ટ્રાન્સફર કરી લે છે. આવી સ્થિતિમાં whatsapp યુઝરે whatsapp ઓટો ડાઉનલોડને ઓફ કરવું જરૂરી છે જેથી તેનો ડેટા સુરક્ષિત રહી શકે.

હેકર્સ કરે છે તમારા અકાઉન્ટમાં ખાંખાંખોળા

image source

ડાર્ક નેટ પર સ્પેશિયલ સોફ્ટવેર ની મદદ લઈને હેકર તમારા whatsapp નંબર પર પીડીએફ ફાઈલ મોકલે છે. આ પીડીએફ ફાઈલ તમારા whatsapp માં ઓટો ડાઉનલોડ ઓન હોવાથી આપોઆપ જ ડાઉનલોડ થઇ જાય છે. ત્યારબાદ સ્પેશિયલ સોફ્ટવેર તમારો ડેટા સર્વર પર મોકલી દે છે. ત્યાંથી હેકર્સ તમારા અંગત ફોટા, વિડિયો ટ્રાન્સફર કરી લે છે. ત્યારબાદ હેકર્સ તમારા ડેટાનો ઉપયોગ કરીને તમારી સાથે આર્થિક છેતરપિંડી પણ કરી શકે છે. એટલું જ નહીં તમારો એ પર્સનલ ડેટા સેંકડો લોકો સુધી પહોંચી જાય છે અને તમારી અંગત બાબતો અંગત રહેતી નથી.

તમારો મોબાઈલ નંબર પણ થઈ શકે છે ક્લોન

image source

Whatsapp ના લગભગ 17 ક્લોનિંગ એપ છે. તેનો ઉપયોગ એક ડિવાઇસ પર અનેક નંબરના whatsapp એકાઉન્ટ ચલાવવા માટે થાય છે. ત્યારે હેકર્સ નંબર ક્લોન કરીને તમને શિકાર બનાવી શકે છે. Whatsapp ના નામ પર આ નકલી છેતરપિંડી થી બચવા માટે માત્ર play store પરથી જ એપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવી જોઈએ. સામાન્ય રીતે ઈન્ટરનેટ પર જઈને સર્ચ કરવામાં આવે તો ઘણા વિકલ્પો સામે આવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરતા સમયે એ ધ્યાનમાં રાખવું કે whatsapp ની ઓરીજનલ એપમાં લીલા રંગનો આઇકન હોય છે. નકલી એપ ડાઉનલોડ કરવાથી તમે હેકિંગ નો શિકાર બની શકો છો. whatsapp હાલમાં નવી સુવિધા આપી રહ્યું છે તે અંતર્ગત યુઝર અનેક ડિવાઇસ પર એકસાથે લોગીન કરી શકે છે પરંતુ એ સિવાયની સાવધાની રાખવી હિતાવહ છે.

તમે તમને જાણીને નવાઈ લાગશે કે whatsapp ના લગભગ 17 ક્લોનિંગ એપ છે તેનો ઉપયોગ

આ માટે પહેલાં તમારા ડિવાઇસ પર જ લોગીન કરવું. જો કોઈ ડેસ્કટોપ એપ્લિકેશન કરવા ઈચ્છા હોય તો મોબાઈલ પર આવતી નોટિફિકેશન ને પરમિશન આપવી.

વધારે સાવધાની રાખવામાં જ સમજદારી છે

image source

માત્ર whatsapp જ નહીં પરંતુ કોઈપણ પ્રકારથી ઇન્ટરનેટ પરની અલગ અલગ ફાઈલ ડાઉનલોડ કરવામાં વધારાની સાવધાની રાખવી જરૂરી છે. જો ઇમર્જન્સીમાં કોઈ બીજા ડેસ્કટોપ કે થર્ડ પાર્ટી ઇન્ટરનેટ પર whatsapp login કરવાનું થાય તો વધારે સાવચેત રહેવુ. whatsapp વેબમાં લોગીન કરો ત્યારે કોઈ પણ સ્થિતિમાં keep me assign ને ક્યારેય ટિક ન કરો. કામ પૂરું થયા બાદ logout કરવાનું ના ભૂલવું. જો આવું કરવાનું ભૂલાય જાય તો ત્યાં બીજી વખત સ્કેન કરીને login થઈ શકાશે.