વિકી કૌશલ અને કેટરીનાના લગ્નને લઈને નવી જાણકારી આવી સામે, આ પ્લાનિંગ કરી રહ્યું છે કપલ

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોયલ વેડિંગની બધી જ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિકી અને કેટના લગ્ન માટે હોટલના સૌથી ખાસ અને મોંઘા રૂમ બુક કરવામાં આવ્યા છે. જો સમાચારોનું માનીએ તો વિકી કૌશલ હોટલના રાજા માન સિંહ સ્યુટમાં અને કેટરીના કૈફ રાણી પદ્માવતી સ્યૂટમાં રહેશે. કેટ અને વિકિના લગ્ન સિક્સ સેન્સ ફોર્ટ બળવારા રાજસ્થાનમા થશે. હવે આ શાહી લગ્નને લઈને એક નવી જાણકારી સામે આવી છે

image soucre

હવે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લઈને એક નવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કેફ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવાની તૈયારી કરી રહ્યા છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને સહકર્મીઓ માટે ભવ્ય રિસેપ્શન યોજાશે.

image socure

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો રાજસ્થાનમાં લગ્ન અટેન્ડ નહીં કરી શકે તેમના માટે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આવા લોકો મુંબઈમાં યોજાનાર ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી શકશે.

image soucre

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ અને કેટરિના કેફ કોવિડ-19ના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ને ધ્યાનમાં રાખીને તેમના ગેસ્ટ લિસ્ટમાં ફેરફાર કરી રહ્યા છે. જ્યારે કપલ પાસે ફિલ્મ સમુદાયના સહ-અભિનેતાઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓના નામોની લાંબી સૂચિ છે, ત્યારે કેટરીના કેફ તરફથી વિદેશથી પણ થોડા મહેમાનો આવવાના છે. જો વિદેશી પ્રવાસીઓ માટે નવી મુસાફરી માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે, તો કેટરીના કેફ અને વિકિ કૌશલના લગ્નનું ગેસ્ટ લિસ્ટ બદલાઈ શકે છે.

image soucre

મીડિયા રિપોર્ટ્સમાં એક સૂત્રએ જણાવ્યું છે કે વિકી કૌશલ અને કેટરિના કેફએ તેમના તમામ કો-સ્ટાર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને તેમના લગ્નમાં આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, આ લગ્નની યાદીમાં બોલિવૂડના કેટલાક મોટા નામ સામેલ છે, જેમાં કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મિની માથુર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, ઝોયા અખ્તર, ફિલ્મ નિર્માતા શશાંક ખેતાન, નતાશા દલાલ અને વરુણ ધવન વગેરે.