ખુશખબર: KBC રજીસ્ટ્રેશન થશે શરૂ, હોટ સીટ પર પહોંચવું હોય તો જાણી લો શું કરશો

ટીવી પર આવતો કોન બનેગા કરોડપતિ શો લોકોમાં ખૂબ જ પોપ્યુલર રહ્યો છે. હવે હાલમાં જ અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ સિઝન 13નું એલાન થયુ છે. કૌન બનેગા કરોડપતિ શોની સિઝન 13નો 2021 એડિશન પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં જણાવવામાં આવ્યુ છે કે કેબીસી 13ની રજીસ્ટ્રેશનની તારીખ 10 મે છે. 10 મેથી જ શો માટે રજીસ્ટ્રેશન શરૂ થવા જઇ રહ્યું છે.

image source

કોન બનેગા કરોડપતિના આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, ક્યારેય વિચાર્યુ છે કે તમારા અને તમારા સપના વચ્ચે કેટલુ અંતર છે, માત્ર 3 અક્ષરનું કોશિશ… તો તમારુ સપનુ સાકાર કરવા ઉઠાવો ફોન અને થઇ જાઓ તૈયાર કારણ કે 10 મેથી શરૂ થવા જઇ રહ્યુ છે કેબીસી રજીસ્ટ્રેશન. હોટ સીટ અને હું તમારી રાહ જોઇ રહ્યાં છીએ બસ તૈયાર થઇ જાઓ.

image source

તમને જણાવી દઈએ કે કેબીસી 13 માટે સોમવાર 10 મે 2021 રાત્રે 9 વાગ્યાથી અમિતાભ બચ્ચનના સવાલ શરૂ થઇ જશે અને તેની સાથે શોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પણ.

ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલ ગાઇડલાઇન્સ અનુસાર કોન બનેગા કરોડપતિમાં માત્ર એસએમએસ કે સોની લીવ દ્વારા જ ભાગ લઇ શકાય છે અને એ તદ્દન ફ્રી છે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કેબીસીની સીઝન 12, 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી જેની ટેગલાઇન હતી – ‘જો ભી હર સેટબૈક કા જવાબ કમબેક સે દો. ‘ કેબીસીની 12મી સીઝનમાં ભોપાલની આરતી જગતાપ શોની પ્રથમ સ્પર્ધક હતી. તમને જણાવી દઇએ કે કેબીસી 12માં 4 કરોડપતિ બન્યા હતા.

image source

કોવિડ 19 ફ્રંટલાઇન વોરિયર્સ ડૉ. નેહા શાહ, અમિતાભ બચ્ચનના આ શોની ચોથી કરોડપતિ બની હતી. તે પહેલા અનુપા દાસ, આઇપીએસ અધિકારી મોહીત શર્મા અને નાઝીયા નીગમે પણ એક કરોડ રૂપિયા જીત્યા હતા. . રમતમાં પ્રથમ વાર કોરોનાને કારણે કેટલાક રસપ્રદ ફેરફારો જોવા મળ્યા, જેમાં ઓડિયન્સ પોલ લાઇફલાઇનને વિડિઓ-એ-ફ્રેન્ડ લાઇફલાઇનથી બદલવામાં આવી.

નાઝિયા નાઝિમ કેબીસી 12 ની 1 કરોડ જીતનાર પ્રથમ સ્પર્ધક હતી. તેનો અંતિમ એપિસોડ 22 જાન્યુઆરીએ યોજાયો હતો. સાતમી સીઝનમાં કુલ પ્રશ્નોની સંખ્યા 13 થી વધારીને 15 કરવામાં આવી હતી અને ઇનામની રકમ 7 કરોડ હતી. સીઝન 9ના પ્રશ્નોની સંખ્યા વધારીને 16 અને ઇનામની રકમ 7 કરોડ કરી દેવામાં આવી છે. આ શોના તમામ સિઝન અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે, સિવાય કે સીઝન 3, શાહરૂખ ખાન હોસ્ટ કરી હતી. કેબીસી પાસે ઘણા સેલિબ્રિટી અતિથિઓ પણ છે, જે સ્પર્ધકો સાથે રમીને રમત જીતવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!