વજન ઘટાડવા આ ચાર પીણાં પીવો છો તો થઇ જાવ સાવધાન, થશે વિપરીત અસર.

જો તમે સવારે આ ચાર ડ્રીંકમાંથી કોઈ પણ એક લેતા હોવ તો બની શકો છો મેદસ્વીતાના શિકાર – આ વસ્તુઓની તમારે સદંતર કરવી જોઈએ અવગણના

image source

જે લોકો વજન ઘટાડે છે તેમને લાગે છે કે જમવાનું છોડવાથી તેમનું વજન નહીં વધે. આવા લોકો સવારે બ્રેકફાસ્ટ કરવાની જગ્યાએ બીજા વિકલ્પ શોધે છે, જેમ કે જ્યૂસ, ચા, કોફી અથવા તો ફ્લેવર્ડ મિલ્ક વિગેરે. તમે વિચારતા હશો કે તમારું સવારનું પીણું તમારું વજન ઉતાવામાં તમારી મદદ કરશે. પણ વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં કેટલાક સવારના પીણા એવા હોય છે જે તમારું વજન ઘટાડવામાં નહીં પણ વજન વધારવામાં મદદ કરે છે. તો આજે અમે તમને કેટલાક એવા જ પીણા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે સદંતર અવગણવા જોઈએ.

મીઠી લસ્સી

image source

ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતમાં મીઠી લસ્સી લોકોને ખૂબ પસંદ હોય છે. અહીં સવારના પહોરમાં મીઠી લસ્સી પીવાનો રીવાજ છે. મીઠી લસ્સી, દહીં, પાણી અને ખાંડનું મિક્સ્ચર હોય છે. તેને હેલ્ધી અને નો કાર્બ ડાયેટ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં એક ગ્લાસ મીઠી લસ્સીમાં 160 કેલરી અને ઢગલાબંધ ખાંડ અને ફેટ હોય છે. આ પિણાનું જો નિયમિત સેવન કરવામા આવે તો તમારું વજન ઝડપથી વધી શકે છે.

ફ્લેવર્ડ મિલ્ક

image source

દૂધ એક સંપુર્ણ ખોરાક છે, પણ તેમા ખાંડ, ચોકલેટ વિગેરે ફ્લેવર મિક્સ કરવાથી તેમાંની કેલરીનું પ્રમાણ વધી જાય છે. જો તમે રોજ તેને પીતા હોવ તો તમારું વજન વધતું જશે અને તેની સાથે સાથે તમને કેટલાક પ્રકારની પેટને લગતી સમસ્યા પણ થશે. એક ગ્લાસ ફ્લેવર્ડ મિસ્કમાં લગભગ 160 કેલરી હોય છે.

સંતરાનો જૂસ

image source

તાજા ફળ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ લાભ થાય છે, જ્યારે તાજા ફળના રસ પીવાથી તેટલો લાભ નથી થતો. જ્યારે ફળનો રસ કાઢવામાં આવે છે, ત્યારે તેના પોષણ મૂલ્ય અને ફાયબર તેમાંથી જતા રહે છે. તેવામાં જો તમે રોજ સવારે સંતરાનો જૂસ પીતા હોવ તો તે તમારા વજનને ઝડપથી વધારે છે. એક ગ્લાસ સંતરાના જૂસમાં લગભગ 220 કેલરી હોય છે. માટે જો તમે તમારું વજન વધારવા ન માગતા હોવ અને તમે તમારી ફીટનેસને લઈને સજાગ હોવ તો તમારે ઓરેન્જ જ્યૂસ ન પીવું જોઈએ.

બનાના શેક

image source

ઘણા લોકો બ્રેકફાસ્ટમાં માત્ર કેળા ખાવાનું પસંદ કરે છે. કેળા ફાયબર, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનિજનો એક સીધો જ સ્રોત છો. જોકે, તમે તમારું વજન ઘટાડવા માગતા હોવ તો તમારે સવારના નાશ્તામાં કેળા અને દૂધનું સેવન ન કરવું જોઈએ. એક કેળાના મિલ્કશેકમાં લગભગ 160-180 કેલરી હોય છે. માટે તેને અવોઇડ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત