તમારે કરવાનો હોય આ શહેરોનો પ્રવાસ પુરી તૈયારી સાથે જજો કારણ કે અહીં થવાનો છે ભારે વરસાદ

આ વર્ષે મેઘરાજા જાણે ગુજરાતથી રિસાયાા હોય તેમ રાજ્યભરમાં સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે. તેવામાં ખેડૂતોની ચિંતા વધી હતી અને લોકો પર પણ પાણીનું સંકટ તોળાઈ રહ્યું હતુ. આ ચિંતાના વાદળને થોડા હળવા મેઘરાજાએ કર્યા છે. મંગળવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે વધુ એક મહત્વની જાહેરાત વરસાદને લઈને કરી છે.

image soucre

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે અને આવતી કાલ રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થઈ શકે છે. ગત સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

image soucre

મહત્વનું છે કે હાલ સ્થિતિ એવી છે કે રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ થાય તે ખુબ જરૂર છે. કારણ કે વરસાદ ખેંચાતા પાણી વિના ખેડૂતી વાવણી પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

image socure

આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ સમય દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ અતિભારે વરસાદ થવાની સંભાવના નથી. બીજી બાજુ હજુ પણ રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે

આગામી 2 દિવસ જે આગાહી કરવામાં આવી છે તેમાં નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થવાનું હોવાના કારણે રાજ્યમાં કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ હવાના ઉચ્ચ સ્તરે એક સાઈકલોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. જેને લઈ આજથી રાજ્યમાં વરસાદ લાવે તેવી વરસાદી સિસ્ટમ મજબૂત થવાની છે. જે ગુજરાતમાં વરસાદ લાવશે.

image socure

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ આજે અને આવતી કાલે એટલે કે 20 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જો કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અન્ય દિશામાં ફંટાશે તો પછી ચોમાસુ ફરી એકવાર હાથતાળી દઈ જતું રહેશે. આવી સ્થિતિમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં પાણીની તંગી સર્જાય તેવું પણ જોખમ છે.