વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલા આ મંદિરમાં થાય છે શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા, અચૂક કરો દર્શન

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છે. તેમાં કેદારનાથ, તુંગનાથ, રૂદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મંદિર સામેલ છે. તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ ત્રણ હજાર છસો મીટર ઊંચાઈએ આવેલું છે.

image soucre

આ કારણે તે દુનિયામાં સૌથી વધારે ઊંચાઈએ બનેલું શિવ મંદિર છે. તુંગનાથ દર્શન માટે સોનપ્રયાગ પહોંચવાનું હોય છે. તે પછી ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા થઈને તુંગનાથ પહોંચી શકાય છે. શ્રાવણ મહિનામાં અહીં શિવ ભક્તોની ભીડ જોવા મળે છે.

માન્યતા છે કે આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે, અને આ જગ્યાનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. તુંગનાથ થી લગભગ દોઢ કિમી દૂર ચંદ્રશિલા પીક છે. તેની ઊંચાઈ લગભગ ચાર હજાર મીટર છે. ચોપટાથી તુંગનાથ એક પ્રકારના ટ્રેકિંગમાં લગભગ એક થી દોઢ કલાકનો સમય લાગે છે.

image soucre

તુંગનાથ ઉત્તરાખંડમાં ગઢવાલના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત એક પર્વત ઉપર આવેલું છે. આ પર્વત ઉપર સ્થિત તુંગનાથ મંદિર છે. મંદિર અંગે કથા પ્રચલિત છે કે તેને પાંડવોએ બનાવ્યું હતું. કુરૂક્ષેત્રમાં થયેલાં નરસંહાર થી પાંડવો ખૂબ જ દુઃખી હતાં. તેઓ શાંતિ માટે હિમાલય ક્ષેત્રમાં આવ્યાં હતાં. તે સમયે તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એક અન્ય માન્યતા પ્રમાણે માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે આ ક્ષેત્રમાં તપ કર્યું હતું.

તુંગનાથમાં શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા થાય છે

image soucre

ઉત્તરાખંડમાં સ્થિત તુંગનાથ મંદિરમાં ભગવાન શિવના હ્રદય અને ભુજાઓની પૂજા થાય છે. તે કેદારનાથ અને બદ્રીનાથ ની વચ્ચે આવેલું છે. હિમાલયના ખોળામાં આવેલું તુંગનાથ મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં આવીને દરેક વ્યક્તિ પોતાના તણાવ ને ભૂલી જાય છે, અહીં શાંતિનો અનુભવ થવા લાગે છે. અહીંના શાંત વાતાવરણ નો લોકો ઉપર એટલો પ્રભાવ પડે છે કે જીવન પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે.

તુંગનાથ મંદિર, અહીંની સુંદરતા તમે ક્યારેય ભૂલી શકશો નહીં

image soucre

તુંગનાથ મંદિર પોતાના ધાર્મિક મહત્ત્વ સાથે-સાથે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. અહીં પહોંચીને પ્રકૃતિના સાનિધ્યનો અલગ જ અહેસાસ થાય છે. અહીંની યાત્રા થોડી દુર્ગમ જરૂર લાગે છે, પરંતુ તેનો અનુભવ મુસાફરોને રોમાંચિત કરે છે. અહીં રસ્તામાં ગણેશજીનું એક નાનું મંદિર પણ આવે છે. માન્યતા છે કે તેમના આશીર્વાદથી જ આગળની યાત્રા વિના કોઈ વિઘ્ન પૂર્ણ થાય છે. ઠંડી અને તાજી હવાઓ ભક્તોને થાકનો અહેસાસ કરાવતી નથી.

તુંગનાથ મંદિરની ખાસિયત

image soucre

આ મંદિર સાથે જોડાયેલી અનેક કહાનીઓ અને માન્યતાઓ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા કરવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે દરિયા કિનારાથી આ મંદિરની ઊંચાઈ બાર હજાર ફૂટથી વધારે છે. આ કારણે આ મંદિરની આસપાસના પહાડો ઉપર બરફ જામેલો રહે છે. અન્ય ચાર ધામની સરખામણીએ અહીં શિવ ભક્તોની ભીડ થોડી ઓછી રહે છે પરંતુ હજારોની સંખ્યામાં દર વર્ષે ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.