માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આ છે ટ્રેનનુ સમયપત્રક, જાણો કેવી રીતે પ્લાન કરી શકશો ટૂર

ભારતીય રેલવે દ્વારા શ્રી માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેતા મુસાફરો માટે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના ઓપરેટિંગ સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ૧૦ ઓગસ્ટથી રેવાડી સ્ટેશન પર આ ટ્રેનના આગમન તથા પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

image soucre

ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા, મુસાફરો એ તેના આગમન તથા પ્રસ્થાન સંબંધિત માહિતી પહેલા મેળવી લેવી જોઈએ. જેથી મુસાફરી દરમિયાન તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ઉત્તર પશ્ચિમ રેલવે ના ડેપ્યુટી જનરલ મેનેજર મુખ્ય જન સંપર્ક અધિકારી લેફ્ટનન્ટ શશી કિરણ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૪૧૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ વિશેષ ટ્રેન સેવા શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડશે.

image soucre

તે રેવાડી સ્ટેશન પર સાત ને પંચાવન કલાક ને બદલે સાત ને પચાસ કલાકે પહોંચશે અને આઠ કલાક ને બદલે સાત ને પંચાવન કલાકે ઉપડશે. આ ટ્રેન ના અન્ય તમામ સ્ટેશ નો પર અગાઉ થી નિર્ધારિત સ્ટોપેજ અને સમય ચાલુ રહેશે. તેમાં કોઈ ફેરફાર નથી.

ગુજરાતના અનેક સ્ટેશનો એ ટ્રેન રોકાશે

image soucre

આ ટ્રેન બોરીવલી, સુરત, વાપી, ભરુચ, વડોદરા, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, મથુરા, નવી દિલ્હી, પાનીપત, અંબાલા કેન્ટ, લુધિયાના, ફગવાડા, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, જમ્મુ તવી અને ઉધમપુર સ્ટેશન પર બંને દિશાઓમાં રોકાશે. ટ્રેન નંબર ૦૪૬૭૧ હજરત નિઝામુદ્દીન સ્ટેશન પર રોકાશે. જ્યારે કે ટ્રેન નંબર ૦૪૬૭૨ સબ્જી મંડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી બે ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ કેટેગરી ના સીટિંગ કોચ સામેલ છે.

image soucre

તેના વિસ્તૃત માર્ગ ની વાત કરીયે તો ટ્રેન નવી દિલ્હી, અંબાલા કેન્ટ, લુધિયાણા, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, જમ્મુ તાવિ અને ઉધમપુર સ્ટેશનો પર ઊભી રેહશે. વૈષ્ણ દેવી નાં દર્શન માં તમારે કોઈ પણ જાત ની અસુવિધા નાં ઉઠાવી પડે તે માટે વહીવટતંત્ર એ સંપૂર્ણ ગોઠવણ કરી છે બસ ખાલી તમારે તમારી ભક્તિમાં ધ્યાન રાખવું પડશે વહીવટીતંત્ર એ બધી ચિંતાઓ ને દૂર કરી દીધી છે.