નહીં જાણતા હોવ રસોઈના આ 1 મસાલાના ખાસ યૂઝ, ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે કરે છે આ કામ પણ સરળ

અત્યાર સુધી આપણે સૌ અને ખાસ કરીને ગૃહિણીઓ રસોઈમાં રહેતા કાળા મરીનો ઉપયોગ ખાસ કરીને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે જ કરતી આવી છે. આ સિવાય તેના અન્ય અનેક ઉપયોગ છે તેનાથી તેઓ અજાણ રહે છે. શું તમે ક્યારેય કાળા મરીને ગળાની ખરાશ, તાવ, ખાંસી જેવી ફરિયાદને દૂર કરવા માટે ઉપયોગમાં લીધા છે.

શું તમે જાણો છો કે ભોજન સિવાય પણ તેનો ઉપયોગ અન્ય કામ માટે કરી શકાય છે. નહીં ને તો ચિંતા ન કરો. આજે અમે આપને તમે ભાગ્યે જ જાણતા હોવ તેવા કાળા મરીના ઉપયોગને વિશે જણાવીશું. આ ઉપાયો જાણી લીધા બાદ તમે પણ કમાલ કરી જશો.

image source

છોડથી કીડાને કરશે દૂર

અનેકવાર છોડમાં કીડા લાગેલા રહે છે જે છોડને વધારે નુકસાન કરે છે. આ કીડાથી છૂટકારો મેળવવા માટે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે થોડો લોટ લો અને તેમાં થોડો કાળા મરીનો પાવડર મિક્સ કરો. તેને કૂંડાની માટીમાં મિક્સ કરી લો. તેની સ્મેલથી છોડથી કીડા મકોડા હટી જશે અને સાથે છોડનો ગ્રોથ પણ સારો એવો જોવા મળશે.

image source

કીડીઓને રાખે છે દૂર

કિચનમાં રાખેલા સામાનમાં ખાસ કરીને કીડીો ચઢવાની સમસ્યા રહેતી હોય છે. મીઠાઈ કે ખાંડ અને ગોળના ડબ્બામાં આ સમસ્યા વધારે રહે છે. આ માટે તમે કીડીઓને સરળતાથી કેવી રીતે હટાવવી તે વિચારતા રહો છો. તો તમે કાળા મરીને ઉપયોગમાં લઈ શકો છો. આ માટે તમે થોડો કાળા મરીનો પાવડર લઈને એ જગ્યા પર છાંટો જ્યાં કીડીઓ આવે છે. તમે આ પાવડરને પાણીમાં મિક્સ કરીને તેનું સ્પ્રે પણ કરી શકો છો. તેનાથી ત્યાં રહેલી કીડીઓ ભાગી જશે. જો કોઈ એક જગ્યાએ વારે ઘડી કીડીઓ આવી રહી છે તો તમે તે જગ્યાએ સ્પ્રે કરી શકો છો. ધીરે ધીરે આ જગ્યા પર કીડીઓ આવવાનું બંધ થઈ જશે.

image source

ઉંદરથી મળશે રાહત

ઉંદરોનો ત્રાસ અનેક લોકોનો ઘરમાં રહેતો હોય છે. તેઓ ઘરમાં ફરતા રહે છે અને સાથે સામાન ખોતરી નાંખે છે. આ સમયે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. તમે કાળા મરીના પાવડરને પાણીમાં ઓગાળીને એ જગ્યાઓએ છાંટો જ્યાં ઉંદરો આતંક મચાવી રહ્યા છે. જે સામાન પર આ પાણી છાંટી ન શકાય તેમ હોય તેની આસપાસના ભાગ પર આ પાણી છાંટી શકાય છે. તમે થોડા સમયમાં જ ઉંદરના ત્રાસથી રાહત મેળવી શકશો.

image source

કપડાની ચમક વધારે છે

કપડાને સતત ધોવાના કારણે તેની ચમક થઓડા સમય બાદ ફીક્કી પડી જાય છે. તેની ચમકને કાયમ રાખવા માટે તમે એક ચમચી કાળા મરીનો પાવડર લો અને તેને કપડા ધોવાના પાવડરની સાથે મિક્સ કરી લો. હવે આ પાણીમાં કપડાં ધોઈ લો. કપડાની ચમક અને કલર બંને જળવાઈ રહેશે અને કપડા નવા જેવા ચમકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!