કોઈના પેટ માંથી નીકળ્યું દોઢ કિલો સોનું, તો કોઈના પેટ માંથી ૩.૫ કિલો લોઢું, જાણો સમગ્ર ઘટના

મિત્રો, આપણો દેશ એ અનેકવિધ જુદા-જુદા ધર્મની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહી અનેકવિધ જુદા-જુદા ધર્મોની સંસ્કૃતિઓ એકત્રિત થઈને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સાથે સંકળાયેલી અમુક બાબતોને જન્મ આપે છે. જો કે, હાલનો સમય આધુનિક બનતા ધીમે-ધીમે આ બધી જ બાબતોનુ મહત્વ પણ ઘટી રહ્યુ છે પરંતુ, ઘણીવાર એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ ઘટતી હોય છે કે, જે આપણને આવી બાબતો પર વિશ્વાસ કરવા પર મજબુર કરી દે છે.

image source

હાલ, છેલ્લા એક મહિનામા એવા બે ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. હાલ, થોડા સમય પહેલા જ એક મહિલાના પેટમાથી દોઢ કિલો જેટલા દાગીના મળ્યા હોવાનુ જાણવા મળ્યું હતું અને આ કિસ્સો બહાર આવ્યાના થોડા સમય બાદ જ એક પુરુષના પેટમાથી સાડા ત્રણ કિલો જેટલી લોખંડની વસ્તુઓ મળી આવી હોવાનુ જાણવા મળ્યુ હતુ.

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામા આવેલી એક સરકારી હોસ્પિટલમા ડૉક્ટરોએ એક મહિલાના પેટમાથી દોઢ કિલો જેટલા દાગીના બહાર કાઢીને તે મહિલાની યોગ્ય સારવાર કરી હતી. આ ઘટના જોઈને ડૉક્ટરો પણ થોડા સમય માટે આશ્ચર્યમા મુકાઈ ગયા હતા. આ સમયે એવુ જણાવવામા આવ્યુ હતુ કે, આ મહિલાની માનસિક સ્થિતિ જરાપણ સારી નથી.

image source

ડૉક્ટરોએ જણાવ્યુ હતુ કે, તેના પેટમાથી ૫ રૂપિયા અને ૧૦ રૂપિયાના ૯૦ સિક્કા, ચેઇન, નથ, બુટ્ટી, બ્રેસલેટ, ઘડિયાળ વગેરે જોવા મળ્યા હતા. અમુક ઘરેણાઓ સોનાના, અમુક ઘરેણાઓ તાંબાના તો અમુક ઘરેણા પિત્તળના હતા. આ મહિલાની માતાનુ કહેવુ એવુ છે કે, તે થોડા દિવસોથી ખાવાનું ખાતી નહોતી. જ્યારે તેના ઘરમાંથી જ્વેલરી અદ્રશ્ય થવા લાગી ત્યારે તે અંગે તેની માતાએ તેને પૂછ્યુ પણ હતુ પરંતુ, જ્યારે તેણીને આ વિશે સવાલ કર્યો ત્યારે તે રડી પડ્યો.

image source

અમદાવાદના સરકારી હોસ્પિટલમા જ્યારે ડૉક્ટરોએ ૨૮ વર્ષીય યુવકના પેટનુ ઓપરેશન કરવામા આવ્યુ ત્યારે ડોકટરો પણ ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના પેટના બોલ્ટ, ખીલી, નટ સહિત કુલ ૪૫૨ ધાતુની ચીજો કાઢવામા આવી હતી, જેમા લગભગ ૩.૫ કિલો ધાતુનો સમાવેશ થાય છે.

image source

સર્જરી વિભાગના સિનિયર ડૉ. ગસુરાએ જણાવ્યુ હતુ કે, આ યુવાન માનસિક રીતે બીમાર હતો. તે આ વસ્તુઓને ઘણા સમય સુધી ગળી રહ્યો હતો. બે વર્ષ પહેલા પણ તેના પેટમાંથી ઘણી વસ્તુઓ કાઢવામાં આવી હતી. આ યુવાન એક્યુફીજિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. આ રોગમાં દર્દી નખ, નટ્સ, બોલ્ટ જેવી વસ્તુઓને ખોરાક જેવી સમજીને ગળી જાય છે. આમ, સાંભળવામા લાગતી આ ઘટના આપણને પહેલીવાર સાંભળતા અવશ્ય વિચિત્ર લાગે પરંતુ, આ ઘટનાની આ જ કડવી હકીકત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત