સીરમ દુર્ઘટના: આગ કેવી રીતે લાગી અને શું હતો નજારો, આગમાંથી આબાદ રીતે બચેલા આ શ્રમિકોના મોંઢે સાંભળશો તો છૂટી જશે ધ્રુજારી

ગઈ કાલે પુણેની સીરમ ઈંસ્ટીટ્યૂટમાં આગ લાગ્યાની ઘટના બની હતી. આ ઘટનાના સમાચાર સામે આવ્યાની સાથે જ લોકોની ચિંતા પણ વધી ગઈ હતી કારણ કે સીરમ ઈંસ્ટીટ્યૂટમાં હાલ કોરોનાની રસીનું પ્રોડકશન મોટા પાયે ચાલી રહ્યું છે. જો કે આ આગ એ વિભાગમાં લાગી ન હતી જ્યાં કોરોનાની રસી તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં દુખદ વાત એ છે કે આગમાં કેટલાક મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

image source

આગ લાગી તે સમયે 500 લોકોને પ્લાંટમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢામાં આવ્યા હતા. આ પ્લાંટમાં કેટલાક ભાગમાં હજું પણ કામ ચાલી રહ્યું છે. જો કે આગ કેવી રીતે લાગી તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી તેના વિશે તપાસ કરવામાં આવી રહી છે. અનુમાન છે કે આગ વેલ્ડિંગ કામ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી લાગી હોય. જો કે કારણ જે પણ હોય પરંતુ આગ લાગી તે નજારો અને અનુભવ ત્યાંથી બચીને નીકળેલા લોકો માટે ભયંકર રહ્યો હતો. આ ઘટના જેમણે અનુભવ કરી અને પોતાનો જીવ બચાવી શક્યા તેમણે પોતાની આપવીતીમાં જે જણાવ્યું તે વાંચી કોઈનું પણ મન ધ્રુજી જાય.

image source

આગ સમયે તે બિલ્ડીંગમાં હાજર શ્રમિકોનું કહેવું છે કે તેઓ બપોરે જમીને આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધુમાડા નીકળવા લાગ્યા અને લોકોની રાડો સંભળાઈ. કંઈ સમજી શકાય તે પહેલા જ અફરાતફરી શરુ થઈ ગઈ. આગ સીડી તરફ ફેલાવા લાગી જેથી નીચે ઉતરી શકવું શક્ય ન હતી.

image source

તેના કારણે પ્લાંટના સુપરવાઈઝર ત્યાં હાજર લોકોને બાલ્કનીમાં લઈ ગયા અને આઠમાંથી 6 લોકોએ ચોથા માળેથી કુદકો લગાવી દીધો. નીચે પડવાના કારણે એક વ્યક્તિને પગમાં ઈજા થઈ પરંતુ જીવ બચી ગયા.

image source

જો કે સાંજ સુધીમાં તેમના સુપરવાઈઝર વિશે કોઈ જાણકારી મળી નહીં. બાદમાં જાણવા મળ્યું કે 6 લોકોનો જીવ બચાવનાર સુપરવાઈઝર આગમાં હોમાઈ ગયા હતા. અન્ય એક વ્યક્તિએ જણાવ્યાનુસાર બપોરે 2 કલાક બાદ ટર્મીનલ 1ના ચોથા અને પાંચમા માળે આગ લાગી હતી. આ આગમાં 5 લોકોના મોત થયા હતા. સૌથી પહેલા આગ 5માં માળે લાગી હતી થોડીવારમાં ચોથા માળ સુધી આગ પ્રસરી ગઈ. અહીં આઠ લોકો જમ્યા બાદ આરામ કરી રહ્યા હતા.

image source

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર તેઓ અહીં છેલ્લા દોઢ મહિનાથી ઈન્સ્યુલેશનનું કામ કરી રહ્યા હતા. તેઓ રોજ સવારે સાડા નવ કલાકથી પ્લાંટમાં આવી જતા હતા. આ ઘટનામાં જે 5 લોકોના મોત થયા તેમના પરીજનોને 25 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત