ફિલ્મી પડદાના આ પાંચ કૃષ્ણ જેમણે લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા
સામાન્ય રીતે ટેલિવિઝનના પડદા પરના પાત્રોમાં શ્રી કૃષ્ણના પાત્રને અનેક અભિનેતાઓએ નિભાવ્યા છે, જો કે એ બધા પાત્રોમાં અમુક એવા પાત્રો પણ છે જે વાસ્તવિક જીવનમાં પણ એટલા જ સ્ટાઈલીશ છે. એ જ કારણ છે કે એમની મહિલા મિત્રો પણ ઘણી છે.
નાનાથી લઈને મોટા પડદા સુધી અનેક એવી ટીવી સીરીયલ અને ફિલ્મો બની ચુકી છે. જેમની સ્ટોરીમાં શ્રી કૃષ્ણને પણ કોઈને કોઈ પાત્ર સ્વરૂપે જોડી લેવામાં આવ્યા છે. આ સ્ટોરીઓ માટે અલગ અલગ અભિનેતાઓએ કૃષ્ણનું પાત્ર નિભાવ્યું છે.
પડદા પર ભલે એમનો દેખાવ પાત્ર પ્રમાણેનો હોય પણ એમાંથી ૫ અભિનેતાઓ એવા પણ છે જે વાસ્તવિક જીવનમાં પણ ખુબ જ હેન્ડસમ અને સ્ટાઈલીસ છે. પરિણામે આવા સ્ટાઈલીસ કૃષ્ણના ફીમેલ ફોલોઅર પણ જબરદસ્ત છે. આજે અમે આપને આવા જ કેટલાક અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
૧. અક્ષય કુમાર ( ફિલ્મ – ઓહ માય ગોડ )
બોલીવુડના કરાટે માસ્ટર અક્ષય કુમારે હિન્દી ફિલ્મ ‘ઓહ માય ગોડ – OMG’માં ભગવાન શ્રી કૃષ્ણનું પત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર કૃષ્ણના ગેટપમાં અલગ અલગ પ્રકારના મોડર્ન કપડામાં જોવા મળ્યા હતા. જો કે આ અભિનેતા પોતાના વાસ્તવિક જીવનમાં કેટલા બોલ્ડ અબે સ્ટાઈલીશ છે એ તો કદાચ બતાવવાની જરૂર પણ નથી રહેતી.
૨. વિશાલ કરવાલ ( ટીવી સીરીયલ – દ્વારકાધીશ )
રોડીજમાં પોતાના સ્ટાઈલીશ દેખાવને લઈને પ્રખ્યાત થયેલા વિશાલ કરવાલ, વર્ષ ૨૦૧૧ દરમિયાન આવેલ ટીવી શો દ્વારિકાધીશમાં કૃષ્ણના પત્રમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ડીમ્પલ બોય નામે ફેન્સ વચ્ચે જાણીતા બનેલા પ્રખ્યાત અભિનેતા વિશાલ કરવાલને વધારે પડતા સમયે જીન્સ અને ટી-શર્ટના લુકમાં જ જોવામાં આવે છે. આ સાથે જ તેઓ જેકેટ લઈને ફરવું પસંદ કરે છે. આ સમયે તેઓ કેટલા સ્ટાઈલીસ છે એ તો તમે એમની ઇન્સ્ટા પોસ્ટ પરથી જ સમજી શકશો.
૩. સૌરભ પાંડે ( ટીવી સીરીયલ – સૂર્ય પુત્ર કર્ણ )
અભિનેતા સૌરભ પાંડે એ હેન્ડસમ અને બોલ્ડ લુક ધરાવે છે. જો કે આ લુક સાથે વર્ષ ૨૦૧૫માં તેઓ ટીવી સીરીયલ સૂર્યપુત્ર કર્ણમાં શ્રીકૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા. આ લુકમાં એમને લોકોએ ખુબ જ પસંદ કર્યા હતા. સૌરભ હમેશા પોતાની બોડીને ફીટ રાખે છે, પરિણામે એમના ફીટ શરીર પર દરેક કપડા સારા લાગે છે. એમની સ્ટાઈલ અંગે તો હવે શું કહેવું અને આ સમયે તેઓ કેટલા સ્ટાઈલીસ છે એ તો તમે એમની ઇન્સ્ટા પોસ્ટ પરથી જ સમજી શકશો.
૪. સૌરભ જૈન ( ટીવી સીરીયલ – મહાભારત )
સૌરભ રાજ જૈન એ વર્ષ ૨૦૧૩માં શરુ થયેલા ટીવી સીરીયલ મહાભારતમાં કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા. સારા દેખાવ સાથે જ એમની શાનદાર અભિનય પ્રતિભાને કારણે એમને ઘણું જલ્દી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આ સીરીયલ પૂર્ણ થયા પછી પણ આ સ્ટારના હેન્ડસમ દેખાવને કારને એમની ફેન ફોલોઈંગ સતત વધતી રહી હતી. આ સમયે તેઓ કેટલા સ્ટાઈલીસ છે એ તો તમે એમની ઇન્સ્ટા પોસ્ટ પરથી જ સમજી શકશો.
૫. મૃણાલ જૈન ( ટીવી સીરીયલ – મહાભારત )
પોતાની ઉત્તમ અભિનય ક્ષમતા અને દેખાવ દ્વારા ફેન્સના દિલોમાં પોતાની જગ્યા બનાવી લેનારા અભિનેતા મૃણાલ જૈન એ એકતા કપૂરની મહાભારત ટીવી સીરીયલમાં ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા. આ પાત્રને લોકોએ ધારાવાહિકમાં સૌથી વધારે પસંદ કર્યું હતું. સીરીયલમાં એ સમયના કપડામાં જોવા મળેલા આ અભિનેતા વાસ્તવિક જીવનમાં ફેશનેબલ કપડા પહેરવાનું પસંદ કરે છે. આ અભિનેતાના વોર્ડ રોબમાં ટી શર્ટ, સ્વૈટશર્ટ, જીન્સ, સુટ, પેન્ટ્સ અને ફેન્સી જેકેટ પણ સામેલ છે. આ સમયે તેઓ કેટલા સ્ટાઈલીસ છે એ તો તમે એમની ઇન્સ્ટા પોસ્ટ પરથી જ સમજી શકશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત