વરસતા વરસાદમાં ફરી લો આ જગ્યાઓ પર, ફોટા પાડવાથી લઇને મસ્તી કરવાની આવશે જોરદાર મજા

વાત જ્યારે ફરવા જવાની આવે તો આ લિસ્ટમાં લગભગ બધા લોકોનો સમાવેશ કરવો પડે. હરવું ફરવું અને પોતાના કામકાજથી દૂર શાંતિ અને નિરાંતનો સમય વિતાવવો કોને ન ગમે ? નવી નવી જગાએ ફરવું અને તેના વિશે જાણવું, નવી નવી જગ્યાએ જઈને તસવીરો ક્લિક કરાવવી, નવા નવા શહેરોની સ્થાનિક ડિશના સ્વાદ ચાખવા સૌ કોઈને ગમે. જો કે કોરોના વાયરસની મહામારીને લઈને હરવા ફરવાના શોખીન પર્યટકોની યાત્રા પર સજ્જડ બ્રેક લાગેલી હતી.

image source

પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ધીમે ધીમે ઘટવા લાગ્યા છે ત્યારે પર્યટન સ્થળો પણ ખુલવા લાગ્યા છે અને પર્યટકો પણ બહાર ફરવા જવાના પ્લાન બનાવી રહ્યા છે. ત્યારે જો તમે પણ લોકડાઉનની આળસને ખંખેરી તેના કંટાળાને દૂર કરવા ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો જણાવી દઈએ કે ભારતમાં પણ એવા અનેક સ્થળો આવેલા છે જ્યાં ફરવા જવાની એક અલગ જ મજા છે. તો ચાલો આ પર્યટન સ્થળો વિશે માહિતી મેળવીએ.

શીલોંગ

image source

મેઘાલયમાં આવેલ શીલોંગ અહીં આવતા પર્યટકોને એક અલગ જ અનુભવ કરાવે છે. ચોમાસાની ઋતુમાં અહીં ફરવા આવવાનો એક અલગ જ આનંદ છે. અહીં તમને આછા વાદળો અને પ્રકૃતીના અનેક આહલાદક અને માણવાલાયક દ્રશ્યો જોવા મળશે જે તમને યાદગાર રહી જાય તેવો અનુભવ કરાવશે. એ સિવાય અહીં કેટલાક ઝરણાઓ પણ છે જ્યાં તમે નિરાંતે બેસીને શાંતિનો અદભુત અનુભવ માણી શકશો.

દાર્જિલિંગ

image source

દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. વળી, ચોમાસામાં ફરવા જવા માટે આ સ્થાન એકદમ પરફેક્ટ મનાય છે. અહીં ચા ના બગીચાઓ જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ ઉઠશે. જો તમે એક શોખીન પ્રકૃતિ પ્રેમી હોય તો આ જગ્યા તમારા માટે એક સારો વિકલ્પ છે. દાર્જિલિંગમાં અનેક ફરવાલાયક સ્થાનિક સ્થળો પણ આવેલા છે જ્યાં તમે રજાઓ ગાળી શકો છો.

કુર્ગ

image source

જરા વિચારો તમે ક્યાંક ફરવા ગયા હોય અને તમને ત્યાં ગીચ જંગલો અને શાંત જગ્યા મળે, વળી, જંગલ વચ્ચે વિલા કે રિસોર્ટ મળે જેમાં તમે રોકાઈ શકો તેવી વ્યવસ્થા પણ હોય તો ચોક્કસ તમને એ જગ્યા બહુ ગમશે અને ત્યાં તમે રોકાવાની ઈચ્છા પણ રાખશો. આ બધું તમે કુર્ગમાં જોઈ શકશો. અહીં ઘણા કોફીના બગીચાઓ છે, તળાવો છે અને ધોધ પણ છે. ટૂંકમાં કહીએ તો તમે અહીં યાદગાર ચોમાસુ વિતાવી શકો છો.

મુન્નાર

image source

ચોમાસામાં જો તમને ક્યાંક ફરવા જવાની ઈચ્છા હોય તો તમારે કેરળમાં આવેલા મુન્નાર ખાતે જવું જોઈએ. દક્ષિણ ભારતની આ જગ્યા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં વરસાદ થવાની સાથે જ અદભુત વાતાવરણ અને નજારાઓ માણવા મળે છે. અહીં પણ ચા ના બગીચાઓ છે. એ સિવાય અહીં પર્યટકો ટ્રેકિંગની મોજ પણ માણી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!