અમદાવાદના 3 યુવકોએ ક્રિપ્ટોકરન્સીથી બદલ્યુ નસીબ, જાણો અબજોપતિ બનવા સુધીની સફર

કોરોના મહામારીની બાદ આજકાલ બિઝનેસની દુનિયામાં એક નવો શબ્દ ચર્ચામાં આવ્યો છે અને આ શબ્દ છે ક્રિપ્ટોકરન્સી. આ શબ્દ ક્યારેક એલન મસ્કની ટ્વિટના કારણે તો ક્યારે ચીનની ધમકીના કારણે પણ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. લોકોના મોઢે આ ક્રિપ્ટોકરન્સી શબ્દની બોલબાલા જોવા મળી રહી છે. આ સમયે ભારતમાં પોલિગૉન ચર્ચામાં છે. આપણે વાત કરીશું એવા 3 ભારતીય યુવકોની જેઓ ક્રિપ્ટોકરન્સીના કારણે અબજોપતિ બની ચૂક્યા છે. આ યુવકો અમદાવાદના રહેવાસી છે. હાલમાં આ એવું ક્ષેત્ર છે જ્યાં અનેક ઓછા લોકોએ અબજો પતિ બનવાની સફર પૂરી કરી છે. તો આવો મળીએ બ્લોકચેન ટેક્નોલોડી કંપની પોલિગૉન બનાવી અને તેઓએ ભારતની બહાર પણ લોકપ્રિયતા મેળવી.

image source

3 ભારતીયોએ બનાવેલી ક્રિપ્ટોકરન્સી પોલિગૉન ગયા અઠવાડિયે જ 10 અબજને પાર કરી હતી અને આ સાથે 3 ભારતીયો અબજોપતિ બની ગયા હતા. તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 13 અબજ ડોલરનું થઈ ચૂક્યું છે. આ પોલિગૉોને વિશ્વની ટોચની 20 ક્રિપ્ટોકરન્સીના લિસ્ટમાં નામ પણ નોંધાવી દીધું છે. આ 3 ભારતીયોમાં જયંતિ કાનાણી, સંદીપ નેલવાલ અને અનુરાગ અર્જુનનો સમાવેશ થયો છે. પહેલા આ 3 ભારતીયો સામાન્ય નોકરીઓ કરતા હતા અને હવે તેમનું નામ અબજોપતિમાં સામેલ થઈ ચૂક્યુ છે.

જાણો શુ છે ટીમ પોલિગૉન

જયંતિ કાનાણી, સંદીપ નેલવાલ અને અનુરાગ અર્જુન આ 3 બ્લોકચેન પ્લેટફોર્મ પોલિગૉનના સહસંસ્થાપક છે.આ પહેલા આ નામ મેટિકના નામથી ઓળખાતું હતું. તેની સ્થાપના 2017માં થઈ હતી અને તે ઈથેરિયમ બ્લોક ચેન પર કામ કરે છે. તેનાથી ડીસેન્ટ્રલાઈઝ્ડ એપ્સ બનાવાય છે. તે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમ પર ફી અને લેણદેણની સમસ્યાને ઉકેલવા માટેનું કામ કરે છે. તેના બ્લોક ચેનનુંગેમિંગ પ્લેયર્સ, નોન ફંજિબલ ટોકન્સ અને ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સમાં પણ તેનો યૂઝ વધી રહ્યો છે.

અનેક નોકરી કર્યા બાદ સંદીપને આવ્યો આઈડિયા

સંદીપ નેલવાલની કંપની કોરોના રાહત માટે 1 અબજ ડોલરથી વધુ ક્રિપ્ટો ફંડ ભેગુ કરી ચૂકી છે. કંપનીની હેડ ઓફિસ બેંગ્લોરમાં છે. પોલિગૉનના સ્થાપક મુંબઈ અને અમદાવાદમાં પણ છે. સંદીપે શરૂ કરેલી આ કંપનીમાં કામ કર્યું અને પછી તેણે એક વેબસાઈટ લોન્ચ કરી.

મળો અનુરાગ અર્જુનને

image source

પોલિગૉનના અન્ય સહસંસ્થાપક અનુરાગ અર્જુન એક સિરિયલ એન્ટરપ્રિન્યોર છે. તે સેન્ટ્રલ બેન્ક જેવી સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં કામ કરે છે. તેઓ બ્લોકચેનમાં દુનિયાને બદલવાની તાકાત રાખે છે.

કોણ છે જયંતિ કાનાણી

કાનાણી એક કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરનું કમ કરે છે. સંદીપે કહ્યું કે અમે અમારા વિઝન અને કામનો સ્કોપ વધાર્યો છે. પોલિગૉન બજાર પણ ઝડપથી કામ કરી રહ્યું હોવાથી વિકાસ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!