WOW! વરુણ ધવન આ જોરદાર રિસોર્ટમાં લોંગ ટાઇમ પછી GF સાથે ફરશે ફેરા, જોઇ લો અંદરનો નજારો તમે પણ
અભિનેતા વરુણ ધવન પોતાની લાંબા સમયથી રહેલ ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અલીબાગના મેન્શનમાં લગ્ન કરવાના છે. પરંતુ હજી સુધી નતાશા દલાલ અને અભિનેતા વરુણ ધવનના પરિવારના સભ્યો માંથી કોઈએ પણ લગ્નની પુષ્ટિ કરી છે નહી.
જો કે, અભિનેતા વરુણ ધવનના કાકા અનિલ ધવનએ તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ લગ્ન કરવાના હોવાની વાત જણાવી હતી. અભિનેતા વરુણ ધવન અલીબાગમાં આવેલ મેન્શન હાઉસ રિસોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
રિસોર્ટને સજાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
મેન્શન હાઉસ રિસોર્ટમાં ૨૫ રૂમ ધરાવે છે. અલીબાગ જેટીથી આ રિસોર્ટ ફક્ત ૧૦ મિનિટના અંતરે આવેલ છે. એવું માનવામાં આવે છે કે, વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન કોઈ રોયલ વેડિંગથી ઓછા હશે નહી. અનુષ્કા શર્મા- વિરાટ કોહલીના લગ્નનું આયોજન જે વેડિંગ પ્લાનર દ્વારા કરવામાં આવ્યું હતું, તે જ વેડિંગ પ્લાનર વરુણ ધવન- નતાશા દલાલના લગ્નની વ્યવસ્થા સાંભળી રહ્યા છે.
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજર રહેવાની શક્યતા છે. વરુણ અને નતાશા વર્ષ ૨૦૨૦માં વિયેતનામમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા પણ કોરોના વાયરસ સંક્રમણના લીધે શક્ય થઈ શક્યું નહી. લગ્નના દિવસને હવે ફક્ત ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. જેના પરિણામે અત્યારે રિસોર્ટને ડેકોરેટ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ રિસોર્ટને પૂરી રીતે કવર કરી દેવામાં આવશે, જેથી કરીને કોઈ ફોટોગ્રાફર્સ ફોટોસ લઈ શકે નહી.
તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી સેલિબ્રેશન શરુ થવાના છે.
અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલના પ્રી- વેડિંગ સમારોહની શરુઆત સંગીત સેરેમનીથી થવાની છે. સંગીત સેરેમનીમાં અભિનેતા વરુણ ધવનના નજીકના મિત્રો હાજર રહેશે, વરુણ ધવન અને નતાશા દલાલની સંગીત સેરેમનીમાં સારા અલી ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, જેકી ભગનાની, કેટરીના કૈફ, નીતુ સિંહ, કીઆરા અડવાણી, અનિલ કપૂર, રેહા કપૂર, હર્ષ વર્ધન કપૂર, શશાંક ખૈતાન, સલમાન ખાન સહિત ઘણા સેલેબ્સ હાજર રહેવાના છે.
પરંતુ વરુણ ધવનના લગ્નમાં તેની ક્લોઝ ફ્રેન્ડ સોનમ કપૂર સામેલ થઈ શકે તેમ છે નહી. એટલા માટે કેમ કે, હાલમાં સોનમ કપૂર સ્કોટલેંડના ગ્લાસગોમાં ફિલ્મના શુટિંગ કરવામાં વ્યસ્ત છે.
જેવી રીતે કરીના કપૂરના ફોઈના પુત્ર અરમાન જૈન અને સોનમ કપૂરની સંગીત સેરેમનીમાં કરણ જોહર દ્વારા તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી, એવી જ રીતે વરુણ ધવનની સંગીત સેરેમનીમાં પણ કરણ જોહર જ તમામ વ્યવસ્થાનું ધ્યાન રાખવાના છે. આપ ફોટોસમાં વરુણ ધવનના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત