વેકસીનથી ડરતા વ્યક્તિના મિત્રોએ કર્યું કંઈક આવું, કે ઈન્ટરનેટ પર લોકો પેટ પકડીને હસ્યાં

કોવિડ -19 રસી મેળવવામાં ડરતા દેશી વ્યક્તિનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ તહેલકો મચાવી રહ્યો છે. પુરા બે મિનિટનો આ વિડીયો મનોરંજનથી ભરપૂર છે. વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ કોઈપણ સંજોગોમાં રસીકરણ કેન્દ્રમાં જવા માટે તૈયાર નથી. લોકો તેને દરેક રીતે સમજાવી રહ્યા છે કે રસી એકમાત્ર ઉપાય છે. પરંતુ, તે મક્કમ છે અને બાબતને સમજવા તૈયાર નથી. પછી મિત્રોએ તે કર્યું જે તેઓ સામાન્ય રીતે સાથી મિત્રો સાથે કરે છે. એને જબરદસ્તી પકડીને વેકસીન સેન્ટરની અંદર લઈ ગયા અને જમીન પર સુવડાવીને એને વેકસીન મુકાવી દીધી.

કોવિડ સંક્રમણનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. નિવારણનો માર્ગ એ છે કે જ્યારે તમારો વારો આવે ત્યારે, કોવિડ -19 રસીના બંને ડોઝ નિર્ધારિત સમયે લઈ લેવા જોઈએ. આ સાથે, માસ્ક પહેરવું, 6 ફૂટનું અંતર જાળવવું અને સતત હાથ ધોવા પણ જરૂરી છે. તો જ આપણે આ ભયાનક રોગથી બચી શકીશું. ભારતમાં મોટાભાગના લોકો કોરોના સામેની રસીનું મહત્વ સમજી ગયા છે અને આ જ કારણ છે કે આજ સુધી 83 કરોડ 30 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. લગભગ સાડા એકવીસ કરોડ લોકોના બંને ડોઝ પૂરા થઈ ગયા છે. પણ હકીકત એ પણ છે કે આજે પણ અમુક લોકો એવા છે જેમને વેકસીનને લઈને કે ઇન્જેક્શનના કારણે એક બીકની ભાવના પેદા થઈ છે. વેકસીનથી ડરતા આવા ન એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો 1 મિનિટ 20 સેકન્ડનો છે. આમાં જોવા મળે છે કે વ્યક્તિ રસીકરણ કેન્દ્રમાં નર્સ પાસે રસી લેવા માટે તૈયાર નથી. પરંતુ, તેના કેટલાક મિત્રો તેને કોઈપણ રીતે નર્સ પાસે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, લગભગ તેને રસીનું મહત્વ સમજાવતા ખેંચી રહ્યા છે. શરૂઆતમાં, તેના સાથીઓએ તેને પૂરતું સમજાવ્યું જેથી તે કોઈક રીતે રસી મેળવી શકે. પરંતુ, તે વ્યક્તિ તેને સ્વીકારવા તૈયાર નહોતી. બાળકની જેમ ઇન્જેક્શન લેવાની ના પાડી રહ્યો હતો

જ્યારે તે સીધી રીતે માનવા તૈયાર ન હતો ત્યારે સાથીઓએ તેને મૈત્રીપૂર્ણ રીતે પકડ્યો અને તેને નર્સની સામે કરી દીધો ને જમીન પર બેસાડ્યો અને નર્સને રસી લગાવવા માટે ઈશારો કર્યો. આ સમય દરમિયાન પણ, વ્યક્તિ પોતાની તમામ શક્તિથી ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરતો રહ્યો. પરંતુ, જ્યારે નર્સે જોયું કે ડોઝ આપવાની તક છે, ત્યારે તેણે તરત જ તેને કોવિડ -19 ની રસી આપી

આ વીડિયો મધ્યપ્રદેશના બુંદલખંડ વિસ્તારનો છે, જેને અનિલસ્ક્રાઈબ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો 21 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો ત્યારથી, આ સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 3 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અગાઉ, આવો જ બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા કોવિડની રસીથી બચવા માટે ડ્રમની પાછળ સંતાઈ ગઈ હતી. ઉત્તરપ્રદેશના ઇટાવાનો તે વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. હર દેવી નામની એ મહિલા સ્વાસ્થ્ય વિભાગની ટીમથી બચવાની કોશિશ કરી રહી હતી જે વેકસીનને લઈને જાગૃતિ વધારવા આવી હતી