આ ઝાડની પૂજા કરવાથી શનિ દેવનો પ્રકોપ થઇ જાય છે શાંત, શું તમે જાણો છો આ વિશે?

મિત્રો, આપણે સૌ શનિદેવને ન્યાયકર્તા તરીકે પૂજીએ છીએ. તે દરેક વ્યક્તિને પોતાના કર્મ મુજબનુ ફળ આપે છે. જે લોકોએ સારા કર્મ કર્યા હશે તેમને સારા ફળની પ્રાપ્તિ થશે અને જે લોકોએ ખરાબ કર્મ કર્યા છે તેમને ખરાબ ફળની પ્રાપ્તિ થશે. શનિદેવના પ્રકોપનો સામનો ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકે છે તો આજે જ જાણો.

image source

એવુ કહેવામા આવે છે કે, પીપળના વૃક્ષનુ પૂજન એ તમારા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત પીપળના આ વૃક્ષનુ પૂજન કરો અને તેની પરિક્રમા કરો તો તે શનિની તમામ ખામીઓને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આખરે જે વૃક્ષ પ્રભુ શનિને ગળી ગયુ છે, તે શનિદેવ પર કેવી રીતે મહેરબાન થઇ શકે છે? ચાલો જાણીએ. જો આપણે પૌરાણિક કથાઓની વાત માનીએ તો પીપળને ભગવાન શનિનુ વરદાન પ્રાપ્ત થયુ હતુ. ચાલો જાણીએ પીપળના વૃક્ષને કેવી રીતે મળી ગયુ શનિદેવનુ વરદાન.

image source

જો આપણે પૌરાણિક કથાઓની માનીએ તો અગસ્ત્ય ઋષિ એ દક્ષિણ દિશામા તેમના શિષ્યોની સાથે ગોમતી નદીના તટ પર ગયા હતા અને સત્રયાગની દીક્ષા લઈને એક વર્ષ સુધી યજ્ઞ કરતા રહ્યા હતા. તે સમયે સ્વર્ગ પર રાક્ષસ રાજ પણ અસ્તિત્વમા હતુ.

આ સમયે કૈટભ નામનો રાક્ષસ પીપળના વૃક્ષનુ રૂપ ધારણ કરીને યજ્ઞમા આવનાર બ્રાહ્મણોને પરેશાન કરતો હતો અને બ્રાહ્મણને મારીને તેને ખાઈ જતો હતો. આવી જ રીતે જો કોઈ બ્રાહ્મણ પીપળના ઝાડની ડાળી કે પાંદડા તોડવા જતા તો રાક્ષસ તેમને ખાઈ જતો હતો.

image source

દિવસભરમા તેમની સંખ્યા ખુબ જ ઓછી થઇ રહી હતી, આ જોઈને ઋષિમુનિ સહાયતા માટે શનિદેવની પાસે આવી પહોંચ્યા. ત્યારબાદ શનિદેવ બ્રાહ્મણનુ સ્વરૂપ લઈને પીપળના વૃક્ષ પાસે ગયા. ત્યા વૃક્ષ બનેલુ રાક્ષસ એ શનિદેવને સાધારણ બ્રાહ્મણ સમજીને ખાઈ ગયુ હતુ. ત્યારબાદ શનિદેવ તેમનુ પેટ ફાડીને બહાર નિકળ્યા હતા અને તેમનો અંત કર્યો હતો.

image source

રાક્ષસનો અંત થવાથી પ્રસન્ન ઋષિમુનિએ શનિદેવને આશીર્વાદ આપ્યા હતા. શનિદેવે પણ પ્રસન્ન થઈને તેમને જણાવ્યુ કે, શનિવારના દિવસે જે પણ પીપળના વૃક્ષને સ્પર્શ કરશે તેમના બધા જ કાર્ય સમયસર પૂર્ણ થશે. જે કોઈપણ માણસ આ વૃક્ષ પાસે સ્નાન, ધ્યાન, હવન અને પૂજા કરશે તો તેમણે ક્યારેય પણ મારા પ્રકોપનો સામનો કરવો પડશે નહિ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ