ઘણી માનતાઓ પછી જન્મ્યા હતા સુશાંત સિંહ રાજપૂત, નાની ઉંમરમાં કમાઈ ઘણી શોહરત, પણ જલ્દી હારી ગયા જિંદગીની જંગ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. 14 જૂન, 2020 ના રોજ, સુશાંતનો મૃતદેહ તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાંથી મળ્યો હતો. આ ઘટનાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. જો સુશાંત સિંહ રાજપૂત આજે જીવતો હોત તો તે પોતાનો 36મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવતો હોત. અભિનેતાનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ બિહારના પટનામાં થયો હતો.

image soucre

સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને અભિનયની દુનિયામાં પોતાના પગ જમાવ્યા. તેણે વર્ષ 2008માં સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં કામ કર્યું હતું પરંતુ તેને અસલી ઓળખ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી મળી હતી. ફેન્સ સુશાંતના કરિયર વિશે ઘણું બધું જાણે છે પરંતુ શું તમે જાણો છો કે સુશાંત સિંહ રાજપૂતના જન્મ માટે તેના પરિવારે ઘણી બધી માનતાઓ માની હતી. તેમની માતાએ અનેક મંદિરોમાં જઈને માથું નમાવ્યું હતું.

વાત જાણે એમ છે કે સુશાંત સિંહ રાજપૂત તેની ચાર બહેનોમાં એકમાત્ર ભાઈ હતો. તેમના જન્મ માટે તેમની માતા ઉષા સિંહે ઘણા મંદિરોમાં માથું નમાવ્યું હતું અને આ કારણથી કહી શકાય કે અભિનેતાનો જન્મ ઘણા વ્રતો પછી થયો હતો. સુશાંતની માતા ઉષા તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને આ જ કારણથી તે બાળપણમાં સુશાંતને ‘ગુલશન’ નામથી બોલાવતી હતી પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું.

image soucre

જ્યારે સુશાંત માત્ર 16 વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. માતાના જવાથી સુશાંત ખૂબ જ ભાંગી પડ્યો હતો. આ ઘટના પછી અભિનેતાએ તેની મોટી બહેનને તેની માતાનું સ્થાન આપ્યું. તે ઘણીવાર તેની મોટી બહેન સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. પરંતુ તેના મૃત્યુના માત્ર 10 દિવસ પહેલા સુશાંતે તેની માતાને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. આ પોસ્ટથી સુશાંતના ફેન્સ પણ ચોંકી ગયા હતા.

image soucre

સુશાંત સિંહ રાજપૂતના કરિયરની વાત કરીએ તો તેને મનોરંજનની દુનિયામાં પોતાનું ખાસ સ્થાન બનાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 2008માં સુશાંતને ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માંથી બ્રેક મળ્યો હતો. તેને ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માંથી માનવના પાત્રથી ઓળખ મળી હતી. આ સીરિયલમાં કામ કર્યા બાદ લોકો તેને ઘરે-ઘરે ઓળખવા લાગ્યા અને તેના કારણે તેને બોલિવૂડમાં પણ એન્ટ્રી મળી.

image soucre

સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2013માં ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી સુશાંત ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘પીકે’, ‘બ્યોમકેશ બક્ષી’, ‘એમએસ ધોની’, ‘રાબતા’, ‘કેદારનાથ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ તેની ફિલ્મ ‘દિલ બેચારા’ રીલિઝ થઈ હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી.