Aadhaar Cardમાં અપડેટ કરાવવા માટે લાગે છે કેટલી ફી, કલર પ્રિન્ટ આઉટનો કેટલો છે ચાર્જ

UIDAIએ આધારમાં કોઈ પણ ફેરફારને માટે નજીકના સેન્ટર પર જવાની જરૂરિયાતને ખતમ કરી છે. તમે ઘરે બેસીને જાણકારીને અપડેટ કરી શકો છો. જો કે બાયોમેટ્રિક અપડેટને માટે નજીકના સેન્ટર પર જવું જરૂરી બને છે.

 

image source

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ UIDAI ભારતીય નાગરિકોને આધાર કાર્ડ જાહેર કરે છે. તેમાં આ નાગરિકને માટે અલગ એટલે કે 12 અંકનો ઓળખ નંબર આપવામાં આવે છે. આ સાથે ઓળખ અને સરનામું પણ પ્રમાણના રૂપે આપવામાં આવે છે. અરજીમાં આધાર કાર્ડનો ઉપયોગ કરાય છે, જો તમે તેમાં કેટલાક ફેરફાર કરવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન કે નજીકના આધાર સેન્ટર પર તેને અપડેટ કરાવી શકો છો. જો કે આધારમાં અલગ અલગ જાણકારી અપડેટ કરવા માટે તમારે કેટલીક ફી પણ ભરવાની રહે છે.

બાયોમેટ્રિક અપડેટ માટે ચૂકવવાની રહેશે 100 રૂપિયાની ફી

image source

આધારમાં બાયોમેટ્રિક અપડેટ માટે તમારે નજીકના આધાર પરમેનન્ટ એનરોલમેન્ટ સેન્ટર જવાનું રહે છે. આ સિવાય દરેક અપડેટ હવે ઓનલાઈન થાય છે. જો તમે બાયોમેટ્રિક અપડેટ કરાવો છો તો તમે 100 રૂપિાયની ફી ભરવાની રહે છે. ડેમોગ્રાફિક અપડેટ માટે 50 રૂપિયા આપવાના રહે છે. ઈ આધાર ડાઉનલોડ અને કલર પ્રિન્ટ ઈચ્છો છો તો તમારે 30 રૂપિયા ભરવાના રહે છે. આ સિવાય જો તમારી પાસે કોઈ વધારે રૂપિયા માંગે છે તો તમારે 1947 પર કોલ કરવાનો રહે છે. તમે અહીં ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે [email protected] પર મેલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

અપડેટ કરાવવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જાઓ સેન્ટર પર

image source

આધાર કાર્ડને અપડેટ કરાવવા ઈચ્છો છો તો તમે તમારા ઓરિજિનલ ડોક્યૂમેન્ટને સાથે લઈને એનરોલમેન્ટ સેન્ટર પર જઈ શકો છો. ઓરિજિનલ ડોક્યુમેન્ટની અહીં તપાસ કરવામાં આવે છે. આ પછી તેને સિસ્ટમમાં અપડેટ કરીને તમને તે પરત આપી દેવામાં આવશે. હવે તમે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ ની મદદથી ડેમોગ્રાફિક જાણકારી બદલી શકો છો. તેમાં તમે મોબાીઇલ નંબર રજિસ્ટર્ડ કરાવી શકો છો. જો તમે એડ્રેસમાં ફેરફાર કર્યો છે તો વિવાહ થયા બાદ તમે એડ્રેસમાં ફેરફાર અપડેટ કરાવી શકો છો. તમે આધાર કાર્ડમાં ફોટો, બાયોમેટ્રિક્સ, જાતિ, મોબાઈલ નંબર, ઈમેલમાં ફેરફાર ઈચ્છો છો તો કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં.

image source

તો હવેથી તમે પણ આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની સાથે નક્કી કરેલી ફી ભરવાની રહે છે. તો હવે આ પ્રોસેસથી તમે તમારું કામ જલ્દી પતાવી લેવાથી તમારું કામ અટકશે નહીં.