ઉનાળામાં આંખની બળતરામાં મેળવવી છે રાહત તો અકસીર છે આ ઘરેલૂ ઉપાયો

અતિશય ગરમી અને પ્રદૂષણ આંખ પર સીધી અસર કરે છે. એટલું જ નહીં લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી પણ આંખમાં બળતરા થઈ શકે છે. આ સામાન્ય સમસ્યા છે. આ માટે તે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકો છો અને તેનાથી રાહત મેળવી શકો છો.

image source

ઉનાળો હાલમાં પોતાનો કહેર વર્તાવી રહ્યો છે આ સમયે કડકડતી આગ જેવી ગરમીના કારણે અનેક વાર આંખો થાક અનુભવે છે. તેનાથી આંખમાં બળતરા થાય છે. ગરમી, પ્રદૂષના કારણે આંખ પર ખરાબ અસર થાય છે. તેનાથી આંખમાં બળતરા અને ખંજવાળ પણ આવે છે. અનેક વાર તેના કારણે તમને માથું પણ દુઃખે છે. જો તમે થાક પણ અનુભવો છો તો તમે તમારી આંખનો ખ્યાલ રાખો તે જરૂરી છે. તો જાણો ઘરે કયા ઉપાયો કરીને તમે આંખની બળતરાને શાંત કરી શકો છો.

હૂંફાળા પાણીથી આંખો ધૂઓ

આંખમાં જો બળતરા થઈ રહી છે તો હૂંફાળા પાણીથી તેને ધોઈ લો. આંખમાં થતા ઇન્ફ્લામેશન અને ડ્રાઈનેસને ક્યોર કરવામાં તે મદદ કરે છે.

image source

ગરમ શેક કરો

જો તમે દિવસમાં અનેક વાર ગરમ પાણીનો શેક કરો છો તો તે માટે તમે ગરમ પાણીમાં એક કપડું ભીનું કરો અને તેને આંખો બંધ કરીને તેની પર રાખો. આ પ્રક્રિયા તમે અનેક વાર કરી શકો છો.

બેબી શેમ્પૂનો કરો ઉપયોગ

હૂંફાળા પાણીમાં બેબી શેમ્પૂ ઓગાળો અને રૂ ની મદદથી આંખ અને આઈ લેશની સફાઈ કરો. આમ કરવાથી ઓઈલ ગ્લેન્ડ અનક્લોગ થશે અને ઈન્ફ્લામેશનમાં ઘટાડો થશે.

image source

ઓમેગા 3 ફેટી એસિડનું સેવન કરો

ભોજનમાં એ ચીજોને સામેલ કરો જેમાં ઓમેગા 3 ફેટી એસિડ વધારે પ્રમાણમાં હોય. તેનાથી આંખમાં ડ્રાયનેસ આવે છે અને બળતરા ખતમ થાય છે.

હ્યુમિડિફાયરનો કરો ઉપયોગ

ઘરમાં એર મોઈશ્ચરને વધારવાનો પ્રયાસ કરો. તેના માટે તમે બજારમાંથી હ્યુમિડિફાયર ખરીદીને લાવી શકો છો. તેનાથી આંખની ડ્રાયનેસ ઘટે છે અને આંખના ઇન્ફ્લામેશનમાં ઘટાડો થયો હોય તે રિકવર થાય છે.

image source

કાકડીનો ઉપયોગ

આંખની બળતરા અને સોજાને ઘટાડવા માટે કાકડીનો ઉપયોગ કરાય છે. કાકડીના 2 ટુકડા કાપીને ફ્રિઝમાં ઠંડા થવા રાખો જ્યારે તે ઠંડા થઈ જાય તો તેને આંખ પર 10 મિનિટ સુધી લગાવી રાખો. આમ કરવાથી આંખને આરામ મળશે.

ટી બેગ્સ

ચાની પત્તીમાં ટેનિક એસિડ હોય છે જે આંખના સ્ટ્રેસને ઘટાડે છે. જો તમે કોઈ પણ ટી બેગ લેતા હોય તો તેને પહેલા ઠંડા પાણીમાં નાંખો અને પછી તેને આંખ પર રાખો. તમને તેનો ફરક અનુભવાશે.

image source

ગુલાબજળનો ઉપયોગ

આંખમાં બળતરા છે તો ગુલાબજળને કોટનમાં ડુબાડો અને આંખ પર 10 મિનિટ લગાવીને રહેવા દો. તમને આરામ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!