શું તમે જાણો છો આપણા દેશમાં કેટલી વિવિધ જાતની અને અલગ સાડીઓ છે જુઓ ફોટો સાથે…

ભારતમાં સાડીની ફેશન પેઢી દર પેઢીથી ચાલી આવે છે. નાની, દાદી, મમ્મીથી બધાને આ સાડી વિરાસતમાં મળે છે, અને જાણે કોઈ ખજાનો મળ્યો હોય તેમ મોંઘી મોંઘી જરીવાળી સાડીઓ મહિલાઓને મળતી હોય છે.

image source

આજના સમયમાં પણ સાડી તમામ આધુનિક પહેરવેશને માત આપી શકે તેવી છે. લોકો સાડી તો પહેરે છે, પણ ભારતના અલગ અલગ પ્રાંતમાં કેવા કેવા પ્રકારની સાડીઓ પહેરાય છે, તે કઈ સાડીઓ હોય છે તેવું નોલેજ બહુ જ ઓછાને હોય છે.

દરેક પ્રાંતના સાડીની એક આગવી ઓળખ હોય છે. ભારતમાં આસામી, બંગાળી, કાંજીવરમ, ચંદેરી, શિફોન, બંધેજ, નેટ, સિલ્ક, બનારસી, મહારાષ્ટ્રીય સાડીઓ ઉપરાંત પણ બીજી અનેક સાડીઓ છે. તો જાણી લો સાડીના પ્રકારો વિશે.

ઈલકલ સાડીઓ આઠમી સદીથી ભારતમાં બનાવવામાં આવે છે. તે કર્ણાટકની પરંપરાગત સાડીઓમાં સામેલ છે.

image source

ઈકત સાડીને પટોલા સાડીઓ પણ કહેવાય છે. તે લગભગ 700 વર્ષોથી ભારતમાં બનાવવામાં આવે છે. આ સાડીઓ પર વેજિટેબલ રંગથી કલર કરવામાં આવે છે.

મૈસૂર સાડી દક્ષિણ ભારતની ફેમસ સાડીઓમાં ગણાય છે. તે મલબરી સિલ્કમાંથી બને છે.

કલમકારી હેન્ડ પ્રિન્ટેડ ટેક્સટાઈલનું એક ટાઈપ છે, જે ઈન્ડિયા અને ઈરાનમાં બનાવવામાં આવે છે. કલમકારની મતલબ કલમથી બનાવવામાં આવેલી ડ્રોઈંગ એમ થાય છે.

ટસ્સર સિલ્કની સાડીઓ શાનદાર કારીગરી અને ગુણવત્તાથી ભરપૂર હોય છે. આ કાપડની સાડીઓ અન્ય કરતા પ્રમાણમાં મોંઘી હોય છે.

image source

ધરમવરમ સિલ્ક સાડીઓને ખાસ પ્રસંગે પહેરવામાં આવે છે.

કોટા ડોરિયા સાડી કપાસ અને રેશમમાંથી બનાવવામાં આવે છે. આ સાડી રાજસ્થાનના કોટામાં બને છે.

બલચૂરી સાડીઓમાં રેશમનો ઉપયોગ કાય છે, તે તેની સૌથી મોટી ખાસિયત હોય છે.

કાશ્મીરી સાડી પણ ત્યાંની ખૂબસૂરતીની જેમ લુકમાં બહુ જ ગોર્જિયસ હોય છે.

મંગલાગિરી સાડીના પલ્લુ પર ખાસ પ્રકારની કારીગીરી કરાય છે, જે તેની ખાસિયત છે.

image source

આ સિવાય પણ ભારતમાં બીજી અનેક પ્રકારની સાડીઓ છે. ભારતના દરેક પ્રાંતમાં અલગ અલગ સાડીની ઓળખ છે. કેટલાક રાજ્યોમાં તો એક નહિ, પણ બે-ત્રણ પ્રકારની સાડીઓ વધુ ફેમસ છે. જેમાં તમે દક્ષિણ ભારતને ગણી શકો. ઉપર બતાવેલી સાડીઓ ભલે ઓછી પહેરાતી હોય, પણ તે સાડીઓમાં શાન સમી ગણાય છે. આ સાડીઓ પહેરવી સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. ભલે આ સાડીઓ મોંઘી હોય અને તમારા બજેટમાં ન બેસતી હોય, પણ તમારા કલેક્શનમાં આમાની કેટલીક સાડીઓ સેવિંગ કરીને જરૂર ખરીદજો. તમારું સ્ટેટસ પણ ઉંચુ ગણાશે. ત્યાં જ્યા પણ આ સાડી પહેરીને ઉભા હશો, ત્યાં લોકો તમારી વાહવાહી કરશે.

image source

તો કેવી લાગી માહિતી જો તમારી પાસે આમાંથી કોઈપણ સાડી હોય તો એનો ફોટો કોમેન્ટમાં મૂકી શકો છો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત