અમદાવાદ 16 કેસ સાથે સૌથી અવ્વલ, બે જ દિવસમાં કોરોનાના કેસ 4 ગણા વધ્યા, બાળકોને પણ થઇ અસર

ધીમે ધીમે ઓછું થઇ રહેલુ અને નિમ્ન સ્તરે સ્થિર થયેલુ કોરોનાનુ સ્તર તહેવારો બાદ એકાએક વધી ગયું.. અને એ હદે વધ્યું કે લોકોની ચિંતા અને આરોગ્ય વિભાગની દોડધામ બંન્ને વધી ગયા.. બુધવારે કોરોનાના કેસે ચિંતામાં અનેકગણો વધારો કરી દીધો, એક સાથે 42 કેસ માત્ર 24 કલાકમાં નોંધાયા, જે અત્યાર સુધી 10 થી 15ની વચ્ચે રહેતા હતા.. એટલે કે કોરોનાના કેસમાં અનેકગણો વધારો નોંધાયો.. અને અમદાવાદ જાણે A P સેન્ટર બન્યુ હોય તેમ સૌથી વધુ 16 કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા.. ત્યારબાદ સુરતનો વારો આવે સુરતમાં પણ 5 કેસ નોંધાયા તો રાજકોટમાં પણ છેલ્લા 3 દિવસમાં 8 કેસ નોંધાતા રાજકોટવાસીઓની રાતની તો ઠીક બપોરની ઉંઘ પણ ઉડી ગઇ.

image soucre

અમદાવાદની વાત કરીએ તો બે જ દિવસમાં કોરોનાના કેસ 4 ગણા વધ્યા, એટલું જ નહીં બાળકો પણ ઝપટમાં આવ્યા છે, હવે રાજ્ય બહાર ફરીને આવતા લોકોનું ટ્રેસિંગ કરાશે, જે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 16માંથી 11 અને 13 વર્ષનાં બે બાળક પણ પોઝિટિવ છે તો 10 નવેમ્બરના રોજ શહેરમાં નોંધાયેલા 16 કેસમાંથી 11 કેસ માત્ર પશ્ચિમ વિસ્તારના છે

અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાળો મારી રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં બહારગામથી આવતા લોકોને ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવશે. 16 કેસમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ, પાલડી અને નવરંગપુરામાં કેસો નોંધાયા છે. 16 કેસમાંથી 11 અને 13 વર્ષનાં બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને એની સામે 23 લોકો સાજા થયા છે.

પશ્ચિમ વિસ્તારમાં કોરોના ફેલાતાં લોકોમાં ફરી ફફડાટ

10 નવેમ્બરના રોજ અમદાવાદમાં નોંધાયેલા 16 પોઝિટિવ કેસમાં એક જ પરિવારના લોકો પોઝિટિવ આવ્યા હોવાના કેસો છે. ઇસનપુરમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્ય, ચાંદખેડામાં એક જ પરિવારના બે વૃદ્ધ, બોપલમાં પતિ-પત્ની, પ્રહલાદનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, જ્યારે નરોડા, પાલડી, ચાંદખેડા, માણેકબાગ અને આંબાવાડીમાં એક-એક કોરોના પોઝિટિવ નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના ફેલાતાં લોકોમાં ફરી ફફડાટ ઊભો થયો છે. અમદાવાદમાં આવેલા સાતેય ઝોનમાં અલર્ટ આપવામાં આવ્યું છે.

કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગમાં દોડધામ

અમદાવાદ શહેરમાં અચાનક કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ ગયું છે. અમદાવાદમાં બહારગામથી પરત આવતા લોકો પર નજર રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવા જણાવવામાં આવ્યું છે. દરેક કેસમાં ઓછામાં ઓછું 50 લોકોના કોન્ટેક ટ્રેસિંગ કરવા પણ સૂચના આપી છે. ઝોનમાં તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાના કેસોને લઈ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા હતા, જેથી સરકારે પણ તમામ પ્રકારની છૂટછાટ આપી હતી. દિવાળીના તહેવારોમાં પણ છૂટછાટ આપવામાં આવી હતી, જે આગામી દિવસોમાં ભારે પડી શકે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે.

કોરોનાના કેસો ઘટવાને કારણે છૂટછાટો અપાઈ હતી

કોરોનાના કેસો ઘટવાને કારણે તહેવારોમાં છૂટછાટો અપાઈ હતી. દિવાળીમાં બજારો, પર્યટન સ્થળો, મંદિરોમાં ભારે ભીડ જામી હતી, ઠેર ઠેર સ્નેહમિલનો યોજાયા હતા, જેથી હવે કોરોનાની સ્થિતિ પર નજર રહે એ હેતુથી મ્યુનિ.એ કોરોના ટેસ્ટિંગ પણ વધારી દીધું છે. શહેરમાં આ પહેલાં 8 જુલાઈના રોજ કોરોનાના 15 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ એકપણ દિવસ કોરોના કેસોની સંખ્યા 15થી વધી ન હતી.

દિવાળીને કારણે મ્યુનિ.એ ટેસ્ટિંગની સંખ્યા વધારી

શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતા હોવાનું જણાતાં અમદાવાદ મ્યુનિ. દ્વારા આગોતરા પગલારૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ ‌વધારવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતા ટેસ્ટિંગ કરતાં બમણા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં આ નવા કેસો સામે આવ્યા છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોની સંખ્યા માત્ર 2થી 5 વચ્ચે રહેતી હતી, જ્યારે બુધવારે શહેરમાં કોરોનાના કેસો વધી ગયા હતા, એમાંથી નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ હોવાનું જાણવા મળ્યું હતું.

image soucre

સરકારે તહેવારો મનાવવા માટે છૂટછાટ આપી છે, પરંતુ સાથે ગાઇડલાઇનનુ પાલન કરવાની સૂચના પણ હતી, પરંતુ ન તો લોકોએ ગાઇડલાઇનનુ પાલન કર્યું.. અને ન તો તંત્રના જવાબદાર અધિકારીઓએ ગાઇડલાઇનના પાલન કરાવવાની જવાબદારી નિભાવી, અને બે વર્ષ બાદ દિવાળી મનાવવાની ઘેલછા એ હદે રાજ્યભરના બજારોમાં જોવા મળી કે તેનો અંદાજ બુધવારે નોંધાયેલા કોરોનાના આંક પરથી મળી શકે છે, લોકો એ ભૂલી ગયા કે આ એ જ કોરોના છે જે તેમના સ્વજનોને ભરખી ગયો છે, જેણે કેટલાય લોકોના અંગ દૂર કરાવી નાંખ્યા છે, તેમને સામાન્ય વ્યક્તિમાંથી અપંગ બનાવી દીધા છે, કેટલાયના પરિવારોના પરિવાર ઉજળી ગયા છે, છતાં આ બધું જ ભૂલીને લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત થઇ ગયા અને હવે તેમની બેદરકારી જ ભારે પડી શકે છે.