શું તમારું બાળક પણ અત્યારે ઓનલાઇન અભ્યાસ કરે છે? તો અપનાવો આ ઉપાયો, થશે એટલો ફાયદો કે ના પૂછો વાત

ઓનલાઇન ચાલી રહ્યો છે અભ્યાસ, કેટલીક વાસ્તુ ટિપ્સ જે અજમાવવાથી જરૂર થશે ફાયદો.

1. બાળકો માટે આ વાસ્તુ ટિપ્સ થશે ઘણી મદદગાર.

image source

કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમની જેમ બાળકોનો અભ્યાસ પણ ઓનલાઇન ચાલી રહ્યો છે. આવા સમયમાં જો તમને એમ લાગતું હોય કે બાળકોનું ભણવામાં મન નથી ચોટતું કે પછી બાળકો એમને આપેલું ગૃહકાર્યને ટાળી રહ્યા હોય તો વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા અમુક ટિપ્સ અનુસરી શકો છો આ ટિપ્સ બાળકો માટે ઘણી ફાયદાકારક સાબિત થશે, તો ચાલો જાણી લઈએ આ ટિપ્સ વિશે.

2. જો જીવ ન ચોંટતો હોય તો બદલી નાખો સ્ટડી રૂમ.

image source

જો બાળકોનું ભણવામાં મન ન લાગતું હોય તો સૌથી પહેલા એમના સ્ટડી રૂમની દિશા તરફ એક નજર કરો.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્ટડી રૂમ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ હોવો જોઈએ. એ ઉપરાંત પુસ્તકો પણ ગમે તેમ વિખરાયેલા ન રાખવા જોઈએ. પુસ્તકોને એક જગ્યા એ વ્યવસ્થિત મુકવા જોઈએ. આવું કરવાથી બાળકનું મન ભણવામાં કેન્દ્રિત થવા લાગે છે.

3. બાળકોના રૂમમાં લગાવો આ ખાસ ફોટા.

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાળકોના રૂમમાં એવા ફોટા લગાવવા જોઈએ જે એમને પ્રોત્સાહિત કરે. એટલે રૂમની પૂર્વ બાજુ સૂર્ય દેવ અને સરસ્વતી માતાનો ફોટો લગાવવો કે પછી વેદમાતાનો ફોટો લગાવવો. ઉત્તરની બાજુ એ બ્રહ્મદેવનો ફોટો લગાવો. આમ કરવાથી બાળકોને અમુક વિષય સમજવામાં મદદ મળશે.

4 જો એકસાથે બેથી વધારે બાળકો અભ્યાસ કરતા હોય તો

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો એક જ રૂમમાં બેથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય તો ત્યાં ગ્રુપ સ્ટડી કરતા બાળકોનો ફોટો લગાવવો જોઈએ. જેનાથી બાળકો એકાગ્ર થઈને અભ્યાસ કરે છે. એકસાથે બેસીને અભ્યાસ કરવાથી એ એકબીજાની મદદ કરવામો ગુણ પણ શીખે છે.

5. વાંચતી વખતે દિશાનું રાખો ખાસ ધ્યાન.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્ટડી રૂમની જેમ જ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે વાંચતી વખતે બાળકોનું મોઢું હંમેશા પૂર્વ દિશા તરફ જ રહે. એનું કારણ એ છે કે સૂર્ય દેવ હંમેશા પૂર્વ દિશામાંથી ઉદય થાય છે. એટલે એ પ્રકાશ એટલે કે ઉર્જાની દિશા ગણવામાં આવે છે. અને આ જ કારણ છે કે આ દિશામાં મોઢું રાખીને અભ્યાસ કરવાથી સફળતા મળે છે. બાળકો ક્યારેય દરવાજા તરફ પીઠ રાખીને અભ્યાસ ન કરે એનું હંમેશા ધ્યાન રાખો.

image source

6.માતા પિતાનો સાથ છે ખૂબ જ જરૂરી

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાળકોએ રોજ સવારે ઉઠ્યા પછી નિયમિત રૂપે માતા પિતાને ચરણ સ્પર્શ કરવા જોઈએ. એ ઉપરાંત બાળકોને અભ્યાસ કરવા બેસાડતા પહેલા દૂધમાં મધ નાખીને પીવડાવો. એને શુભ ગણવામાં આવે છે. એના કારણે બાળકો એકાગ્ર થઈને અભ્યાસ કરે છે અને એમને સફળતા મળે છે.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત