કાર ભલેને જૂની હોય છતાં પણ તેની મળશે સારી એવી કિંમત, બસ આટલી વાતોનું રાખજો ધ્યાન

Old cars : જો તમારી પાસે જુની કાર હોય તો એ જુની કાર વેચવા માટે તમે ઇચ્છા ધરાવતા હોય તો પણ તેની તમને અનુમાનિત કિંમત નથી મળતી જો તમે તમારી જૂની કાર ને સારી એવી કિંમતે વેચવા ઈચ્છતાં હોય તો તમારે અમુક ખાસ બાબતો પર ધ્યાન આપી શકો છો

image source

ઉપર વાત કરી તે મુજબ જો તમે તમારી જૂની કારને ને વેંચવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમારે અમુક વિશેષ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે જુની કાર વેંચવામાં આવે તો તેની મોં માંગી કિંમત નથી મળતી. એવું પણ ઘણી વખત થાય છે કે સારી કન્ડિશન ધરાવતી જુની કારની કિંમત પણ સાવ ઓછી આવે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી ટિપ્સ જણાવીશું જેને તમે અપનાવશો તો તમે તમારી જૂની કારને પણ સારી એવી કિંમતે વેચી શકશો. તો શું છે એ ઉપયોગી ટિપ્સ આવો જાણીએ.

કારનાં એન્જીનને રાખો ટકાટક

image source

કારમાં સૌથી અગત્યનો ભાગ એન્જીન છે. કારના એન્જિનમાં કોઈપણ ખરાબી હોય તો તમારી જૂની કારની જોઈએ તેવી કિંમત નહીં આવે. જુની કાર ને વેચતા પહેલા તે કારના એન્જિન ની સારી રીતે સર્વિસ કરાવી લો. જ્યારે પણ તમારી કારનો ગ્રાહક તમારી ગાડી ને ચલાવીને જુએ તો તેને તમારા કારના એન્જિનમાં કોઈ ખામી ન અનુભવાય.

કારનાં કાગળિયા

image source

જુની કાર ને વેંચવા માટે એ પણ જરૂરી છે કે તે કાર સાથે જોડાયેલા તમામ દસ્તાવેજી પુરાવાના કાગળિયા ઓ તમારી પાસે ઉપલબ્ધ હોય. જો તમારી પાસે ગાડી ના તમામ કાગળો હશે અને તે કાગળો તમે ગાડી ખરીદનાર ગ્રાહક ને બતાવશો તો ગ્રાહકને એ વાતનો સંતોષ થઇ જશે કે ગાડી ખરીદ્યા બાદ તેને કોઈ કાયદાકીય માથાકૂટમાં પડવાની જરૂર નહિ રહે.

કારની બોડીને સ્વચ્છ અને ચમકાવેલી રાખો

image source

તમારી જૂની કારની કેટલી કિંમતમાં આવે છે તેનો ઘણો આધાર કારના બહારી દેખાવ પર આધાર રાખે છે. કાર ખરીદનાર ગ્રાહક તમારી કાર ખરીદવા આવે તો તેની નજર સૌપ્રથમ કારની બોડી પર જ પડશે. જો તેને કારણે બોડીમાં કોઈ ખરાબી નજરે પડે છે તો તે કારને ખરીદવામાં રસ નહીં લે. આ માટે એ પણ બહુ જરૂરી છે જુની કાર વેંચતા પહેલા તેની બોડી ને સ્વચ્છ અને ચમકદાર રાખવી.

કારનું ઈન્ટિરિયર રાખો આકર્ષક

image source

જુની કાર વેચવામાં અને તેની સારી કિંમત મળે તે માટે કારનું ઈન્ટિરિયર પૂર્ણ મહત્વનો ભાગ ભજવે છે. જો કાર ખરીદનાર ગ્રાહક ને કારના ઈન્ટીરીયર માં કોઇ ખામી દેખાશે તો તેના કારણે તે ગાડીની બીજી ખૂબીઓને પણ નજર અંદાજ કરશે. એ માટે જરૂરી છે કે કાલે વેચતા પહેલા કારનું ઈન્ટિરિયર દેખાવમાં આકર્ષક લાગે તેવું કરાવી લેવું. અને તેની સીટ વગેરે ની સર્વિસ કરાવી લેવી.