UPI એટલે શું? અને કઈ રીતે કરે છે કામ? જાણો આ વિશેની તમામ માહિતી એક ક્લિકે

વર્ષોથી એક પૈસાની લેવડ દેવડ કરવાની એક પધ્ધતિ ચાલી આવી રહી છે કે બજારમાંથી કોઈપણ માલસામાન ખરીદવા માટે રોકડ પૈસાની જરૂર પડે છે. રોકડ પૈસા ચૂકવો અને માલસામાન ખરીદો. આ પ્રથા હજુ પણ ચાલે છે. પરંતુ સમયની સાથે સાથે હવે પેમેન્ટ કરવાની અલગ અલગ પદ્ધતિઓ પણ ચલણમાં આવી છે.

Unified Payments Interface એક એવી સુવિધા છે જેની મદદથી તમે ક્યાંય પણ અને કોઈપણ સમયે બેંક અકાઉન્ટમાંથી પૈસા મોકલી શકો છો. તમારા મિત્ર હોય, સંબંધી હોય કે અન્ય કોઈ જગ્યાએ પણ તમારા અકાઉન્ટમાંથી અન્ય અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

image source

એ સિવાય જો તમે કોઈ માલસામાન ઓનલાઇન ખરીદવા ઇચ્છતા હોય તો તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો અથવા બજારમાં કોઈ ખરીદી કર્યા બાદ જે તે જગ્યાએ ઉપલબ્ધ સુવિધા અનુસાર અલગ અલગ UPI એપ દ્વારા પેમેન્ટ કરી શકો છો.

વળી, UPI ટ્રાન્ઝેક્શન ભારતમાં વધી રહ્યું છે. તેના દ્વારા સુરક્ષિત રીતે પૈસાની લેવડ દેવડ થઈ શકે છે. જો કે તેમાં થોડી સાવચેતી પણ રાખવાની જરૂર છે કારણ કે તેમાં થોડી ભૂલ ચૂક થઈ જવાથી પૈસા જે તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના બદલે અન્યના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે.

image source

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આપણે Google Pay, PhonePe, Paytm જેવી એપ્સમાં યુપીઆઈનો ઉપયોગ કરીએ છીએ. UPI કઈ રીતે કામ કરે છે અને તેનો વપરાશ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આજના આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું.

UPI એટલે શું ?

જે લોકો યુપીઆઈ વિશે માહિતગાર છે અને તેનો ઉપયોગ કરે છે તેમના માટે મવી વાત નથી પરંતુ જે લોકો હજુ સુધી યુપીઆઈથી અજાણ છે તેમના માટે જણાવી દઈએ કે Unified Payments Interface (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) એટલે કે યુપીઆઈ એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે મોબાઈલ એપ દ્વારા બેંક અકાઉન્ટમાં તરત પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

image source

યુપીઆઈના માધ્યમથી તમે એક બેંક અકાઉન્ટને અનેક યુપીઆઈ એપ સાથે લિંક એટલે કે કનેક્ટ કરી શકો છો. વળી, અનેક બેંક અકાઉન્ટને પણ એક યુપીઆઈ એપ સાથે લિંક કે કનેક્ટ કરી શકો છો. ભીમ, ગુગલ પે, અમેઝન પે, ફોન પે વગેરે યુપીઆઈ એપ જ છે જેમાં તમે તમારું બેંક અકાઉન્ટ લિંક કરી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો.

આ રીતે કરો UPI નો ઉપયોગ

નોંધનીય છે દરેક બેંકના અલગ અલગ UPI એપ હોય છે. તમારા સ્માર્ટફોનના પ્લે સ્ટોરમાં જઈને તમારી સંબંધિત બેંકની યુપીઆઈ એપ શોધીને ડાઉનલોડ કરી શકો છો. તેને ઇન્સ્ટેલ કર્યા બાદ તેમાં સાઈન ઇન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી જે તે બેંકની ડિટેલ ભરીને યુપીઆઈ અકાઉન્ટ બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!