ગામના લોકો ભીખારી-ભીખારી કહી ઉડાવતા મજાક, યુવકે નીટની એક્ઝામ પાસ કરી રચ્યો ઈતિહાસ, બધાની બોલતી થઈ ગઈ બંધ

થોડા દિવસ પહેલા જ નીટની એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. તેમાના ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હતા જે અંત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા હતા. કોટા શહેરમાંથી અનેક યુવાનોના સપના સાકાર થાય છે. અમીર અને ગરીબ પરિવારના પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની આવડતના કારણે પરીક્ષાઓ પાસ કરીને વાલીઓના સપનાને સાકાર કરે છે.

image source

અન્ય આશાસ્પદોથી વિપરિત ઓલ ઇન્ડિયા મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરવી 26 વર્ષના અરવિંદ કુમાર માટે એક સપનું જ નહતું, બલકે પોતાના વ્યવસાયના કારણે ગામવાળાઓ જેમને ભંગાર ભંગાર કહીને ચીઢવતા હતા તેમને દેખાડવા માટેની તક પણ હતી. અને તે પોતે કાઈક કરી બતાવવા માગતો હતો અને અરવિંદે આ સિદ્ધ પણ કરી બતાવ્યું.

અરવિંદ કુમારના પિતા ગામમાં ભંગારનો ધંધો કરે છે

image source

ઉત્તર પ્રદેશના કુશીનગરના અરવિંદ કુમારના પિતા ગામમાં ભંગારનો ધંધો કરે છે, પરંતુ એણે ડોકટર બનવા નક્કી કર્યું હતું. તેમના પિતાનું નામ ભિખારી હોવાના કારણે ગામવાળા તેમની મજાક ઉડાવતા હતા. જો કે કુમારને પ્રથમ પ્રયાસે જ સફળતા મળી ન હતી. 2011માં એણે પરીક્ષા આપી હતી, પરંતુ નાપાસ થયો હતો. છેલ્લે નવમી વાર એણે પરીક્ષા આપી તો એને ઓલ ઇન્ડિયામાં 11603 રેન્ક મળતા તે હવે ડોકટર બની શકશે. ઓબીસી કેટેગરીમાં તેને 4392 ગુણ મળ્યા હતા. આ પરીક્ષા માટે તેમણે દુનિયા શું કહે છે એ વાતનો ક્યારેય વિચાર કર્યો ન હતો. પંરતુ તેમણે નક્કી કર્યું હતું કે મારે એકવાર એક્ઝામ પાસ કરીને ડોક્ટર બનવું છે. તેમણે લોકો સાથે વિવાદમાં પડવાના બદલે પોતાના કામથી લોકોના મોઢા આજે બંધ કરી દીધા છે.

પિતાના અસાધારણ નામના કારણે તેને ખુબ શરમ આવતી

image source

પોતાની સફળતા અંગે વાત કરતા અરવિંદે કહ્યું હતું કે એણે જીવનમાં ક્યારે પણ આશા છોડી નહતી કે હતાશ થયો નહતો. હું નકારાત્મકતાને સકારાત્મકતામાં ફેરવી દેતો હતો અને તેમાંથી પ્રેરણા અને ઊર્જી મેળવતો હતો એમ તેમણે ક્હયું હતું.

image source

પોતાની સફળતાનો યશ પોતાની જાતને અને પરિવારને આપે છે. તેના પિતા ભીખારી માત્ર પાંચમાં ધોરણ સુધી જ ભણ્યા હતા જ્યારે તેમના માતા તો ક્યારે પણ સ્કુલે ગયા જ નહતા. પિતાના અસાધારણ નામના કારણે તેને ખુબ શરમ આવતી હતી. તે આવી રીતે જ મોટો થયો હતો.

દસમાં ધોરણમાં માત્ર 48.6 ગુણ મળ્યા હતા

image source

તેમના પિતા બે દાયકા પહેલાં કામ કરવા ટાટાનગર શિફટ થયા હતા. થોડા સમય પછી ભિખારીએ પોતાના ત્રણે બાળકોના સારા શિક્ષણ માટે તમામને ટાટાનગર બોલાવી લીધા હતા. એ વખતે અરવિંદને દસમાં ધોરણમાં માત્ર 48.6 ગુણ મળ્યા હતા. બારમાં ધોરણમાં આવ્યા પછી એના ભણતરમાં થોડો સુધારો થયો હતો અને 60 ટકા માર્ક લાવ્યો હતો. બસ અહીંયા જે એણે ડોકટર બનવા નક્કી કરી લીધું, પરંતુ સફળતા માટે એને નવ વર્ષની રાહ જોવી પડી હતી. પરંતુ તેમણે ક્યારેય હિમત હારી નહોતી. અને આખરે તેમને સફળતા પણ મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત