સાત સમંદર પાર ચૂંટણીનો ધમધમાટ : વિદેશમાં બેઠાં બેઠાં NRI લઈ રહ્યા છે સ્થાનિક ચૂંટણીમાં રસ, જાણો કેવો છે માહોલ

હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકાના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં તમામ બૂથ પર યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી છે. આ સાથે ગુજરાતમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ચઢ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રાજકીય રૂપરંગ તેમજ હાર-જીતના પરિણામો અંગે વિદેશી ગુજરાતીઓ બધી માહિતી રાખતાં હોય તેવું જોવા મળી રહ્યુ છે.

image source

તેમના સોર્સ વિશે વાત કરીએ તો પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં થતી નિયમિત અપડેટ વિદેશમાં વસતા ગુજરાતીઓ અહીં બનતી ઘટનાઓ અને ચૂંટણી વાતાવરણથી જાણીતા રહે છે. NRI એટલે કે નોન રેસિડેન્શિયલ ગુજરાતી તરીકે ઓળખાતા આ નાગરિકો પોતાના માનીતા રાજકીય પક્ષ અને ઉમેદવારને જીતાડવા પોતાના પ્રભાવનો અને સંપર્કોનો ઉપયોગ કરી ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી સાથે જોડાઈ રહ્યાં છે. જોતેનાઉદાહરણો વિશે વાત કરીએ તો અમેરિકાના લોસ એન્જલસમાં વસતા લેબોન હોસ્પિટાલિટીના ચેરમેન અને ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી યોગી પટેલ સુરત અને આણંદની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે તો બીજી તરફ ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહ વડોદરા મહાનગરની ચૂંટણીમાં રસ લેતા દેખાઈ રહ્યાં છે.

મળતી વિગતો અનુસાર જો વાત કરીએ તો કેલિફોર્નિયામાં પણ આવું જ વાતાવરણ છે. અહીં ફૂડ કંપની ભારત ફૂડસના ભરતભાઈ પટેલ પણ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે. આ ઉપરાંત ઓવરસિસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી.કે.નાઈક પણ અમદાવાદ અને મહેસાણાની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે. આ રીતે વિદેશમાં વસતા ભારતીયો યાદીમાં ચૂંટણીમાં જોડાયેલ લોકોમાં એક વાત સામાન્ય છે કે, તમામે તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખુબ પ્રભાવિત છે અને બધા એક થઈ ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે. એક એવા જ યોગી પટેલના જણાવ્યા મુજબ તે મૂળ ખેડાના વસો તાલુકાના તેઓ વતની છે. તેમનાં લગ્ન આણંદમાં થયેલ છે. ત્યારબાદ તેઓ અભ્યાસ અને વ્યવસાય માટે સુરતમાં સ્થાયી હતા અને હવે છેલ્લા 22 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં છે.

image source

યોગી આ વિશે જણાવે છે કે તમામ સ્થળોએ કૌટુંબિક સ્વજનો અને મિત્રો સ્નેહીજનો રહે છે. એક વાત જૂની અને જાણીતી છે, વ્યાપાર અને રાજકારણમાં પ્રત્યેક ગુજરાતીને હંમેશા રસ રહ્યો છે એટલે ચૂંટણી આવે ત્યારે સૌ અહિંના મિત્રો અમારા સંપર્કના તમામ મિત્રોને મતદાનમાં આળસ ન રાખવા અને અચૂક મતદાન કરવા જવા કહીએ છીએ. આ તબક્કે ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે પણ વિકાસની રાજનીતિની તરફેણ કરી ગુજરાત અને વડોદરાના પોતાના મિત્રો અને સ્નેહીજનોએ મતદાન કરવા ફોન અને મેસેજ કર્યા હતા.

અહી ગુજરાત સાથે સાથે વિદેશોમાં પણ આ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જે તે રાજકીય પક્ષોને વોટ કરવાની તરફેણ કરી રહ્યા છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુદ્ધ મતદાનમાં પોતાની ભૂમિકા ભજવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!